________________
ગાથા – ૫૦ થી ૧૫
૧૮૯ જે સાધ્ય, જે ધ્યેય પકડયું છે દૃષ્ટિમાં અને અનુભવમાં, એનું હવે અસાધ્ય થતું નથી. શરીરની ઇન્દ્રિયો આદિમાં કદાચ મોળપ થઈ જાય બહારથી પણ અણીન્દ્રિય એવો ભગવાન આત્મા એની જે દૃષ્ટિ ને અનુભવ થયો એ હવે અસાધ્ય નહિ થાય. શ્રીમદે કહ્યું છેલ્લું જુઓને, મનસુખ બાને દિલગીર થવા દઈશ નહીં. ૩૩ વર્ષની ઉંમર માતાજી જીવે પિતાજી જીવે દીકરાઓ, ભાઈ બાને દિલગીર થવા દઈશ નહિ, હું હવે સ્વરૂપમાં સાધવા જાઉ છું. આહાહા! અક્ષરે અક્ષર સાચો હોં ! બહારનું લક્ષ હું હવે છોડી દઉં છું. મારો પ્રભુ અંદર છે ત્યાં હું જાઉં છું. હવે ઉપયોગથી હોં, વસ્તુ તો હતી પણ ઉપયોગ આમ બહાર હતો એ ઉપયોગ હવે ત્યાં લઈ જાઉં છું. આહાહા ! એ દેહ છુટવા ટાણે એને સમાધિ રહે, શાંતી રહે, ઓલા દેહ છુટવા ટાણે ભિંસાઈ જશે, આવી વાત છે. આ એક બોલની આટલી વ્યાખ્યા થઈ અડધો કલાક થયો અડધો. હું? (શ્રોતા – અડધો અધુરો રહી ગયો) આટલું તો આવ્યું. આવે ત્યારે આવેને. આહાહા !
(શ્રોતા:- મિથ્યાત્વ જ્ઞાનની પર્યાયમાં નથી ને? મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગ?) ચારેય નથી. અનુભૂતિમાં મિથ્યાત્વ તો નથી પણ અવિરતિ અને કષાયેય નથી. એ તો વાત કરીને. વાત કરીને ચારેય નથી, મિથ્યાત્વ તો નથી પણ અસ્થિરતા જે છે એ કષાયની એ અનુભૂતિમાં નથી. કદાચિત્ કોઈ સમક્તિ મોહનો ઉદય હોય ત્યાં તેથી ક્ષાયિકનું લીધું તું ને, તેનો પણ ત્યાં અનુભૂતિમાં, અનુભૂતિથી તે ભિન્ન છે. અને તે સમકિત મોહનીયનો બંધ નથી, આવીને ખરી જાય છે. આવું શરણ છે તે, પ્રભુ ક્યાંય શરણ નથી બીજે. આહાહાહા!
તે હવે આઠેય કર્મ અનુભૂતિમાં નથી એમ કહે છે. આહાહા!તેરમો બોલ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાયરૂપ કર્મ છે. એ કર્મ છે, તે બધું ય જીવને નથી. જીવદ્રવ્યમાં નથી, પણ એની અનુભૂતિમાં નથી એમ કહે છે ત્યારે જ એને દ્રવ્યમાં નથી એમ ભાન થાય. દ્રવ્યમાં નથી, દ્રવ્યમાં નથી પણ દ્રવ્ય જ્યારે દષ્ટિમાં આવ્યું છે, અનુભવમાં આવ્યું ત્યારે દ્રવ્યમાં નથી, તે અનુભૂતિમાં નથી. આહાહા !
આવી અમૃતધારા રહી ગઈ, જગતના ભાગ્ય સાક્ષાત્ ત્રણલોકના નાથ એની વાણી છે આ. સંતોએ કહી છે પણ વાણી એ દિવ્યધ્વનિ છે. (શ્રોતા- સંતો ભગવાન છે ને) ઓહોહો ! એ ભગવાન છે, પરમેશ્વર છે, મોક્ષતત્વ છે, મોક્ષતત્ત્વમાં છે ઈ. ભલે મોક્ષમાર્ગમાં છે, પણ એ મોક્ષતત્ત્વમાં છે, એમ કીધું ને પ્રવચનસાર કહે છે કે આઠેય કર્મ, આઠેય કર્મ કર્મમાં ભલે હો, છે એમ કીધું, પણ ચૈતન્ય ભગવાન જીવને નથી. આઠેય કર્મ કર્મમાં છે, પણ જીવમાં નથી. જીવમાં નથી, ક્યારે? કે અનુભૂતિ કરે ત્યારે તે જીવમાં નથી એમ ખ્યાલ આવે. આહાહા ! સમજાણું કાંઈ? આવી વાતું છે બાપા. જુવાન જુવાન જોદ્ધા કાંઈ ખબરે ય નહિ, હાલ્યા જાય છે, આને તો રોગ હતો કે નહિ એ ય સાંભળ્યું નહોતું. આવતો” તો દરરોજ છોકરાવને લઈને, આમ તરવરે છે આમ, આમ ત્યાં ખલાસ દેહની સ્થિતિ પુરી થઈ ગઈ બાપા મુદતની ચીજ છે એ જડની એ મુદતે ચાલી જશે. એવી ચીજ છે એ. આ તો ત્રિકાળી ચીજ છે એને મુદત જ ક્યાં? આહાહાહા !
પણ એ ત્રિકાળી શાશ્વત ચીજ છે, એને મુદત નથી એવું ક્યારે ભાન થાય? કે અનુભૂતિ કરે ત્યારે. એ અહીંયા કહે છે કર્મ છે તે બધુંય જીવને નથી ત્યારે એ કર્મ જડને હશે? કે હા. એ