________________
ગાથા
૫૦ થી ૫૫
૧૮૫
આત્માનો અનુભવ કરે ત્યારે ભેગો આવતો નથી, અત્યારે તો સમ્યગ્દર્શનની વાત છે માટે તે મિથ્યાત્વભાવ, ભાવ હોં, એ આત્માનો નથી. અનુભૂતિથી ભિન્ન રહે છે માટે. વિશેષ કહેશે. ( શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ )
=
પ્રવચન નં.૧૨૯ ગાથા - ૫૦ થી ૫૫ તા. ૬/૧૧/૭૮ સોમવાર કારતક સુદ-૬ ૫૦-૫૫ ( ગાથા ) છે ને ? અગિયાર બોલ ચાલ્યા છે.
મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, પ્રમાદને કષાયમાં નાખી દીધો, જેમનાં લક્ષણ છે એવા પ્રત્યયો-આસવો એ બધાય જીવને નથી. જીવ જ્ઞાયકસ્વરૂપ છે તેનો અનુભવ થતાં તે તેમાં નથી. ચૈતન્યસ્વરૂપ શાયક સ્વરૂપ છે તેનો અતીન્દ્રિય આનંદનો અનુભવ થતાં તે મિથ્યાત્વ આદિ ભાવો જીવમાં નથી. તે અનુભૂતિથી ભિન્ન છે. આહાહા !
એ મિથ્યાત્વ, અવિરતિ, કષાય જેમનાં લક્ષણ, જેમના એટલે કે એવા જે પ્રત્યયોઆસ્રવો તે બધાય જીવને નથી. ભગવાન તો આત્મા (શ્રોતાઃ- ત્રિકાળી દ્રવ્યમાં નથી– કે પર્યાયમાં નથી ? ) પર્યાયમાંય નથી એને અનુભૂતિના કાળમાં પર્યાયમાં પણ એ નથી. વસ્તુમાં તો નથી પણ વસ્તુમાં નથી એમ ક્યારે અનુભવ થાય ? આત્મદ્રવ્યમાં એ મિથ્યાત્વ, અવ્રત, કષાય નથી, એ તો શુદ્ધ ચૈતન્ય છે એમાં નથી પણ એમાં નથી એ ક્યારે થાય ? કે એ ચૈતન્ય જ્ઞાયકનો અનુભવ કરે, ત્યારે એને આમાં નથી એમ અનુભવ થાય. આવી વાત છે ભાઈ ! આવો માર્ગ વીતરાગનો.
ઉદાસ, ઉદાસ, ઉદાસ આત્મા. મિથ્યાત્વ, અવ્રત, કષાય ને યોગ એ આસ્રવો તે જીવમાં નથી. કેમ કે, છે, તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી એ તો પુદ્ગલદ્રવ્યના પરિણામ છે, આત્માના નહિ. જીવના પરિણામ તો એનો સ્વરૂપનો અનુભવ કરે એ અનુભૂતિ તે જીવના તે પરિણામ છે. આવી વાત છે. બીજી રીતે કહીએ તો એ મિથ્યાત્વ, અવ્રત, કષાય ને યોગ આત્માનું ક્ષાયિક સમ્યગ્દર્શન થતાં ક્ષાયિક સમ્યક્ થતાં અને મિથ્યાત્વ એને કષાયનો તો આસ્રવ છે જ નહિ, પણ તેટલા સંબંધીનો અવિરતિ ને યોગ પણ એને નથી, આવે છે ? આસ્રવ ! ( આસવ અધિકા૨ ૧૭૪ થી ૧૭૬ ગાથા ) આત્મા આનંદસ્વરૂપ એવું ક્ષાયિક સમ્યગ્દર્શન થયું ઉપશમને પણ એમ છે તેટલો કાળ, ક્ષયોપશમને માટે પણ તેટલો કાળ, પણ આ ક્ષાયિકને માટે તો જો૨ છે. આત્મા અખંડ આનંદ સ્વરૂપ એનો પર્યાયમાં અનુભવ થતાં, તેને એ આસ્રવો તો નથી, મિથ્યાત્વ આદિ અનુભૂતિમાં, પણ ખરેખર તો અનુભૂતિ થતાં, ક્ષાયિક સમકિત થતાં, તેને તે સંબંધી અવિરતિ અને યોગનો પણ ક્ષય થઈ જાય છે. સમજાય છે કાંઈ ? લીધું છે ને ? ( બાળ સ્ત્રી ) એને જેટલું જોડાણ કરે તો થાય પણ જોડાણ નથી કરતો. પ્રભુ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા, એનો અંત૨માં સમ્યગ્દર્શન સહિત એ અનુભૂતિ જે આચરણ થયું, દર્શન થયું, જ્ઞાન થયું ને આચરણ થયું અનુભૂતિ. તેથી તે અનુભૂતિમાં મિથ્યાત્વ, અવ્રત, કષાય ને યોગ, કષાયમાં પ્રમાદ ગયો ભેગો, પાંચ છે ને ? મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય ને યોગ પણ અહીં પ્રમાદને કાઢીને યોગ કષાયમાં નાખી દીધો.
એ ચા૨ દ્રવ્યમાં નથી, એ તો છે, પણ ક્યારે દ્રવ્યમાં નથી ? ઝીણી વાત છે ભાઈ ! એ વસ્તુ