________________
ગાથા – ૫૦ થી ૧૫
૧૯૧ વૈક્રિયિક અને તેજસ. આહારક શરીર એ તો એકકોર રહી ગયું. આંહી તો ત્રણ શરીર ઔદારિક, તેજસ ને કાર્મણ બસ. ઓલાને વૈક્રિયિક, તેજસ અને કાર્મણ, આહારક તો કોઈ વખત થાય તેનો પ્રશ્ન નથી. ત્રણ શરીરને યોગ્ય પુગલ સ્કંધરૂપ નોકર્મ છે, નોકર્મ છે, અતિ તો સિદ્ધિ કરી. એ નથી જ. ઓલા વેદાંતની પેઠે આત્મા સત્ય અને બીજું ભ્રમ મિથ્યા. જગત મિથ્યા એમ નથી. જગત જગતપણે છે. આંહી તો આત્માની અપેક્ષાએ નથી, પણ એ નથી જ એમ કહે છે એ લોકો, તેથી આ પહેલું સિદ્ધ કરે છે કે એ છે. છ પર્યામિ યોગ્ય આહાર, શરીર, એ જીવ બાંધે છે, એમ કહેવું એ વ્યવહાર છે, બાંધે કોણ? જીવ પર્યાતિને બાંધે? આહાહાહા !
એ શરીરને એ કર્મ પુદ્ગલને યોગ્ય જે છ પર્યાતિ છે, એ પુદગલ સ્કંધરૂપ નોકર્મ છે, એ બધુંય જીવને નથી, આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસ, ભાષા, મન એ પર્યાતિને યોગ્ય પુગલ છે એ મારામાં નથી, એનામાં છે. જીવ પર્યાતિવાળો છે ને શ્વાસોશ્વાસવાળો છે, આહારક શરીર છે ને આહાર કરનારો છે, ઇન્દ્રિયવાળો છે, હું નથી કહે છે. છ પર્યાતિને યોગ્ય પુદ્ગલ કર્મ, નોકર્મ અને ત્રણ શરીરને યોગ્ય નોકર્મ, તે બધુંય જીવને નથી, એ જીવદ્રવ્યમાં નથી, એ એનામાં છે, આમાં નથી. પણ ક્યારે? મારામાં નથી ને એનામાં છે એવું ક્યારે? કે અનુભૂતિ થાય ત્યારે. ભગવાન આત્મા જ્ઞાન ને આનંદનો અનુભવ થતાં મારી ચીજમાં જ્ઞાન ને આનંદ છે મારી ચીજમાં એ કાંઈ આહાર પરમાણુ છે નહિ. આહાહા! સમજાણું કાંઈ ? ઓહોહો!
તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી, એ તો પુદ્ગલ દ્રવ્યની પર્યાય છે, પર્યાતિ યોગ્ય જે પુગલ છે એ તો પુદ્ગલદ્રવ્યની પર્યાય છે, પુદ્ગલદ્રવ્ય છે, એના ગુણો છે અને આ એની પર્યાય છે. કહે છે આમ તો શ્વાસ ચાલે છે ને શ્વાસ? એ પુદગલદ્રવ્યની પર્યાય છે. પણ એ શ્વાસ આમ-આમ છે તેમાં આત્માના પ્રદેશ પણ ભેગાં છે, એકલો પવન હાલતો નથી, એમાં પ્રદેશ પણ છે ભેગા. જેમ આ અવયવમાં છે એ પણ એક અવયવ છે શ્વાસ, પણ એ મારો જે આત્મા છે એનો જે અનુભૂતિમાં એ શ્વાસનાં પરમાણુઓ અને આ પર્યાતિના પરમાણુઓ મારામાં નથી. શ્વાસ ચાલે છે એમાં પ્રદેશ છે આત્માના, પણ છતાં કહે છે કે અનુભૂતિથી જોઈએ તો એ શ્વાસના પરમાણુઓ મારી પર્યાયમાં છે જ નહિ. આહાહા ! સમજાણું કાંઈ? આવી વાતું છે.
આમ કહેને ઓલા ઉંડો શ્વાસ લ્યો, ફલાણું લ્યો, એમાં આત્માના પ્રદેશ છે, પણ કહે છે કે મારો આત્મા એની અનુભૂતિમાં આવ્યો, તેથી એ બધી પર્યાસિયોગ્ય પુગલો, શ્વાસ જે આમ ચાલે છે એ મારામાં નથી. આહાહા ! સમજાણું કાંઈ ? એ શ્વાસને હલાવું છું, ઊંચો નીચો કરું છું, એ હું નહિ. દાકતર કહે તે જોવું હોય તો ઉંડો શ્વાસ લ્યો, હળવેથી લ્યો. પણ આંહી તો કહે છે કે પ્રભુ એ જીવમાં એ પર્યાભિયોગ્ય ને ત્રણ શરીર યોગ્ય પુગલો નથી-નથી-નથી. કહે જીવમાં નથી એમ ક્યારે થાય? કે જીવદ્રવ્યનો અનુભવ થાય, કે આ તો આનંદ ને જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે ત્યારે તેની અનુભૂતિમાં નથીતેથી જીવમાં નથી. આવું સ્વરૂપ છે, અરે આવી ચીજ મૂળ વસ્તુ રહી ગઈ ને લોકો બહાર ચડી ગયા બધે, રસ્તો મુકીને (શ્રોતા- સમજાવનારાય વયા ગયા ) વસ્તુ એવી થઈ ગઈ, થઈ ગઈ એવી થઈ વાત સાચી છે. પોતાની અનુભૂતિથી ભિન્ન છે. ચૌદમો બોલ પૂરો થયો.
(પંદરમો બોલ) હવે કર્મના રસની શક્તિઓ અર્થાત્ અવિભાગ પ્રતિચ્છેદો પરમાણુમાં