________________
૧૮૮
સમયસાર સિદ્ધિ ભાગ-૩ જાણો, છે તેવો અનુભવ્યો, છે તેવો દેખ્યો, છે તેવો માન્યો. આહાહાહા !
એવી સ્થિતિમાં, એ ચાર આસવો એ છે જ નહિ કહે છે અનુભવમાં. અસ્થિરતાના ભલે હો પણ અનુભૂતિમાં એ નથી, એ ધારા ભિન્ન રહી જાય છે પણ ભિન્ન રહી જાય છે એમાંય તે અંશે તો જોગનો અને અવિરતિનો ક્ષય થયો છે. એવી ધારા ભિન્ન રહી જાય છે, એ પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી, પોતાની અનુભૂતિ એટલે અનુભૂતિને પોતાની નાખવી પડ્યું કે અનુભવ કોનો? કે પોતાનો. પોતાની અનુભૂતિથી ભિન્ન છે. ગજબ કામ કર્યું છે ને? આ શાસ્ત્ર કહેવાય. જેમ આ શાશ્વતી વસ્તુ જ્ઞાનમાં શેય તરીકે, શ્રદ્ધામાં પ્રતીત તરીકે આવી, એને તો અનંતા ગુણોની જેટલી સંખ્યા છે, એ બધાનો એક અંશ વ્યક્તપણે વેદનમાં આવી ગયો, તેથી તે અનુભૂતિમાં એ ચીજ તો નથી, પણ અનુભૂતિ યથાર્થ થઈ છે અપ્રતિહત ધારા, એથી તેટલા પ્રકારની અવિરતિ અને જોગનું પણ ધારા છે એમાં એટલી નથી ધારા, અસ્થિરતાની ધારા છે, એમાં જોગનો ક્ષય થયો છે ને હવે એક જોગ એટલો ક્ષય થયો એ ધારામાં નથી. ભાઈ શશીભાઈ ! આ સમયસાર! ગજબ પ્રભુ કામ કર્યું છે ને? એને પ્રસિદ્ધ કરવાની રીત આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે. અમૃતચંદ્રાચાર્ય, આત્મખ્યાતિ છે, તો આત્મા પ્રસિદ્ધમાં જ્યાં આવ્યો. આહાહાહા !
આત્મા જેવો છે તેવો અનુભૂતિમાં આવ્યો, એ પ્રસિદ્ધમાં આવ્યો. ત્યાં આગળ આસવોની અપ્રસિદ્ધિ થઈ ગઈ એકેએકની. હવે ધારામાં જરી રહી છે, તે એમાંય તે ખરેખર તો દરેક ગુણનો અંશ ત્યાં પ્રગટયો છે, તેટલો તો ત્યાં ક્ષય થઈ ગયો છે, એટલી અસ્થિર ધારા ભલે હો પણ અનુભૂતિથી ભિન્ન છે, અસ્થિરતાની ધારા છે ભેગી, પણ અનુભૂતિથી ભિન્ન ધારા છે, પણ એ ભિન્ન ધારાનાં પણ, ક્ષાયિક સમક્તિ આદિ થયું એની મુખ્યતા લીધી છે, આસવમાં એ લીધું છે મુખ્ય. ક્ષાયિક સમકિત ને ઉપશમ ને ક્ષયોપશમ પણ એ મુખ્ય તો દર્શન શુદ્ધિ થઈ. આહાહાહા !
આંહી તો અનુભૂતિ તો એવી લીધી છે, અપ્રતિહત થઈ તે થઈ, પડે એવું નથી. એનાથી કેવળજ્ઞાન લેવાના છે. આહાહા ! (શ્રોતાઃ- ૩૮ ગાથામાં આવે છે એમ) એ છે, એ જ આ બધે લાગુ પડે છે. આહાહા! અરે... પંચમ આરાના શ્રોતાઓને પણ, સંતો એમ કહે છે કે અમે તમને કહ્યું ને તમે પણ પરિણમી ગયા એમાં હોં! આહાહા ! જે પરિણમ્યા એને કહે પરિણમી ગયા તમે તો હોં અને તમે તો એમ કહો છો કે અમને તો આ થયું એ હવે નહીં પડીએ એમ તમે તો કહો છો. આહાહા ! આવી ચીજ સાંભળવી દુર્લભ થઈ પડી. હું? (શ્રોતાઃ- કોઈ જગ્યાએ નથી) આહાહા !
આવો અનુભવ કર્યો હશે તો દેહ છુટવા ટાણે તેનું શરણ રહેશે. બાકી રાગની એકતામાં દેહની અનંત જ્યાં પીડા થાય અંદર ત્યાં ભિંસાઈ જશે હાય હાય અસાધ્ય, મિથ્યાત્વથી તો અસાધ્ય છે, મિથ્યાત્વને લઈને સાધ્ય નથી, જીવ કોણ છે, પણ આ તો દેહથી અસાધ્ય થઈ જશે. દુઃખની પરાકાષ્ટા થઈ જશે, એ નહિં સહન થાય એટલે બેભાન થઈ જશે. મિથ્યાત્વમાં તો બેભાન હતો, પણ આ ભીંસ પડી તે દુઃખ સહન ન થયું ને એટલી પરાકાષ્ટા થઈ ગઈ દુઃખની, કે બહારનો અસાધ્ય થઈ ગયો. બહારમાં જે જાણપણાનો સાધ્ય હતો એ અસાધ્ય થઈ ગયો. અને ધર્મી જીવને કદાચિત્ શરીર ને ઇન્દ્રિયોમાં સહેજ આ અસાધ્ય જેવું થાય, પણ અંદરમાં સાધ્ય ચુકાતું નથી એને. આહાહા ! સમજાણું કાંઈ? આહાહાહા !