________________
૧૯૪
સમયસાર સિદ્ધિ ભાગ-૩ પોતે નિમિત્તથી કહ્યું છે પણ અહીંયા આત્મા જે શુદ્ધ ચૈતન્યમૂર્તિ નવતત્ત્વમાં પણ એનું નામ પહેલું આવે છે ને? “જીવ' છ દ્રવ્યમાં એનું નામ છેલ્લું આવે છે. ધર્માસ્તિ, અધર્માતિ, આકાશ, કાળ, પુગલ ને જીવ. કારણ બધાનો જાણનાર એટલે છેલ્લો રાખ્યો. નવતત્ત્વમાં પહેલું. જેમ કકકામાં પહેલો” “ક' એમ આ પહેલો ભગવાન આત્મા. એ શુદ્ધ ચૈતન્ય પહેલે નંબરે, જીવને એટલે દ્રવ્યને, આ યોગના કંપનો પુદ્ગલના પરિણામમય હોવાથી કંપન તો પર્યાયનું છે, પર્યાય પોતામાં, પણ એ કંપન એનો વાસ્તવિક સ્વભાવ નથી, એથી એને પુદ્ગલના પરિણામ કહી અને જીવને નથી, ક્યારે ? કે જીવની અનુભૂતિ કરે ત્યારે. આહાહા ! આવી વાત છે. આહાહાહા !
આ તો નંદીશ્વરદ્વીપનો પહેલો દિવસ છે ને આ? અષ્ટાનિકાનો પહેલો દિવસ છે, ઇન્દ્રો ભગવાન પાસે ત્યાં જાય છે, ભલે ભક્તિનો શુભભાવ છે, પણ ઇન્દ્રો એકાવતારી પણ બાવન જિનાલયો, બધું અસ્તિ છે હોં, છે. ઇન્દ્રો પણ ભક્તિ કરવા, અઢીદ્વિપ બહાર આઠમું જિન છે ત્યાં ય જાય છે ભાવ આવે, છતાં એ ભાવ આંહી કહેશે આગળ કે વિશુદ્ધિસ્થાનો એ જીવના નથી, એ શુભભાવના પ્રકાર એ આવશે હોં! છવ્વીસમું એ જીવમાં નથી. આહાહાહા !
એક બાજુ એમ કહેવું, સર્વ વિશુદ્ધ અધિકારમાં પાછળ કે પુષ્ય ને પાપ પણ જીવ છે. આવે છે ને? ધર્મઅધર્મ જીવ છે, એ ધર્મ અધર્મ એટલે પુણ્ય પાપ, ધર્માસ્તિ અધર્માસ્તિથી એ ભિન્ન છે, પણ ધર્મ અધર્મ સહિત છે, એ ધર્મ અધર્મ એટલે પુષ્ય ને પાપ, જીવ પુષ્ય ને પાપમય છે, ત્યાં એમ કહેવું અને આંહી એમ કહેવું કે એ પરિણામ પુદ્ગલના છે, એના સ્વભાવમાં એ નથી એ અપેક્ષાએ પુદ્ગલનાં ગણીને, પુદ્ગલ જીવનો સ્વભાવ અનુભૂતિ થતાં તે પરિણામ અનુભવમાં આવતા નથી, ભિન્ન રહી જાય છે. અને આંહી કંપન કહ્યું એટલો પણ અનુભૂતિ થતાં સમ્યગ્દર્શન થતાં, અંશે કંપનનો પણ ક્ષય થાય છે. કેમ કે એના અનંત જે ગુણ છે એમાં ગુણનો આધાર જે દ્રવ્ય છે, એવા દ્રવ્યની અનુભૂતિ થઈ એને ચૈતન્ય ચમત્કારની પરિણતિ થઈ તે પરિણતિમાં અનંતા પુદ્ગલાદિનાં પરિણામ નથી, કંપન એમાં નથી પણ છતાં કંપનનો જે અંશ છે, તે અનુભૂતિને કાળે તેનો નાશ થાય છે અંશ. આહાહાહા !
આપણે તો આંહી અનુભૂતિ અપ્રતિહત લેવી છે. આહાહા ! સમજાણું કાંઈ? એટલે શું? કે અનુભૂતિ થઈ તે થઈ, હવે એ જાય એવું નથી, એવો જે ભગવાન આત્મા, એના આ કંપન નથી કેમ કે પુગલના પરિણામ ગણીને, પણ ક્યારે નથી? કે એ જીવની અનુભૂતિ કરે ત્યારે તેનામાં નથી એમ ભેદ પડે છે, એ વિના ભેદ પડતો નથી, છે તો જુદા, પણ જુદા હોવા છતાં, જુદાપણાનો અનુભવ હોય ત્યારે તે જુદા છે. આહાહા ! આવું સ્વરૂપ હવે, એ પુદ્ગલના પરિણામ છે. છે? પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. પોતે ભગવાન આત્મા એની અનુભૂતિ એમ કીધુંને? પોતાની એટલે પોતાનું હોવાથી, અનુભૂતિ સ્વની અનુભૂતિ ચૈતન્યસ્વભાવ એની અનુભૂતિ, વર્તમાનમાં એટલે દ્રવ્ય, ગુણ ને પર્યાય ત્રણેય આવી ગયા. દ્રવ્ય આત્મા ને ગુણો આનંદ આદિ અને એની અનુભૂતિ તે પર્યાય. જે કંપન એ પણ ખરેખર પુદ્ગલની પર્યાય ગણી છે. પુદ્ગલદ્રવ્ય એના ગુણો વર્ણાદિ અને કંપન એ પર્યાય એ ત્રણ દ્રવ્ય, ગુણ ને પર્યાય આ ભગવાન દ્રવ્ય ગુણ પર્યાયમાં નથી. હુજી તો દ્રવ્ય, ગુણ ને પર્યાય નામ આવડતા ન હોય, એક જણો આવ્યો તો એક ફેરી ક્યાંકથી ઈન્દોરનો કે દ્રવ્ય, ગુણ,