________________
૧૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૩ પોતાને લઈને છે. સમજાણું કાંઈ? હવે આવી વાતું છે. કારણકે એ તો પરમાં જડનું ગયું, હવે આત્મામાં કાંઈ એનું ઉપાદાન આમાં છે ને એને નિમિત્ત થાય એવું આમાં કાંઈ છે કે નહીં ? આહાહાહા !
કેમકે જડના પરમાણુની પર્યાય છે એ તો સ્વતંત્ર એનો પર્યાય છે એનો, હવે એમાં છે એમાં આનું નિમિત્તપણું અને પોતામાં ઉપાદાનપણું શું છે? એમાં નિમિત્તપણું એને થાય અને પોતાનું ઉપાદાનપણું થાય એ શું છે ઈ ? હેં? (શ્રોતા:- જીવની વિકારી પર્યાય) જીવની એટલી યોગ્યતા જેટલા પ્રમાણમાં પ્રકૃત્તિ, સ્થિતિ, પ્રદેશ ને સંખ્યા એટલા જ પ્રમાણમાં એની યોગ્યતા પોતાની પર્યાયમાં છે વિકૃત. આહાહા ! ઝીણી વાત ભાઈ !
આંહીયાં તો બેયનાં ઉદયસ્થાન બેયને પુદગલ પરિણામમાં નાખી દીધા. આહાહા ! સમજાણું કાંઈ ? એ નિમિત્ત નિમિત્ત સંબંધથી થયેલો ભાવ એને પુદ્ગલનાં પરિણામમાં નાખી દીધા એને. હતા તો આનાં એની પર્યાય એ તો ઉપાદાન જડનું સ્વતંત્ર છે, અને આંહી વિકૃત અવસ્થા પણ ઉપાદાનની પર્યાયમાં સ્વતંત્ર છે ત્યારે તેના પ્રમાણમાં નિમિત્ત થાય છે, છતાં અહીંયા તો હવે, (શ્રોતા-નૈમિતિક ભાવ પણ પર્યાયમાં) હું! ના, એ બધું. નૈમિતિક થાય એ પણ પુદ્ગલ ને એને નિમિત્ત થાય એ પણ પુદ્ગલ એ અપેક્ષા લેવી છે.
ઝીણી વાત ભાઈ વીતરાગ મારગનો કોઈપણ બોલ સૂક્ષ્મ બહુ કઠણ છે, આ તો ત્રણ લોકના નાથ, આજ તો એ વિચાર આવ્યો'તો કે નવતત્ત્વમાં જીવતત્ત્વ પહેલું અને ધર્માતિ છે દ્રવ્યના નામમાં જીવ છેલ્લો અને કર્મમાં “ક” પહેલો અને બધામાં ભગવાન પહેલો આત્મા, દરેકને જાણવાના કાળમાં ઉર્ધ્વ આત્મા ન હોય તો જાણે કોને? આહાહાહા !
એ આંહી જાણનારો ભગવાન આત્મા, એની પર્યાયમાં પ્રકૃત્તિ, સ્થિતિ, અનુભાગ ને પ્રદેશ યોગ્ય જે પુગલના પરિણામ છે તેને અહીંયા નિમિત્ત થાય એવી યોગ્યતા પોતાની પર્યાયમાં એટલા પ્રકારની યોગ્યતા સ્વતંત્ર સ્વયં સિદ્ધ છે એ એને લઈને નહિ, અને દ્રવ્ય ગુણને લઈને નહિ, અરે આવી આકરી વાત છે.
એ પર્યાયમાં એટલી યોગ્યતા જેટલા પ્રદેશો છે ત્યાં તેટલામાં નિમિત્ત થાય એવી વિકૃત્ત અવસ્થા પોતાની છે, જેટલો ત્યાં અનુભાગ રસ છે, સ્થિતિ છે, પ્રકૃતિ સ્વભાવ છે તેટલા જ પ્રમાણમાં અહીંયા યોગ્યતા વિકારની અવસ્થા અહીંયા આત્મામાં આત્માને લઈને છે. ઓલી ચીજ તો તદ્ન જુદી છે આ જુદી છે, એવું સિદ્ધ કર્યા પછી, આ મારગ ભાઈ ! આંહી તો જીવને નથી. જે પ્રકાર સામામાં જેટલા છે તેટલા પ્રમાણમાં નિમિત્ત થવાની યોગ્યતા હતી, એ જીવને નથી એમ અહીં તો સિદ્ધ કરવું છે. આહાહા ! સમજાણું કાંઈ? આવી વાતું છે. બંધસ્થાનો તે જીવને નથી કારણકે તે પુગલદ્રવ્યનાં પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે.
હવે પોતાના ફળ ઉત્પન્ન કરવામાં સમર્થ એવા ઉદયસ્થાન. અહીંયા ઉદયસ્થાન છે તો પર્યાયમાં એટલી યોગ્યતાનો પ્રકાર જેટલા ઉદય થાય ત્યાં, એટલો જ આંહી પ્રકાર પોતાની પર્યાયમાં છે. પણ એ બેનું નિમિત્ત નિમિત્તપણું વ્યવહારે છે, પરમાર્થે આત્મામાં નથી એમ કહીને એ બંધના ઉદયનાસ્થાનો જીવની પર્યાયમાં હોવા છતાં અને ઉદયસ્થાન જડનાં જડમાં હોવા છતાં બેના સંબંધને ગણીને એ પુદ્ગલનાં પરિણામ એને ગણીને જીવના સ્વભાવમાં એ નથી. આહાહા !