________________
૧૮૦
સમયસાર સિદ્ધિ ભાગ-૩ આંહી તો રાગ થાય છે, કહે છે એને પોતાનો માને તો એ મિથ્યાર્દષ્ટિ એ મરીને તિર્યંચમાં કેનિગોદમાં જશે. તેથી એ પુદ્ગલમય પરિણામ હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. આત્મ દ્રવ્યથી ભિન્ન છે એમ ન કહ્યું, આત્મદ્રવ્યથી ભિન્ન છે પણ એ ભિન્નનું ભાન ક્યારે થાય ? કે એ અનુભૂતિ કરે ત્યારે આત્મા આનંદનો નાથ પ્રભુ છે, એનું સમ્યગ્દર્શન કરે, એનું સમ્યક્ અનુભવ કરે, ત્યારે તે દ્રવ્યમાં નથી, એમ અનુભૂતિમાં નથી, ત્યારે એને ખ્યાલ આવે. આહાહા ! આવી વાતું છે.
વીતરાગનો માર્ગ, સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ ૫૨મેશ્વર એનો પંથ કોઈ દુનિયાથી નિરાળો છે એટલે કે તારો પંથ, તારો મોક્ષનો પંથ જ કોઈ અલૌકિક છે. હજી તો બહારના શરીરનો પ્રેમ, સ્ત્રી, કુટુંબ, ધંધાના પ્રેમ એ તો મહાપાપ. શરીરની સુંદરતાને દેખીને વિસ્મય લાગે, એ પણ મહાપાપ. આ તો જડની પર્યાય છે માટી હાડકાં એમ રાગની પર્યાય પણ આંહી તો પુદ્ગલ પરિણામમય કીધી છે. આ પર્યાય થવામાં તો એનામાં ગુણ છે, આ પર્યાય થવામાં પ્રદેશત્વ નામનો ગુણ આવૃત્તિ થવામાં છે પુદ્ગલમાં, પણ કર્મની પર્યાય થવામાં કોઈ ગુણ નથી છતાં તે પર્યાયમાં વિકૃતરૂપી કર્મની અવસ્થા થાય, હવે આંહી તો કર્મની અવસ્થામાં પણ આપણે તો આંહી રાગની અવસ્થા સિદ્ધ કરવી છે, તો કર્મના ૫૨માણુ છે એમાં કોઈ ગુણ એવો નથી કે રાગરૂપે થાય, છતાં એ પર્યાયમાં રાગરૂપે થવાનો પુદ્ગલનો પર્યાયનો સ્વભાવ છે. આહાહા ! આવી વાતું છે.
એ અનુભૂતિથી ભિન્ન છે, ભગવાન આત્મા અનંત અનંત ગુણની ચમત્કારિક ચીજ જે છે, એનો અનુભવ એને અનુસરીને નિર્મળ પર્યાયનું થવું, ભગવાન આત્માને અનુસરીને સમ્યગ્દર્શનની પર્યાયનું થવું, એને અનુસરીને સ્વરૂપના આચરણરૂપ સ્થિરતા થવી, એ ત્રણેયને અહીંયા અનુભૂતિ કહે છે. અનુભૂતિ જેને થઈ, એને મોક્ષનો સુખનો પંથ આવ્યો. સુખના પંથે દો૨ાણો એ. સમજાણું કાંઈ ? એ સિવાય તો દુઃખના પંથે દોરાયેલા છે જગતો. આહાહા !
રાગ ને પુણ્ય પાપના ભાવને ૭૭ ગાથામાં તો એમે ય કહ્યું, પ્રવચનસાર, કાલ વળી એક આવ્યો’તોને શુભભાવ-શુભભાવ હવે સાંભળને હવે કીધું, આ પાપના ભાવ છે બાયડી છોકરા કુટુંબ ધંધાના એ બધા અશુભભાવ એ શુભ અને અશુભ બેયમાં ફેર માને જરીયે, શુભ અને અશુભમાં બેયમાં વિશેષતા માને, એકરૂપ છે એમ ન માને અને વિશેષ ફેર છે એમ માને, પ્રવચનસાર ૭૭ ગાથા ભગવાન કુંદકુંદાચાર્ય કહે છે, હિડંતિ ઘોર સંસા૨ મોહ સછન્નનો મોહ સછન્નો એટલે ? એ મિથ્યાત્વથી ઢંકાઈ ગયેલો આત્મા, ઘોર સંસા૨માં ૨ખડશે, હિડંતિ. ભાઈ મારગ વીતરાગનો છે આ ૭૭ ગાથામાં એને કહ્યું'તું કાલે આવ્યો'તો ને એક દાઢીવાળો, એ બધા માળા... એને કાંઈ ખાવું હશે મને કહે ગોચરી કરું કાંઈ ખવરાવશો ? મેં કીધું મારું કામ છે ? અહીંયા તો આ ઉપદેશનું છે એ સિવાય બાકી દુનિયામાં તમારું શું થાય એનું આંહી અમારે શું કામ છે. એને એમ કે કાંઈ કહે ભલામણ કરે. અહીંયા એ વાત ક્યાં. આંહી તો હજા૨ો માણસ આવે છે ઘણી જાતના. આહાહા !
આંહી તો કહે છે કે સંસારના જેટલાં કામ છે એ બધા પાપમય છે. સવા૨થી ઉઠીને ન્હાવું ને ધોવું, ખાવું ને ચ્હા પીવી ને ભેગા બધા બેસારીને રાજી રાજી આજ આ ખાધું ને આ પીધું