________________
ગાથા – ૫૦ થી પ૫
૧૯૩ લક્ષણ છે, એવા જે અધ્યાત્મસ્થાનો એટલે અધ્યવસાયના સ્થાનો હોં, અધ્યાત્મ એટલે આત્મા નહિ, અધ્યવસાયના તે બધાંય જીવને નથી. આહાહા! વિશુદ્ધ ચૈતન્યપરિણામથી જુદાપણું જેમનું લક્ષણ એવાં અધ્યવસાય સ્થાનો સ્વપરના એકપણાનો અધ્યાસ હોય ત્યારે, વર્તતા હોય ત્યારે, એ વિશુદ્ધ ચૈતન્યપરિણામથી જુદાપણું જેમનું લક્ષણ છે, એવા જે અધ્યવસાયના સ્થાનો તે બધાય જીવને નથી. કારણકે તે પુગલદ્રવ્યનાં પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. કર્મની અપેક્ષા છે એટલે જરી સૂક્ષ્મ છે થોડું. ઓલામાં સમુચ્ચય લીધુ'તું રસમાં.
હવે ઓગણીસ. આંહી જુદી જુદી પ્રવૃત્તિઓનાં રસના પરિણામ જેમનું લક્ષણ છે એવા જે અનુભાગમસ્થાનો, દરેક પ્રવૃત્તિમાં અનુભાગ હોય છે ને? પ્રકૃત્તિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ ચાર, એમ આ અનુભાગ સ્થાનો જે છે એ બધાય જીવને નથી, કર્મનો અનુભાગ એ તો પુદગલનાં પરિણામ છે, એ જીવની અનુભૂતિના પરિણામથી તો ભિન્ન છે. અનુભવમાં કર્મનો રસ છે તે અનુભવમાં આવતો નથી એમ કહે છે, આત્માનો આનંદ છે, એ અનુભવમાં આવે છે એ રસ અનુભવમાં આવે છે. આહાહા ! કર્મના અનુભાગ સ્થાનો એમાં નથી. એ પુદ્ગલ હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. ઓગણીસ થયા. વિશેષ કહેવાશે.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.)
પ્રવચન નં.૧૩૦ ગાથા-૫૦ થી પ૫ તા. ૭/૧૧/૭૮ મંગળવાર કારતક સુદ-૭
શ્રી સમયસાર ૫૦ થી પ૫ ગાથા. ૧૯ બોલ ચાલ્યા છે.
વીસમો કાયવર્ગણા' આ કાયા છે ને એ પરમાણુનો સમૂહુ, વચનવર્ગણા અને મનોવર્ગણા એનું કંપન જેમનું લક્ષણ છે એવા જે યોગસ્થાનો “કંપનના સ્થાન જે” તે બધાંય જીવને નથી. કંપે છે તે પ્રદેશ મનોવચન વર્ગણાના નિમિત્તથી ને કંપન પોતાનું પણ એ કંપન પુગલનું છે એમ કહે છે. એ પુગલના એ આત્માનો સ્વભાવ નથી. એ કંપન, યોગસ્થાનો તે બધાય જીવને નથી. કારણકે તે પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી તેની અનુભૂતિથી ભિન્ન છે. એટલે? કે ચૈતન્ય, જે સ્વરૂપ પ્રથમ વસ્તુ જે જ્ઞાયકસ્વભાવ ચૈતન્ય, આ ક, ખ, ગ, ઘ માં આવે છે ને? પહેલો “ક” એનો અર્થ આત્મા કર્યો છે. “ક” એટલે આત્મા, અષ્ટ, ૧૦૦૮ લક્ષણો જેમ એમાં ક” પહેલો છે એમ અહીંયા “ક” એ આ આત્મા એમ ભગવાન આત્મા “ક” એટલે જ આત્મા એમ. અહીં તો કાય છે ને એટલે શરીર છે પણ અહીં તો “ક” એટલે આત્મા એનો કાય એટલે જીવાસ્તિકાય, એ અનુભૂતિ તેની, જીવાસ્તિકાય જીવ અસ્તિકાય અસંખ્ય પ્રદેશ સમૂહુ, તેની અનુભૂતિ તેના સ્વભાવ સન્મુખ થઈને જે અનુભવ આનંદની દશા આદિ જ્ઞાનની પર્યાય આદિ અનુભવ થાય એ અનુભૂતિથી ભિન્ન છે, દ્રવ્યથી પહેલું જીવમાં નથી એમ કહ્યું, છે ને? એ જીવને નથી એમ કહ્યું, પછી કહ્યું કે એ જીવને નથી ક્યારે? કે એને અનુભૂતિ થાય ત્યારે તે જીવને નથી. આહાહા! સમજાણું કાંઈ?
એ અષ્ટ ૧૦0૮ લક્ષણ છે ને? ભગવાનને કપાલી કહ્યા છે, કપાલી, ઓલા કપાલી નથી આવતા. કપાલી ! હે પ્રભુ આપ કપાલી છો “ક” એટલે આત્મા! પાલી નામ પાળનારા, આત્માના પાળનારા માટે આપ કપાલી છો. અહીંયા કહે છે, આત્માનો પાળનાર એટલે પ્રભુ