________________
૧૮૪
સમયસાર સિદ્ધિ ભાગ-૩ આવો મારગ વીતરાગનો, ત્રણલોકના નાથ સીમંધરપ્રભુ મહાવિદેહમાં બિરાજે છે. એમણે કહેલું આ બધું છે. કુંદકુંદાચાર્ય ત્યાં ગયા'તા આઠ દિ' રહ્યા'તા. (ત્યાંથી) આવીને આ કહ્યું, પ્રભુનો આ સંદેશ છે, ત્રણ લોકના નાથ સીમંધર પરમાત્મા સીમ+ધર પોતાની મર્યાદામાં રહેનારા છે એ, અતીન્દ્રિય આનંદ આદિમાં રહેનારા પ્રભુ છે, રાગમાં આવતા નથી, જતાં નથી, એવા પરમાત્મા એમનો આ હુકમ છે, એમની આ આજ્ઞા છે. કે જેણે ભગવાન આત્મા ને એના ગુણોને અનુસરીને જે અનુભવ થાય તે જીવને રાગ અને દ્રષના અંશો પુદ્ગલના છે. કેમકે અનુભવમાં ભેગાં આવ્યા નહિ. શશીભાઈ ! આમ છે, શશી ચંદ્રની કળા ઉઘડી આ એમ કહે છે, એને પછી અંધકાર એનો ન હોય. ભગવાન છે. અરેરે ! એણે દરકાર કરી નથી અનંતકાળથી. જે કરવા જેવું છે એનું કર્યું નથી ને નહિ કરવા જેવા કરીને હેરાન થઈને મરી ગયો છે. એ આવ્યું'તું ને ઓલામાં કળશ-૨૮ કળશમાં આત્માને મરણતુલ્ય કરી નાખ્યો છે, મારી નાખ્યો છે, કહે છે મરણતુલ્ય કરી નાખ્યો છે. જાગતી જ્યોત અનંત ગુણના સત્તાના સ્વભાવનું સામર્થ્ય પ્રભુ પોતે એને આ રાગ કરું ને પુણ્ય કરું ને પાપ કરું ને આ કરું ને આ કરું તો મને એમ કર્તા થઈને ચૈતન્યજ્યોત જ્ઞાતાદેખાને મરણતુલ્ય કરી નાખ્યો છે.
(શ્રોતા – આપે તો ભિન્ન કરીને બતાવ્યો છે ને ?) ભગવાન છે ને પ્રભુ તું ભાઈ ! આ કાંઈ કોઈ પક્ષની વાત નથી આ, આ તો વસ્તુનું સ્વરૂપ જ છે ને પ્રભુ, જૈન ધર્મ કોઈ પક્ષ નથી એ તો વસ્તુ એવી છે જિનસ્વરૂપ જ પ્રભુ છે, એને અનુસરીને જે દશા થાય એ જિનસ્વરૂપી અનુભૂતિ છે. એ અનુભૂતિમાં રાગાદિ આવતો નથી, માટે તે પુદ્ગલનાં કહેવામાં આવ્યા છે, ભાષા તો સાદી છે પણ ભાવ તો કાંઈક (અલૌકિક છે). આહાહા! હું? અનુભૂતિથી ભિન્ન છે.
(અગિયારમો બોલ):–“જે યથાર્થ તત્વની અપ્રતિપત્તિરૂપ (અપ્રાસિરૂપ) મોહ છે આ મોહ લીધો હવે મિથ્યાત્વ, યથાર્થ તત્ત્વની અપ્રત્તિ, અપ્રાપ્તિ ભગવાન આત્માની પ્રાપ્તિ છે એની અપ્રાપ્તિ. શેમાં? મિથ્યાત્વભાવમાં, મિથ્યાશ્રદ્ધામાં સ્વરૂપની અપ્રાતિ છે, એવો જે મિથ્યાત્વભાવ. “જે યથાર્થ તત્ત્વની અપ્રતિપતિ અપ્રાપ્તિ મોહ, મિથ્યાત્વ તે બધોય જીવને નથી”. કેમ કે જીવના સ્વભાવમાં કોઈ મિથ્યાત્વ થવું એવી કોઈ શક્તિ નથી એ પર્યાયમાં ઉભું કરેલું પરને લક્ષે એવો જે મોહ એ જીવ(ના) દ્રવ્ય ગુણમાં નથી. કોને? કે જીવગુણની પર્યાયનો અનુભવ કરે તેને. આમ તો ધારી રાખે કે આ મારું નથી ને એવું તો અગિયાર અંગનું જ્ઞાન તો અનંત વાર થયું છે. આહાહાહા!
વાહઆ તત્ત્વ તો જુઓ. તે બધોય જીવને નથી, કારણકે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી, મિથ્યાત્વ છે તે પુગલદ્રવ્યના પરિણામ છે, કેમકે કોઈ આત્માનો(એવો) ગુણ નથી કે મિથ્યાત્વરૂપે થાય, એવો કોઈ ગુણ નથી. ખરેખર તો પુદ્ગલમાંય એવો કોઈ ગુણ નથી કે કર્મની અવસ્થારૂપ થાય. આ બેય પર્યાયમાં છે. ગજબ વાત છે પ્રભુનો મારગ તીર્થકર સર્વજ્ઞનો. ઓહો ! અલૌકિક મારગ છે. જિનેશ્વરદેવ અનંત તીર્થંકરો થઈ ગયા, વર્તમાનમાં બિરાજે છે, અનંત થશે એની બધાની કથની આ છે. “એક હોય ત્રણકાળમાં પરમાર્થનો પંથ” એ મિથ્યાત્વભાવ જીવના નથી. કેમકે પુગલદ્રવ્યનાં પરિણામમય હોવાથી એતો પુદગલની સાથે અભેદ છે, જીવની સાથે અભેદ નથી. આહાહા! અનુભૂતિથી ભિન્ન છે. મિથ્યાત્વનો ભાવ