________________
ગાથા – ૫૦ થી ૧૫
૧૯૯ નથી. ઔદારિક શરીર કાય, વૈક્રિયિક શરીર એ છે ત્યાં એની યોગ્યતા તો છે. ત્યારે ત્યાં છે. સંબંધમાં શરીરને ને એનો સંબંધ છે એટલો નિમિત્ત નિમિત સંબંધ, ત્યારે નિમિત્તની યોગ્યતા તો ત્યાં છે શરીર છે એટલે, સંબંધ પોતાની યોગ્યતાનો એ પણ આત્મામાં નથી. કેમકે જીવનાં સ્વભાવની અનુભૂતિની પર્યાયમાં એ આવતું નથી કાય. આહાહાહા !
યોગ” મન વચન ને કાયાના યોગ, ઠીક, યોગ છે તો પર્યાયનું કંપન પણ એ કર્મના નિમિત્તના સંબંધે થયેલું પુદ્ગલના પરિણામ ગણીને આત્મામાં એ નથી. આહાહા!
વેદ” દ્રવ્યવેદ અને ભાવવંદ બેય જીવમાં નથી. પર્યાયમાં ભલે ભાવવેદ હો, દ્રવ્યવેદ તો પર્યાયમાં ય નથી એ તો જડમાં છે. આ ઇન્દ્રિયો જે શરીરની, એ તો જડની પર્યાય છે, આ જડઇન્દ્રિય એને તો આત્મા અડતોય નથી. અજ્ઞાની પણ હોં, ફક્ત જે ભાવવેદ છે વિકલ્પ છે, એ પણ પુગલનાં પરિણામ ગણીને, સ્વભાવની અનુભૂતિમાં એ નથી, સ્વભાવમાં નથી, વસ્તુના સ્વભાવમાં નથી, પણ નથી ક્યારે થાય? કે એનો અનુભવ કરે ત્યારે, કે આ આત્મા છે આવો. સમજાણું કાંઈ?
આવી વાતું છે બાપુ. વીતરાગ મારગ લોકોને સાધારણ કરીને હલવ્યો છે, આ કરો ને વ્રત પાળો દયા કરો ને (શ્રોતા – ઓલા કહે કઠણ કરી નાખ્યો સાદો હતો ત્યાં) વસ્તુ જ આ છે. કઠણ કહે કે સારી કહે જે કહે એ. વસ્તુનું સ્વરૂપ જ આવું છે ત્યાં. કહો હિંમતભાઈ ! કઠણ કર્યું કહે છે, લોકો કહે છે, વસ્તુ તો આ છે. આહાહાહા !
વેદની વાસના એની પર્યાયમાં થવા છતાં, તેના જીવને જીવનો સ્વભાવ ને તેની અનુભૂતિમાં તે આવતો નથી માટે તે ભિન્ન ગણવામાં આવ્યું છે. આહાહા ! સમજાણું કાંઈ? વાસના છે તો એની પર્યાયમાં અને તે કર્મના વેદના ઉદયને લઈને નહિ. છતાં એ વિકૃત અવસ્થા છે, અલિંગગ્રહણમાં આવે છે ને? દ્રવ્ય ને ભાવવંદ રહિત છે, અલિંગગ્રહણ છે. શૈલી તો જુઓ, દ્રવ્યવેદ ને ભાવવેદ લિંગ છે, તેનાથી અલિંગગ્રહણ છે, તેનાથી આત્મા ઝહવામાં આવતો નથી. આહાહા ! એ આંહી આમ કહ્યું એ જ અમૃતચંદ્રાચાર્યે ત્યાં અર્થ કર્યો. એ અહીંયા અમૃતચંદ્રાચાર્ય અહિંયા એ અર્થ કર્યો, કહે છે ને દુહુ કરી નાખ્યું એમ કે આ નથી આ નથી, એટલું હતું એમાં આવું બધું વિસ્તાર કરીને માળે, હવે એનો છે એનો પાછા જગમોહનલાલજીએ વખાણ કર્યા છે, એ પુસ્તકના હમણાં આવ્યું છે કાલ જગમોહનલાલજીએ વખાણ કર્યા પુસ્તક બહુ સારું કર્યું છે. આહાહાહા !
વેદ” વેદ એ દ્રવ્ય ને ભાવવેદ લિંગ છે, તેનાથી આત્મા જણાય એવો નથી માટે અલિંગગ્રહણ. અહીં કહે છે કે વેદ દ્રવ્ય ને ભાવવેદ, એ જીવના અનુભવમાં નથી આવતો. કારણકે જીવના સ્વભાવમાં નથી, તેથી સ્વભાવના અનુભવમાં એ આવતો નથી. માટે તે વેદભાવ ભિન્ન છે એ પુદ્ગલના પરિણામ ગણવામાં આવ્યા. આહાહા ! સમજાણું કાંઈ ? અહીં સુધી આવ્યું, વેદ સુધી આવ્યું, સ્ત્રી, પુરુષ કે નપુંસકનો વિકલ્પ જે ઊઠે છે, એ ભાવવેદ છે, છે તો એની પર્યાયમાં એને કારણે પણ વાસ્તવિક સ્વભાવમાં નથી. ત્રિકાળી ધ્રુવ સ્વભાવની અપેક્ષાથી જોઈએ તો તે અનુભૂતિમાં એ આવતો નથી, ત્રિકાળી સ્વભાવનું સમ્યગ્દર્શનજ્ઞાન થતાં તેમાં એ ચીજ આવતી નથી, માટે વેદને પુદ્ગલ પરિણામ ગણી અને ભિન્ન કહેવામાં