________________
૧૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૩ ત્યાં આવે પણ છે ભિન્ન એમ આ છદ્મસ્થ છે ને રાગી છે ને, રાગ છે ને એની દશામાં એમ તેથી કહ્યું કે, જ્યાં સુધી રાગ છે, ત્યાં સુધી એને અભેદ–દષ્ટિ કરાવે છે.
આવ્યું છે ને સાતમી ગાથામાં- સાતમી ગાથામાં પરદ્રવ્યને દેખવું એને લઈને રાગ નથી. પણ રાગી પ્રાણી છે માટે ભેદથી રાગ થાય છે. આત્મા દર્શનજ્ઞાનમય ચારિત્રમય છે એમ ભેદ કરે તો રાગી છે માટે રાગ થાય છે. ભેદ કરવો એ રાગનું કારણ નથી, ભેદ તો જ્ઞાની સર્વજ્ઞ બધું જાણે છે. પણ આ આનંદ છે, જ્ઞાન છે એમ ભેદ કરવો એ રાગી પ્રાણી છે માટે એને રાગ થાય છે. ભેદ કરતાં રાગી છે માટે રાગ થાય છે. ભેદ કરતાં રાગ થાય તો તો સર્વજ્ઞ પણ ભેદને અને બધાને જાણે છે. સમજાણું કાંઈ ? આહાહા ! આવી વાત છે. ભેદ, નીચે છદ્મસ્થ છે એ ભેદ કરવા જાય છે, કે આ દર્શન ને જ્ઞાનને ચારિત્ર તો રાગી છે માટે એને રાગ થાય છે, માટે તેને જ્યાં સુધી અભેદપણું પૂર્ણ ન થાય, ત્યાં સુધી ભેદનો નિષેધ કર્યો છે. આવી વાતું છે. આહાહા! ઝીણી વાત બાપુ. મારગડા એવા ઝીણા છે. આહાહાહા !
અપ્રીતિરૂપ વૈષ છે તે બધોય જીવને નથી” ત્યારે દ્વેષ જડને છે? હા, કઈ અપેક્ષાએ? કે એના અનંતગુણમાં કોઈ દ્વેષપણે થાય એવો કોઈ ગુણ નથી, એથી તે દ્રષનાં પરિણામ તેમાં રહેતા નથી, એના હોય તો કાયમ રહે, એના નથી માટે તે પુગલદ્રવ્યના પરિણામમય છે, કોને? એ દૈષનો અંશ, અપ્રીતિરૂપ દ્વેષ તે જીવને નથી, કોને? કે અનુભૂતિ કરે એને. છે? કારણકે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી એકકોર એમ કહે કે પુણ્ય ને પાપ ને મિથ્યાત્વ એ જીવનાં પરિણામ છે. એક બાજુ એમ કહે કે દ્વેષ આદિનાં પરિણામ એ પુદ્ગલ પરિણામ, એ કઈ અપેક્ષાએ, ઓલા જીવના પરિણામ છે તો એ એની જીવની પર્યાયમાં થાય છે, પરને લઈને નહિ, પરમાં નહિ એટલું જણાવવા (કહ્યું). હવે જ્યારે અહીંયા આત્માના અનુભવને જણાવવો છે, આત્માના દ્રવ્યગુણની શુદ્ધતાને જણાવવું છે ત્યારે એ શુદ્ધતાના આશ્રયે જે અનુભૂતિ થાય તેનાથી તે દ્વેષના પરિણામ ભિન્ન છે, માટે તેને પુગલ પરિણામ કહેવામાં આવ્યા છે. આહાહાહા !
એક બાજુ એમ કહેવાય કે, સમ્યગ્દષ્ટિને, જ્ઞાનીને, ગણધર પણ છે એને જેટલે અંશે રાગ આવે છે, એટલે અંશે પરિણમન એનું છે, અને એનો એ કર્તા છે. કર્તા એટલે? કરવા લાયક એમ નહિ, પરિણમે છે તેટલો કર્તા છે અને જેટલો પરિણમે છે એટલો એ ભોક્તા છે. આવી વાણી વીતરાગની. એક બાજુ કહે કે એ પુગલનાં પરિણામ છે અને એક બાજુ કહે કે ગણધર જેવા ચાર જ્ઞાનના ઘણી, ચૌદ પૂર્વ અને ચાર જ્ઞાન અંતર્મુહૂર્તમાં જેને પ્રગટ થાય છે એને પણ એ રાગના પરિણામ, એ પરિણમન એનું છે, એ કર્તા એનો છે, એ પુગલના નહિ. નયમાં આવ્યું ને? ભોક્તા છે પણ એટલો દુઃખી કહો તો દુઃખ છે. આ ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદને અનુભવે છે એની સાથે જરી રાગ થાય છે તેના દુઃખને પણ અનુભવે છે. આંહી કહે કે પુગલના પરિણામ છે એનો અનુભવ જીવને હોય? બાપુ કઈ અપેક્ષા છે? એ પુદ્ગલના પરિણામ અનુભૂતિથી ભિન્ન, જેમ દ્રવ્યસ્વભાવ અને ગુણમાં કાંઈ નથી. તેમ તેનો અનુભવ કરવાથી પણ તે રાગ ને દ્વેષ તેનામાં નથી. કેટલી અપેક્ષાઓ પડે, જ્ઞાનની ગંભીરતા છે પ્રભુ એ તો જ્ઞાનની ગહનતા છે એ, એ આંહી કહે છે.