________________
ગાથા – ૫૦ થી ૧૫
૧૯૭ એ જીવના સ્વભાવમાં નથી, (એ) ક્યારે એને ખ્યાલ આવે? કે ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ એની અનુભૂતિ થતાં તે જીવમાં નથી, અનુભૂતિથી પણ ભિન્ન છે, જીવમાં નથી પણ અનુભૂતિથી પણ ભિન્ન છે. આહાહા ! આવો મારગ વીતરાગનો ક્યાંય નથી. બધા વાતો કરે રજનીશ ને ઓલો બધાં ગપ્પાગપ્પ મારે. આંહી તો કહે છે કે પ્રભુ આત્મા પર્યાયને આલિંગન કરતો નથી. આહાહા ! એને ઠેકાણે પરનું આલિંગન અને ચુંબન, અરે પ્રભુ ગજબ કર્યો નાથ. અરે આવી વાતું હિન્દુસ્તાનમાં આર્યદેશમાં, હૈં? આહાહાહા !
આંહી તો ભગવાન આત્મા, વિકૃત અવસ્થાને તો સ્પેશતો અડતો નથી, પણ અવિકૃત પર્યાયને પણ દ્રવ્ય આલિંગન કરતું નથી. અને એ નિર્મળ અવસ્થા ભગવાન આત્માને આલિંગન કરતી નથી. બે ચીજ ભિન્ન છે. હવે આ એને ધર્મ આવો (રજનીશ) માળો જૈનમાં હતો પ્રોફેસર. ગજબ કરી નાખ્યો જેનો મોરારજીને પણ વિરોધ કરવો પડ્યો. આ આત્મા પ્રભુ પરને ચુંબે ને આલિંગન એ તો પરને અડતો જ નથી ને ત્રણ કાળમાં, ત્રીજી ગાથામાં ન આવ્યું એ? પરને પર દ્રવ્યના ગુણ પર્યાયને, આત્મા પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને ચુંબે પણ પરને તો ચુંબતો નથી, અડતો નથી, આલિંગન કરતો નથી. ત્રીજી ગાથામાં આવ્યું” ને. પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને પોતે ચુંબે એટલે ત્યાં તેમાં હોય આમ, પણ પરને તો અડતોય નથી, પરને અડે ક્યાંથી ? પરનો તો અભાવ છે એમાં. અહિંયા તો જે કાંઈ પરને ચુંબે છે પર્યાયમાં એની જે વિકૃત અવસ્થા જે છે એનો દ્રવ્યસ્વભાવ તો એને ચુંબતો નથી, પણ એ દ્રવ્યસ્વભાવની અનુભૂતિથી એ વિકૃત્ત અવસ્થા તે ભિન્ન છે. એની પર્યાયની વિકૃત અવસ્થા જીવમાં નથી એ બધા પુદ્ગલના પરિણામ ગણવામાં આવ્યા. નિમિત્ત નિમિત્તનો આખો સંબંધ વ્યવહાર બધો પરમાં નાખી દીધો. સમજાય એટલું સમજવું બાપુ આ તો પાર ન મળે. ભગવાનના મારગનો પાર ન મળે. થોડું ઘણું જાણીને એમ થઈ જાય કે અમે જાણું બહુ. બાપા પાર ન મળે પ્રભુ. આહાહાહા !
આંહી કહે છે, એ ઉદયસ્થાનો તે બધાય જીવને નથી, એક બાજુ કહે કે ઉદયસ્થાન પર્યાયમાં, પોતાની પર્યાયમાં છે. વિકૃતના ઉદયના જેટલા પ્રકાર છે તે બધાય, એ તો એની પર્યાયને પરથી ભિન્ન સિદ્ધ કરવા, પણ અહીં તો હવે પર્યાય વિકૃત અવસ્થાથી ભિન્ન સ્વભાવને સિદ્ધ કરવો છે. ઉદયસ્થાનો જીવમાં નથી, કારણ કે તે પુદ્ગલદ્રવ્યનાં પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. આ સ્વભાવનો અનુભવ થયો. એમાં એ આવતા નથી માટે ભિન્ન છે એમ. આહાહાહા !
ભગવાન જ્ઞાનસ્વરૂપ પ્રભુ, જ્ઞાયક સ્વરૂપ એનો અનુભવ થતાં જ્ઞાનનો, આનંદનો એમાં એ સ્થાનો વિકૃત છે તે ઉદયસ્થાનો આવતા નથી માટે તે પુદ્ગલમયનાં પરિણામ ગણીને અનુભૂતિથી તેને ભિન્ન ગણવામાં આવ્યા છે. આહાહાહા ! બાવીસ થયા.
ત્રેવીસ. “ગતિએ ચાર ગતિ નથી આત્મામાં, એ માર્ગણાસ્થાન આ શરીર નહિ હોં, શરીર એ કાંઈ ગતિ નથી, આ શરીર મનુષ્ય ગતિ નથી. અંદર જે પર્યાયમાં યોગ્યતા જે ગતિની મનુષ્યની છે તે ગતિ. એ ગતિ ત્યાં ગમન એ જાતનું પરિણમન છે ને? ચાર ગતિનું મનુષ્યનું દેવઆદિનું એ ગતિ પણ ચાર, જીવમાં નથી. ગતિની પર્યાય એનામાં છે, ગતિ એની પર્યાયમાં એનામાં છે, એ ગતિ કર્મને લઈને શરીરને લઈને. આ શરીર મનુષ્યગતિ આ શરીર મનુષ્યગતિ