________________
ગાથા – ૫૦ થી ૧૫
૧૮૭ એ પુદ્ગલના પરિણામ હોવાથી જીવના નથી, પણ જીવના નથી ક્યારે? કે પોતાની અનુભૂતિથી ભિન્ન છે, જીવના નથી, એ પુગલમય પરિણામમય એ જીવના નથી. ક્યારે? કે જીવ જેવો છે, જેવડો છે, જેટલો છે, તેટલાનો આશ્રય લઈને અનુભૂતિ કરે, એનાથી તે ભિન્ન છે. એ પહેલો જીવમાં નથી કીધું, પછી એ જીવ છે એવી જે અનુભૂતિ થઈ તે અનુભૂતિથી ભિન્ન છે. હીરાભાઈ ! આવી વાત છે બાપા! અરેરે !
ભગવાન આત્મામાં અજોગ નામનો ગુણ છે, ચારિત્ર નામનો ગુણ છે, જ્ઞાન ગુણ છે આનંદ ગુણ છે, ચારિત્ર એટલે અકષાય એ બધા ગુણોનો પિંડ પ્રભુ એનો આશ્રય લઈને જ્યારે અનુભવ થયો ત્યારે તેમાં જેટલા ગુણો છે તેની વ્યક્ત દશા, અંશે એ અજોગ ગુણનો પણ અંશ વ્યક્ત દશાનું વેદન આવ્યું એમ કહે છે. આહાહા! સમજાય છે કાંઈ ? એ ભગવાન આત્મામાં અજોગ નામનો ગુણ છે, ચારિત્ર નામનો અકષાયભાવ છે ગુણ છે, સમ્યગ્દર્શન શ્રદ્ધા નામનો ગુણ છે. એ ગુણનો ધરનાર દ્રવ્ય છે, એ દ્રવ્યને અવલંબીને જે કંઈ અનુભવ થાય એને એ જીવમાં નથી, એને એની અનુભૂતિમાં નથી. આવી વાતું છે, અને એને અનુભૂતિ થનારને, સમ્યગ્દર્શન થનારને તેટલા પ્રકારનો મિથ્યાત્વ અને અનંતાનુબંધી તો આવતા નથી, એ તો ક્ષય થઈ ગયા. આંહી તો ક્ષયની જ વાત છે, અપ્રતિહત અને તેટલા પ્રકારની અવિરતિ અને યોગનો અંશે પણ ક્ષય થઈ ગયો. એમ કહે છે. એ ભૂમિકા ગઈ ને આ થઈ. એ-એ પ્રમાણે મિથ્યાત્વમાં જે યોગ અને અવિરતિની દશા હતી એ સમ્યગ્દર્શન થતાં એટલો અંદર એ સંબંધનો અવિરતિભાવ અને એ સંબંધનો કષાયભાવનો ક્ષય થઈ જાય છે. કેમ? કે અનંતા ગુણોનો ધરનાર ભગવાન એકરૂપ એની અનુભૂતિ થતાં, અનંતા ગુણોનો અજોગ નામનો ગુણ છે, ચારિત્ર નામનો ગુણ છે, શ્રદ્ધા નામનો ગુણ છે, આનંદ નામનો ગુણ છે, એ બધા ગુણોનો એક અંશ અનુભૂતિમાં આવી ગયો. આહાહા !
એથી જોગ જે અજોગ હતો એનો અંશ પણ અનુભૂતિમાં આવી ગયો કહે છે. કેમકે સર્વગુણાંશ તે સમક્તિ, એમ છે ને? જેટલા ગુણો છે તો અજોગ નામનો એક ગુણ છે એમાં, તેટલા સંબંધીનો પ્રતિજીવી ગુણ બાકી છે પ્રગટ થવામાં, પણ એક અંશ તો એનો ય એટલો અંદર અભાવ થઈ જાય છે. મિથ્યાત્વ જતાં અને અનંતાનુબંધીનો નાશ થતાં અને અનુભૂતિ દશા થતાં, એનો નાશ થયો એટલે અનુભૂતિ અસ્તિ થઈ, એમાં જેટલાં ગુણોની અનંત અનંત અનંત અનંત અનંત ગુણો છે પ્રભુમાં, પ્રભુ એટલે આ આત્મા, એનો દરેક ગુણનો એક અંશ તો વ્યક્ત થઈ જાય છે. અજોગ નામના ગુણનો પણ એક અંશ વ્યક્ત થઈ જાય છે. આહાહાહા!
ખરેખર તો પ્રતિજીવી ગુણનો અભાવ થાય છે જ્યારે, પ્રતિજીવ બહારની ત્યારે તેમાં સંપૂર્ણપણે અભાવ થાય છે, પણ આ વખતેય પણ એક અંશ તો એમાં અભાવ થાય છે કહે છે. આહાહા ! સમજાય છે કાંઈ? કેમકે જેટલા ગુણોની સંખ્યા છે જેટલા ભલે પ્રતિજીવી ગુણો અંદર હો, એટલા અનુભૂતિમાં એ તો આવતા નથી. પણ અનુભૂતિ થતાં, સમ્યગ્દર્શન થતાં તેનો અંશ જે અજોગનો અંશ અનુભવમાં આવ્યો એટલો જોગનો અંશ નાશ થયો છે. આહાહાહાહા ! આવી વાતું છે. ધીરાના કામ છે ભાઈ આ તો. એવો ભગવાન આત્મા અનંત ગુણનો ચૈતન્યલોક એને જ્યારે અવલોક્યો, જોયો, જાણો, માન્યો, અનુભવ્યો. આહાહા! છે તેવો