________________
ગાથા – ૫૦ થી ૧૫
૧૮૩ ગણધર પણ જ્યારે સને રચે અને અસત્યનો નિષેધ કરે ત્યારે પણ અંશ તો આવે અંદર, છતાં એ અનુભૂતિની અપેક્ષાએ એ દ્રવ્યગુણમાં નથી, તેથી તેનો અનુભવ થતાં તેનામાં નથી. સમજાણું કાંઈ? તેમ વૈષની પુગલની પર્યાય એના દ્રવ્યગુણમાં કોઈ એવો ગુણ નથી, કે વૈષરૂપી પરિણામ થાય પુદ્ગલમાં પણ અહીં જેમ પર્યાયમાં વિકૃત થાય છે તેમ એની પર્યાયમાં કર્મની પર્યાય એ વિકૃત થાય છે. પર્યાયનો એ સ્વભાવ છે. કોઈ દ્રવ્યગુણનો નથી. હવે આવું બધું ક્યારે યાદ રાખવું અને આખો દિધંધા ને પાણી પાપના. આહાહા ! કાપડના ધંધાવાળા કાપડ ફેરવે આમ ને આમ ને આમ એકલા પાપના પોટલા સંકેલે ને પહોળા કરે ને ફલાણું ને ઢીંકણુ આ સાતમ આઠમ હોય ને? રાજી રાજી થતા હોય, પાપ છે એકલું. આહાહા ! આંહી તો પ્રભુ એમ કહે છે કે એ પાપ છે ખરું, પણ જે પોતાના માને છે એમાં એને એનાં છે, પણ જે અનુભવ કરીને પરના માને એ એનાં નથી. આવી વાતું છે. આવો જૈન ધર્મ હશે? અત્યાર સુધી તો ભાઈ અમે દયા પાળવી વ્રત કરવા ભક્તિ પૂજા, આ બધા ચાકળા હસમુખભાઈના હશે? હું? એના છે ને? આ ચાકળા આટલા બધા ક્યાંથી આવી ગયા કીધું? આ વચનામૃતના ચાકળા છે. આહાહા !
અમૃતસાગર ભગવાન આત્મા જેનું કદી મૃત્યુ નથી એટલે જીવતી જ્યોત છે. જેની ચૈતન્યધાતુ, જેમાં પરિણતિ નથી, એવી ચૈતન્યધાતુ છે. એવા ચૈતન્યધાતુનો અનુભવ કરતા બહારથી બધા તરફથી ખસીને એ ચૈતન્ય, ચૈતન્ય-ચૈતન્યધાતુ ચૈતન્ય જેણે ધારી રાખ્યું છે. ચૈતન્ય સ્વભાવ જેણે ધારી રાખ્યો છે, એવા ચૈતન્યના અનુભવમાં, અનુભૂતિથી તે પુદ્ગલનાં વૈષનાં પરિણામ તે ભિન્ન છે, એને ભિન્ન છે. જે માને મારા એનાથી એ ભિન્ન નથી. સમજાણું કાંઈ ? મારા કરીને માને છે ને મને એનાથી લાભ થાય, એમ માનનારને પુદ્ગલનાં પરિણામ નથી, એ એના છે, પર્યાયમાં એના મિથ્યાષ્ટિનાં. આહાહા ! સમજાણું કાંઈ?
આવો ઉપદેશ હવે. એય હિંમતભાઈ ! અરે ભાઈ ચોર્યાસીના અવતાર કરી કરીને ઠડ નીકળી ગયો સાંભળ્યું નથી એણે. આ બધા અબજોપતિ ને કરોડોપતિ બધા દુ:ખી બિચારા છે. ભિખારા છે ભિખારા માગે છે. આ દયો, આ લાવો ને આ લાવો અનંત અનંત આનંદગુણનો ઘણી પ્રભુ એની માગણી નથી એને. જેમાં અનંતી લક્ષ્મી પડી છે પ્રભુમાં, આ તો ભિખારા મને તો બે કરોડ મળે ને પાંચ કરોડ મળે ને ધૂળ કરોડ મળે, રાજી રાજી પૈસા પેદા કરતાં હોય એમાં વધી જાય દસ લાખમાં વીસ લાખ મળી જાય છે તો કહે લાપસી કરો આજ. શેના? મિથ્યાત્વના આંધણ છે ત્યાં.
આંહી પ્રભુ એમ કહે છે, પ્રભુ કહે સંતો કહે એ બધી એક જ વાત છે ને? અપ્રીતિરૂપ દ્વેષ પરિણામ પ્રભુ જે દ્રવ્ય ને ગુણનો અનુભવ કરે એના એ નથી નટુભાઈ. આહાહા! સમજાણું કાંઈ આ? આવી વાતું છે. પ્રભુ ચૈતન્ય દ્રવ્ય અને એનાં અનંતા ગુણોની ભિન્નતા અનેક પ્રકારની ચમત્કારિક ચીજ, એની સન્મુખ થઈને અનુભવે, રાગ નેનિમિત્તથી વિમુખ થઈને, એની અનુભૂતિની અપેક્ષાએ એ પુગલ પરિણામ જડનાં છે. એમ ભિન્નતા (થતા) અનુભવમાં ભેગા આવ્યા નહિ, સમજાણું કાંઈ ? અનુભવમાં તો અનંતા ગુણની નિર્મળ પર્યાય આવી, સમ્યગ્દર્શનમાં અનંતા ગુણની નિર્મળ પર્યાય પ્રગટ થઈ પણ એ રાગ પ્રગટ થયો નહિ એમાં. આહાહાહા !