SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ નથી આ તો જડની પર્યાય છે. મનુષ્યગતિ તો એને કહીએ જે મનુષ્યને યોગ્ય દશા થઈ અંદર એને મનુષ્યગતિ કહીએ. હવે છે તો એની પર્યાયમાં એ, પણ આંહી તો જીવ સ્વભાવના વર્ણનની અંદર તો એ ચારેય ગતિઓ પુદ્ગલના પરિણામ છે એમ કહ્યું. તે જીવમાં નથી. એ ગતિ જીવમાં નથી. આહાહાહા ! ઓલામાં આવે છે ને પંચાસ્તિકાયમાં કર્મ પરાભવ કરીને ભાવ થાય છે, આવે છે ને ? આવે છે ક્યાંક ? ભાવનું જ્યાં વર્ણન કર્યું ને ૫૬-૫૭ એમાં. એમાં એમ આવ્યું છે. પંચાસ્તિકાયમાં હોં ! થાય છે જીવમાં છે એ જીવમાં એની પર્યાય કર્મ એનો નાશ એ બધી પર્યાયો પરાભવ કરે છે, પરાભવ કરે છે એમ. સ્વભાવનો નાશ કરીને ગતિ ઊભી કરે છે એમ નિમિત્તથી તેથી પછી ન્યાં લોકો કહેને જો કર્મને લઈને થાય છે એ તો બીજી વાત છે સાંભળને ? કર્મ પરાભવ કરે છે, એમ કહે પણ એ તો ત્યાં પોતે પરાભવ થવાને લાયક છે તેને કર્મ પરાભવ કરે છે એમ કહેવામાં આવ્યું છે. આવું છે. છે ને ? ૫૪-૫૫-૫૬ ગાથામાં પંચાસ્તિકાય, કર્મ એને પરાભવ કરીને આમ કરે છે. ગતિમાં પછી કરે છે. આંહી તો કહે છે કર્મ છે એ તો નિમિત્તરૂપે છે, નામકર્મની પ્રકૃત્તિ છે ને, એ ગતિ આદિની એ તો નિમિત્ત છે અને આત્મામાં ગતિની યોગ્યતા છે, એ આત્મામાં છે, પણ આંહી જીવના સ્વભાવના અનુભૂતિના કાળમાં તે ગતિની યોગ્યતાનો ભાવ તે અનુભૂતિમાં આવતો નથી. આહાહાહા ! આ તો હજી સાધારણ વાતો છે બધી. ચાર ગતિ એ માર્ગણા એ જીવને નથી, ચાર ગતિ જીવમાં નથી. એ પુદ્ગલના પરિણામ છે. કહે છે ભગવાન શાયક સ્વરૂપ છે, ચૈતન્યસ્વરૂપ પ્રભુ એનો અનુભવ થતાં એ ગતિના પરિણામ એની અનુભૂતિમાં આવતા નથી. આહાહા ! સમજાણું કાંઈ ? એની ગતિની યોગ્યતા એનામાં હોવા છતાં એ જીવના સ્વભાવની અનુભૂતિના કાળમાં તે પર્યાય આ અનુભૂતિમાં આવતી નથી, આરે! આવી વાતું છે પ્રભુ. એથી એ ગતિના પરિણામને પણ પુદ્ગલદ્રવ્યનાં પરિણામ કહી દીધા. આહાહા ! માર્ગણાસ્થાન આને કહે છે. “ઇન્દ્રિય” ઇન્દ્રિયોની સ્થિતિ આત્મામાં નથી. પાંચ ઇન્દ્રિય છે ને ? ભાવેન્દ્રિય અને દ્રવ્યેન્દ્રિય એ બેય, બેય માર્ગણાસ્થાન છે એ તો, પર્યાયમાં શોધવાની યોગ્યતા સ્વભાવમાં નથી. ઇન્દ્રિય ભાવેન્દ્રિય પર્યાય તો આત્માની પર્યાયમાં છે. દ્રવ્યેન્દ્રિય જડની પર્યાયમાં છે. છતાં બેયને પુદ્ગલના પરિણામ ગણીને એ જીવમાં એ નથી. નહીં તો ભાવેન્દ્રિય આવી ગઈ છે ૩૧મી ગાથામાં ભાવેન્દ્રિય, દ્રવ્યેન્દ્રિય ને ઇન્દ્રિયનાં વિષયો જીવમાં નથી, જીવ એનાથી જુદો છે અધિક છે, પરિપૂર્ણ છે. ૩૧મી ગાથામાં આવ્યું છે, જે ઇન્દ્રિયં જિણીતા એ ઇન્દ્રિય આત્મામાં નથી. એ બધાં પુદ્ગલનાં પરિણામ છે. કેમ ? કે અણીન્દ્રિય એવો જે ભગવાન આત્મા તેનાં અનુભવની પર્યાયમાં એ ભાવેન્દ્રિય અને દ્રવ્યેન્દ્રિય આમાં આવતી નથી આમાં, ભિન્ન રહી જાય છે. એ તો ૪૯ માં આવી ગયું ને ભાવેન્દ્રિય ક્ષયોપશમ ભાવ જે છે એ પણ આત્માનો સ્વભાવ નથી. એમ આવ્યું ૪૯માં, દ્રવ્યેન્દ્રિય છે એનો એ સ્વામી નથી જીવ, કે જેથી દ્રવ્યેન્દ્રિય વડે કરીને રસને ચાખે ને સાંભળે અને ભાવેન્દ્રિય છે એ એનું સ્વરૂપ નથી. એ ક્ષયોપશમ ભાવ છે. એ એના સ્વભાવની દૃષ્ટિએ જોતાં એ ક્ષયોપશમભાવ પણ એનો નથી. એ ૪૯ માં આવી ગયું આના પહેલાં. ' ‘કાય” ઔદારિક, વૈક્રિયિક, આહા૨ક, તેજસ, કાર્યણ અને એનાં ભેદો બધાં એ આત્મામાં
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy