________________
ગાથા – ૫૦ થી ૧૫
૧૮૧ ને બધું એકલું પાપ, એમાં પણ કહે છે કે કોઈ વખતે શુભભાવ આવે, દયા, દાન, વ્રત, આદિનો પણ એ પ્રીતિરૂપ રાગ તો પુલ પરિણામ, પ્રભુ તારી જાત નહિ, તારી જાત હોય તો જુદી પડે નહિ જુદી પડે તે તારી નહિ, ને તારી હોય તે જુદી પડે નહિ. એ રાગના પરિણામ જો તારા હોય તો જુદા પડે નહિ, એના જ્ઞાન દર્શન આનંદના પરિણામ એ જુદા ન પડે, કારણકે એ તો એના ગુણની પરિણતિ છે. શું કહ્યું છે? જે આત્માના ગુણ છે જ્ઞાન દર્શન આદિ અનંત એનાં જે પરિણામ છે એ કોઈ જુદા ન પડે એ તો અભેદ છે અને રાગાદિ પરિણામ તે જુદા પડી જાય છે, સિદ્ધમાં રહેતા નથી. કેવળજ્ઞાનમાં રહેતા નથી, અરે અનુભૂતિમાં રહેતા નથી, આંહી તો એમ કહે છે. સમજાણું કાંઈ? આહાહાહા !
ભગવાન આત્મા આઠ વર્ષની બાલિકા પણ જ્યારે અનુભવ કરે. આત્મા છે ને? આ તો હાડકા છે એ ક્યાં આત્મા, આ તો જડ છે. આત્મા જે અંદર છે, અનંત અનંત ગુણનો ચમત્કારિક પદાર્થ એના સ્વરૂપના આશ્રયે જ્યાં જાય છે અંદર, ત્યારે એને અનુભૂતિ થાય છે, એ અનુભૂતિથી બાળક કે આઠ વર્ષની બાળકી હોય, એ અંદર જાણે છે કે આ મારી અનુભૂતિથી રાગ ભિન્ન છે એટલું સમ્યગ્દર્શન ને અનુભૂતિનું માહાભ્ય છે. આહાહા ! સમજાણું કાંઈ?
એ અનુભૂતિથી ભિન્ન છે, પર્યાયથી ભિન્ન છે એમ કીધું, દ્રવ્ય ગુણથી ભિન્ન એમ ન કીધું. શું કીધું ઈ ? જે રાગ છે એ અનુભૂતિથી ભિન્ન છે. કારણકે દ્રવ્યગુણથી ભિન્ન છે, પણ દ્રવ્યગુણથી ભિન્ન છે એવું ભાન થયા વિના દ્રવ્યગુણથી ભિન્ન એને ક્યાં ખબર છે? સમજાય છે કાંઈ? ભગવાન આત્મા નિજ સ્વરૂપમાં વાસ કરે છે, ત્યારે તેને અનુભૂતિ થાય છે. રાગમાં વાસ કરે છે ત્યારે તેને મિથ્યાત્વ ને ભ્રમણા ઉત્પન્ન થાય છે. અહીંયા એમ કહે છે, કે એ અનુભૂતિથી ભિન્ન છે. દ્રવ્ય ગુણથી ભિન્ન છે એમ ન કહ્યું. દ્રવ્ય એટલે વસ્તુને એના અનંતગુણો છે એનાથી ભિન્ન ન કીધું કેમ? છે તો એનાથી ભિન્ન પણ એનું ભાન થયા વિના ભિન્ન છે એમ જાણ્યું કોણે? લોજીકથી વાત સમજવી પડશે ને એને, ન્યાયથી. આહાહા ! સમજાણું કાંઈ? ભિન્ન છે એ નવ થયો નવ.
હવે દશમો બોલ “જે અપ્રીતિરૂપ વૈષ છે તે બધોય જીવને નથી” અંદરમાં જે અણગમો ઉત્પન્ન થાય વીંછી કરડે, સર્પ કરડે, નિંદા થાય, લોકો એને પસંદ ન કરે, માન ન આપે, ત્યારે એને અપ્રીતિ એટલે અંદર વૈષનો અંશ આવે, એ અપ્રીતિ છે એ, અપ્રીતિરૂપ દ્વેષ છે, છે? છે. આંહી તો સત્ય વસ્તુ છે, છમસ્થ છે, સત્ય આ છે એમ સ્થાપે ત્યાં પણ રાગનો અંશ આવે છે, એમ કહે છે, પણ એ અનુભૂતિથી ભિન્ન છે. આ નથી આ ખોટું છે, છદ્મસ્થને હોં, કેવળીને તો કાંઈ નહિ, તો ત્યાં પણ એને દ્વેષનો એટલો અંશ આવે છે.
(શ્રોતા:- બીજા ધર્મો ખોટા છે એમ કહેવું એ દ્રષ છે.) હું? એ અંદરમાં રાગી છે, છાસ્થ છે એમ કીધું માટે તેને એટલો અંશ આવે છે, છતાં એ વસ્તુથી ભિન્ન છે. કેવળીને તો વીતરાગતા છે, એને તો દિવ્યધ્વનિમાં ગમે તે આવે એ તો સ્વતંત્ર છે. પણ છદ્મસ્થ છે, કર્તાકર્મમાં આવે છે ભાઈ ! છેલ્લો અધિકાર જયચંદ પંડિતે ભાવાર્થ લખ્યો છે, એમાં આવે છે આ “કે જ્ઞાનીને પણ સત્યનો જે રાગ હુજી રાગ છે ને?” સત્યનું સ્થાપન કરતાં પણ તેને રાગનો અંશ આવે છે, છતાંય એ રાગનો અંશ અનુભૂતિથી ભિન્ન છે. એટલે જ્ઞાનીને પણ જ્ઞાનના અનુભવથી રાગ