________________
૧૯૫
ગાથા – ૫૦ થી ૧૫ પર્યાય શું? શિક્ષણ શિબિરમાં આવ્યો તો). આહાહા ! એ ૨૦ બોલ થયા.
એકવીસ. “જુદી જુદી પ્રવૃત્તિઓના પરિણામ જેમનું લક્ષણ છે, એવા બંધસ્થાનો જીવને નથી” બંધના પ્રકાર છે ને ભિન્ન ભિન્ન એ બધાં પરિણામ પુદ્ગલનાં છે. એ પુદ્ગલદ્રવ્યનાં પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. જીવમાં એ નથી. પ્રકૃત્તિના જે પ્રકારો એના પરિણામ એ જડમાં છે પણ ક્યારે? કે આ પરિણામ અનુભૂતિના કરે ત્યારે તેને જુદા છે, એમ જાણવામાં આવે. પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. ૨૧ થયા.
બાવીસ. પોતાનું ફળ ઉત્પન્ન કરવામાં સમર્થ કર્મ અવસ્થા જડ અવસ્થા “જેમનું લક્ષણ, કર્મ અવસ્થા જેમનું લક્ષણ છે, એવા જે ઉદયસ્થાનો તે બધાય જીવને નથી” એ કર્મનાં ઉદયસ્થાનો અને પર્યાયમાં પણ જેટલા પ્રકાર વિકારાદિના ઉદય પ્રકાર થાય એ બધાય જીવને નથી. એ શું કહ્યું? કે કર્મની પ્રકૃત્તિઓનાં જેટલા પ્રકાર છે એ તો જડનાં છે, હવે આ બાજુ એ તો ઉપાદાન એનું થયું, હવે એમાં નિમિત્ત છે આ બાજુમાં આત્મામાં, એટલા પ્રકૃત્તિના જેટલા પરિણામ છે ઉદયસ્થાનો એટલો એનો ભાવ અહીં પર્યાયમાં છે, પર્યાયમાં પણ એટલા જ પ્રકારના ભાવો જીવના એ તો એ ચીજ તો જડની થઈ ગઈ, હવે અહીંયા પણ એટલા પ્રકાર જીવની પર્યાયમાં છે, એને પણ જડના કહી દઈને સમજાણું કાંઈ? એ કહ્યું? કે જેટલા પ્રકૃત્તિના પ્રકારો છે, એ તો સ્વતંત્ર, હવે એમાં અહીંયા એમાં જીવ નિમિત્ત છે કે નહિ કોઈ પર્યાય એની? એ પોતાના એટલા પ્રકૃત્તિના જે ભેદ છે એટલા જ પર્યાય અહીં પરિણામમાં હોય એટલા પ્રકાર પોતાને કારણે વિકૃત અવસ્થાનાં ભેદો છે. પણ બેયને ભેગા ગણી નાખ્યાં. ઉદયસ્થાન અને આ ભાવ બધોય એક ગણીને એ બધા પુદ્ગલના પરિણામ છે. આહાહા! એ જીવને નથી.
એ પ્રશ્ન એક ફેરી ઉઠયો'તો ભાઈએ વિરજીભાઈએ કર્યો'તો,રાણપુર ૮૪ નાં ચોમાસામાં, કે આ જેટલા પ્રકૃત્તિના પરમાણુઓ છે એ તો સ્વતંત્ર જડની પર્યાય, હવે આત્મામાં એનું નિમિત્તપણું થાય છે તેવા પ્રકાર છે કે નહિ? આત્મામાં છે ને? ન્યાં પ્રકૃત્તિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ જેટલા પ્રકારનાં છે એ તો એના, હવે એમાં અહીં નિમિત્તપણું છે એટલા પ્રકારનું અહીંયા પ્રકૃત્તિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ તેની વિકૃત અવસ્થા છે ને? શું કીધું સમજાણું? (શ્રોતા- વધારે સ્પષ્ટ કરો) હેં ! હા, કરીએ છીએને ત્યાં તો બેને એક ગણશે હવે, પણ આંહી તો હુજી કે જેટલી કર્મ પ્રકૃત્તિ છે એ પ્રકૃત્તિ સ્વભાવ એનાં પ્રદેશો, એની સ્થિતિ અને રસ એ ચાર પ્રકાર એમાં છે, એ તો એનામાં, હવે આંહી આત્મામાં એ નથી, અત્યારે નથી. બીજે કહેશે ઓલું તો એ વસ્તુ આત્મામાં નથી, આત્મામાં એનું નિમિત્તપણું થાય એવી કોઈ વસ્તુ છે કે નહિ? ( શ્રોતાઃ- પર્યાયમાં) પર્યાયમાં પ્રકૃત્તિ છે એ તો જડની જડમાં સ્વભાવ સ્થિતિ રસ અને પ્રદેશની સંખ્યા, એ તો જડની જડમાં પણ હવે એ તો ત્યાં એના ઉપાદાનમાં થયું, પણ આના ઉપાદાનમાં શું છે? કે જેને એ નિમિત્ત થાય એ ઉપાદાનમાં શું છે? ઝીણી વાત છે થોડી ભાઈ. એ તો વિરજીભાઈએ પ્રશ્ન કરેલો, કે અહીં તો કર્મ છે એ તો કર્મની અવસ્થા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એનામાં છે. પણ અહીંયા આત્મામાં એને એની જે છે યોગ્યતાના પ્રમાણમાં આંહી પર્યાય છે કે નહિ? ભાઈ ! જેટલી પ્રકૃત્તિનાં સ્થાન છે, ઉદયના અનુભાગના પ્રકાર છે, સ્થિતિના પ્રકાર છે, પ્રદેશની સંખ્યાના, એટલા જ પ્રમાણમાં અહીં પર્યાયમાં પણ એવી યોગ્યતા પોતાની