________________
૧૯૦
સમયસાર સિદ્ધિ ભાગ-૩ જડ છે, જડમાં છે, આત્મામાં નથી. ક્યારે? કેમકે એ પુદ્ગલદ્રવ્યના પરિણામ હોવાથી, ઓલા પરિણામ લીધા એના, એથી આંહી અનુભૂતિના પરિણામમાં એ નથી. શું કહ્યું છે? કર્મની પર્યાય જે છે એ પરિણામ છે, જોકે કર્મની પર્યાય થવી એવો કોઈ પરમાણુનાં સ્કંધમાં ગુણ નથી. સમજાણું કાંઈ ? કાલે કહ્યું 'તું. એ ધર્મની પર્યાય સ્કંધમાં પર્યાયમાં જે ઉત્પન્ન થઈ, એ પરિણામ તે દ્રવ્ય, ગુણ ને પર્યાય ત્રણ થઈ ગયા. પરમાણુ દ્રવ્ય એના ગુણ એની શક્તિ, શક્તિ ગુણ અને પર્યાય થઈ તે એની પર્યાય. તે દ્રવ્ય, ગુણ ને પર્યાય. હવે આંહી ભગવાન આત્મામાં દ્રવ્યમાં નથી, તેના ગુણમાં નથી, આ તેની અનુભૂતિની પર્યાયમાં ત્રણ નથી. એ ત્રણમાં છે એ આ ત્રણમાં નથી. આ સમયસાર! આહાહાહા !
દ્રવ્ય એટલે ભગવાન આત્મા અને ગુણ એટલે અનંતી શક્તિઓ અને પર્યાય એટલે એની પર્યાય એટલે અનુભૂતિ તે એની પર્યાય. અને ઓલા પુદ્ગલના પરિણામ એ પુદ્ગલની પર્યાય, પુદ્ગલ દ્રવ્ય એના ગુણો, વર્ણ, ગંધ આદિ અને આ પર્યાય અવસ્થા તે કર્મની તે એની પર્યાય. એ રીતે ત્યાં છે-એ રીતે ત્યાં છે. અહીંયા દ્રવ્ય ગુણ ને પર્યાયમાં એ નથી. પણ પર્યાયમાં અનુભવ થયો ત્યારે દ્રવ્ય ગુણમાં નથી અને તે તેનામાં છે, એમ ભાન થયું. આહાહા ! સમજાણું કાંઈ? આવું છે.
જિનેશ્વરદેવ ત્રણલોકના નાથ એની આ પદ્ધતિ છે આ. એ સંતો એ પદ્ધતિને પ્રસિદ્ધ કરે છે. એ અનુભૂતિવાળો પોતાને પ્રસિદ્ધ કરે. હું એક ત્રિકાળી આનંદનો નાથ પ્રભુ શુદ્ધ ચૈતન્યઘન એમાં અનંતાગુણો એ દ્રવ્યનો આશ્રય કરતાં જે અનુભૂતિ થાય તે તેની પર્યાય. રાગ ને વિકાર ને એ એની પર્યાય નહિ. ઓહોહો... એ તો પુદગલના પરિણામ છે. વહેંચી નાખ્યા છે. કહે છે કે એ કર્મની પર્યાય એ પુગલના પરિણામ અને અનુભૂતિ એ મારા જીવની પર્યાય. આહાહા ! સમજાય છે કાંઈ ? એ મારી અનુભૂતિથી એ ભિન્ન છે એટલે આવી ગયું. અનુભૂતિ દ્રવ્યની થઈ છે, તો દ્રવ્ય ગુણમાં નથી તો મારી પર્યાયમાં એ છે જ નહિ કર્મ. આહાહા ! સમજાય છે કાંઈ ? આવી વાતું ઝીણી છે.
પોતાની અનુભૂતિથી ભિન્ન છે, એનો અનુભવ નથી, આંહી એમ કહે છે. ઈ ભલે છે, પણ એનો અનુભવ નથી, છે ઈ છે અને અહીં છે. આ છે, આંહીં છે પણ પ્રભુ જે છે દ્રવ્યગુણથી ભરેલો પ્રભુ, એની અનુભૂતિ થઈ એટલે મારી પર્યાયમાં નથી, તો પછી દ્રવ્યગુણની તો વાત શી કરવી. આવું સ્વરૂપ છે. અને તે નથી તે નથીપણે જ રહેવાનું હવે, એમ કહે છે. મારા દ્રવ્ય ગુણમાં તો નથી પણ પર્યાયમાં નથી, તે નથીપણે જ હવે રહેવાનો. હું નથીપણે જ થઈ જવાનો. ઓલામાં આવે છે ને, એ કોઈને પૂછવા જવું પડે નહિ, નિર્જરા અધિકારમાં આવે છે. (શ્રોતા:પોતાનું સુખ પ્રાપ્ત થયું તે) પ્રાપ્ત સ્વરૂપ થાય તે અનુભૂતિ થાય એને કોઈને પૂછવા જવું પડે નહિ કે એલા મને આ થયું છે કે નહિ? અને દુનિયા જાણે તો છે અને દુનિયા ન જાણે, તો નથી એમ છે? આહાહા ! એ તેર બોલ થયા.
ચૌદમો બોલ.“જે છ પર્યાસિયોગ્ય અને ત્રણ શરીરયોગ્ય વસ્તુ એ નોકર્મ” શું કીધું છે ? આહાર યોગ્ય પરમાણુ, શરીર, ઇન્દ્રિય, ભાષા, શ્વાસ, મન એવી છ પર્યાતિને યોગ્ય એ પુદ્ગલકર્મ છ પર્યાપ્તિને યોગ્ય જે પુદ્ગલ કર્મ અને ત્રણ શરીરને યોગ્ય પુદ્ગલકર્મ. ઔદારિક,