________________
૧૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૩ કર્મનો રસ અનુભાગ એ સમૂહરૂપ વર્ગ છે વર્ગ, એના પરમાણુઓનો સમૂઠ છે, રસના પરમાણુનો સમૂહ છે તે બધોય જીવને નથી. એ છે કીધું સમૂહુરૂપ વર્ગ છે ખરો. અતિ છે પણ એ મારા જીવમાં નથી, જીવમાં નથી એ ક્યારે થયું? કે જીવનું જ્ઞાન ને અનુભવ થયો, ત્યારે એ જીવમાં નથી એમ એને નિર્ણય થયો. ધારી રાખ્યું'તું કે આત્મામાં આ નથી પણ એનો જીવમાં નથી એવો અનુભવ ન થયો. આહાહા! સમજાણું કાંઈ ? કે આ પુદ્ગલ પરમાણુ જીવમાં નથી, આ કર્મનો રસ છે એ, અવિભાગ પ્રતિચ્છેદ એ ધારી રાખ્યું'તું એ કર્મની વાતું ત્યાં સુધી એ ભિન્ન છે, એમ ભાન નહોતું એ જીવ ભગવાન આત્મા પોતાની અનુભૂતિ એનાથી તે ભિન્ન છે એમ ભાન થયું ત્યારે જીવમાં નથી એમ કહેવાયું. જીવનો અનુભવ થતાં આ તો આનંદ ને જ્ઞાન ને શાંતિનો સાગર છે, એવી અનુભૂતિ થતાં સમ્યગ્દર્શન ને અનુભવ થતાં આ વસ્તુ તો અનંત જ્ઞાનદર્શન ને આનંદનો કંદ પ્રભુ છે, તો એમાં નથી એટલે વર્તમાન મારી અનુભૂતિમાં પણ એ નથી. આહાહાહા !
કર્મનો અનુભાગ ભોગવવો પડશે એમ કહે છે ને લોકો (શ્રોતા- ફળને ભોગવવા પડે) કોણ ભોગવે સાંભળ ભાઈ એ કર્મનો અનુભાગ એ તો પુદ્ગલના પરિણામ છે, એ પુગલ સાથે અભેદ છે, જીવમાં એ નથી. એટલે? જીવ જે જાણવામાં આવ્યો, અનુભવમાં આવ્યો કે આ જીવ તો શુદ્ધ ચૈતન્ય આનંદકંદ છે, એમ જે અનુભવમાં આવ્યો તેથી તેને અનુભૂતિથી ભિન્ન છે, તે જીવમાં નથી એમ નક્કી નિર્ણય થયો. આહાહા ! સમજાણું કાંઈ ? અમારે નારાયણભાઈ હતા એ ૨૯ બોલનો ઉકરડો કહેતા, એ તો ઉકરડો છે ૨૯ બોલનો એનાથી ભિન્ન છે. આહાહા !
એ બધોય રસ છે ને કર્મના રસની શક્તિઓના અવિભાગપ્રતિચ્છેદો મૂળ શક્તિ એટલે એ સમૂહરૂપ વર્ગ છે તે બધોય જીવને નથી. આ વર્ગ નથી કહેતા એકડીયાનો વર્ગ બે નો વર્ગ ત્રણનો વર્ગ એમ આ પરમાણુના અનુભાગનો એક વર્ગ છે. એ મારી અનુભૂતિથી તે ભિન્ન છે. મારો વર્ગ છે એ તો અનંતગુણથી ભરેલો મારો વર્ગ છે એની અનુભૂતિ થતાં જીવમાં નથી એટલે એનું ભાન થયું. સમજાણું કાંઈ? ૧૫ બોલ થયા. | (સોળમો બોલ) જે વર્ગોનો સમૂહ ઘણાં વર્ગ પહેલો વર્ગ, બીજો વર્ગ કરીને સાત ચોપડીનો બધો ભેગો વર્ગ કરે છે ને સાતનો, એમ આ પરમાણુનો અનુભાગનો રસ એનો આખો સમૂહુ બધાનો બધાનો એ વર્ગણા તે બધીયે જીવને નથી. કેમકે પુગલદ્રવ્ય પરિણામમય હોવાથી અનુભૂતિથી તે ભિન્ન છે. આહાહા !
સત્તરમો. વિશેષ-મંદ તીવ્ર રસવાળા કર્મ દળોનાં મંદ અને તીવ્ર રસ છે એ કર્મ દળોના ખાસ જમાવરૂપ છે એ વર્ગણાઓના સમૂહુરૂપ સ્પર્ધકો છે, વર્ગમાં નાનો ભાગ આવ્યો, વર્ગણામાં ઘણો ભાગ આવ્યો, ને સ્પર્ધામાં બધું આવ્યું, તે બધાય જીવને નથી. એ બધી વિશેષ જાણવાની કર્મની વાત પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી મારી અનુભૂતિથી ભિન્ન છે. આહાહા !
અઢાર. સ્વપરના એકપણાનો અધ્યાસ સ્વપરના એકપણાનો અધ્યવસાય એકપણાનો અધ્યાસ એટલે અભ્યાસ હોય ત્યારે વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી જુદાપણું વિશુદ્ધ ચૈતન્યપરિણામથી જુદાપણું. મારો પ્રભુ વિશુદ્ધ ચૈતન્યપરિણામમાં આવ્યો. ચૈતન્યપરિણામથી જુદાપણું, જેમનું