________________
૧૮૬
સમયસાર સિદ્ધિ ભાગ-૩ જે છે ચૈતન્ય દ્રવ્ય શુદ્ધ આનંદ પ્રભુ, એમાં આ ભાવ નથી. કારણકે એ તો શુદ્ધ છે, પણ ક્યારે? શુદ્ધ તો ત્રિકાળ છે, કાયમ છે અને કાયમ એનામાં આ તો છે નહિ વસ્તુમાં તો, પણ એને નથી એમ અનુભવ ક્યારે થાય? જે વસ્તુ શુદ્ધચૈતન્ય છે એની અનુભૂતિ, એને અનુસરીને અનુભવ થવો, એમાં અનંતા ગુણોનો અંશ વ્યક્ત છે તેનું વેદન થવું, અનંતા ગુણો છે તેનું વ્યક્તપણે વેદન થવું, તો એનો અર્થ એ આવ્યો, કે જોગ નામનો ગુણ છે, ચારિત્ર નામનો ગુણ છે, એનું વ્યક્તપણે શુદ્ધનું વેદન સાથે છે અને તેથી સમ્યગ્દષ્ટિને તેટલા પ્રકારનો અવિરતિ, તે પ્રકારનો અવિરતિ અને તે પ્રકારનો યોગ, એનોય ક્ષય છે. ક્યારે? કે દ્રવ્યમાં તો નથી પણ દ્રવ્યનો અનુભવ કરે ત્યારે. આવી વાતું છે આવો મારગ. આહાહાહા!
એ ભગવાન આત્મા ચૈતન્યલોક, જેમાં અનંતા અનંતા અનંત પ્રકારના ગુણોનું એકરૂપ તે આત્મા, એવા દ્રવ્ય સ્વભાવનો સન્મુખ થઈને અનુભવ થતાં એ અનુભૂતિથી તે મિથ્યાત્વ, અવત, કષાયભાવનો અભાવ છે, પણ અનુભૂતિ થતાં તે પર્યાયથી તો ભિન્ન છે અનુભૂતિથી, દ્રવ્યથી તો ભિન્ન છે, પણ અનુભૂતિથી ભિન્ન છે. પણ અનુભૂતિ થતાં તેટલા પ્રકારનો અવિરતિ ને યોગ પણ ક્ષય થઈ જાય છે. આહાહા! આવું સ્વરૂપ છે. સમજાય છે કાંઈ? જીવ દ્રવ્ય સ્વરૂપ ભગવાન આત્મા એ શુદ્ધ છે, પણ શુદ્ધ છે એ કોને? વસ્તુ તો શુદ્ધ છે, પણ કોને ? એ શુદ્ધનો અનુભવ થયો એને. સમજાય છે કાંઈ? આવી વાત છે અને અનુભવ થયો તેથી એ ચાર આસવો તેમાં નથી, અનુભૂતિથી ભિન્ન છે, પણ અનુભૂતિ થતાં તે પ્રકારના અવિરતિ અને તે પ્રકારનો યોગ પણ ત્યાં ક્ષયપણાને પામે છે. આહાહા! સમજાય છે કાંઈ?
આ કરવા જેવું આ છે, બાકી બધી દુનિયા માને ન માને, દુનિયા રાજી થાય ને રાજી થાય એ જગત એને કારણે, વસ્તુ આ છે. તેને છે જ નહિ પણ કહે છે, અનુભૂતિમાં છે નહિં કારણકે દ્રવ્ય સ્વભાવ જે ચૈતન્ય છે એની અનુભૂતિ થઈ એ તો શુદ્ધ થઈ. ત્રિકાળી જ્ઞાયકભાવ શુદ્ધ છે. ત્રિકાળ શુદ્ધ છે એ તો, પણ ત્રિકાળ શુદ્ધ છે એવું કોને ખ્યાલમાં આવે? જે શુદ્ધ સન્મુખ થઈને તેનો અનુભવ કરે તેને આ શુદ્ધ છે એમ ખ્યાલમાં આવ્યો. ઝીણી વાત છે ભાઈ ! શશીભાઈ ! અરે આ છોકરો કાલ ગયો ત્યાં આમ, મેં તો રોગી છે એમ સાંભળ્યું નહોતું એને રોગ થયો છે કાંઈ એ ય સાંભળ્યું નહોતું. જ્યાં સાંભળ્યું આમ એકદમ તો કહે એ તો ગુજરી ગયો. આહાહા ! આ નાશવાન દેહ જુઓ તો ૩૫ વર્ષની ઉંમર જુવાન, એક ક્ષણમાં દાકતરે કહ્યું કે સારું છે, હવે લઈ જાવ. આ કહે અમારે રાખવો છે અહીં, થોડો ઘણો પોપૈયો ખવરાવ્યો. ચા ને આમ આપે છે ત્યાં, આ નાશવાન ચીજ બાપા મોટું વૈરાગ્યનું કારણ છે. આહાહાહા !
આ પ્રભુ આત્મા પરથી ઉદાસ ત્રિકાળ છે અને મિથ્યાત્વ, અવ્રત, કષાય ને યોગથી પ્રભુ ત્રિકાળ ઉદાસ છે, એ તો સમ્યગ્દર્શન જ્ઞાન ને ચારિત્રનો જ્યાં અનુભવ થયો સ્વરૂપ આચરણ એથી એ ચીજ જ એમાં નથી આવતી. એનાથી તો ઉદાસ એનું આસન પડ્યું છે. આ શરણ વિના કોઈ શરણ છે નહિ ક્યાંય. ભગવાન આત્મા પરમાનંદ સ્વરૂપ એજ એક શરણ છે, મંગળિક છે અને ઉત્તમ છે. અહીંયા તો બે વાત કરવી છે કે મિથ્યાત્વ, અવત, કષાય ને યોગ જેમના લક્ષણ એટલે આસવો, પ્રત્યયો છે ને? એ બધાય જીવને નથી, જીવદ્રવ્યને નથી એમ સમુચ્ચય કહ્યું, પણ જીવને નથી, કારણ કે એ પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી,