________________
ગાથા
૫૦ થી ૫૫
૧૭૯
છે એ, પણ મને એનાથી લાભ થશે એવો જે મિથ્યાત્વનો મહાતીવ્ર પાપ, એ પાપના પોષણમાં જે રાગનું પુણ્ય છે એ તો પાપાનુબંધી પુણ્ય છે. હીરાભાઈ નથી આવ્યા ? નથી આવ્યા. સમજાણું કાંઈ ?
“પ્રીતિરૂપ રાગ છે” પ્રીતિરૂપ રાગ છે, છે તે બધોય જીવને નથી. અસંખ્ય પ્રકારના રાગ છે. રાગના ઘણાં પ્રકા૨ છે, કોઈ ગુણ ગુણી ભેદનો રાગ, કોઈ દેવગુરુશાસ્ત્રની ભક્તિનો રાગ, કોઈ દયાનો રાગ, કોઈ સત્ય બોલવાનો રાગ, કોઈ શરીરથી બ્રહ્મચર્ય પાળવાનો રાગ, એવા રાગના ઘણાં પ્રકાર છે. એ બધોય જીવને નથી, જેટલા પ્રકાર રાગના અસંખ્ય હો એ બધોય ભગવાન આત્મામાં નથી. કારણકે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી એ તો પુદ્ગલદ્રવ્યની પર્યાય છે કહે છે. આહાહાહા!
પાછું એવું ય લીધું છે એક ઠેકાણે, કે કર્મની પર્યાય થાય છે એ કોઈ ગુણ નથી તે ત્યાં થાય છે, પર્યાયમાં થાય છે એમ લખ્યું છે ચિદ્વિલાસમાં. રાગ જે થાય છે એ પુદ્ગલકર્મની પર્યાય થાય છે, કર્મની પર્યાય, કર્મની પર્યાય થાય છે. એ કોઈ પુદ્ગલમાં ગુણ નથી કે જેથી કરીને ( એ ) પર્યાય થાય પર્યાય સ્વતંત્ર થાય છે. આરે આવી વાતું હવે. આહાહાહા !
અહીંયા કહે છે, એ પુદ્ગલદ્રવ્ય એટલે જડ પદાર્થ છે તેનો ગુણ છે, વિકાર થવાને લાયક એમાં વિકા૨ પરિણામ ( પોતાથી ) થાય છે. અહીંયા તો ગુણ નથી એને એમ સિદ્ધ કરવું છે પાછું. શું કીધું ઇ સમજાણું ? કર્મની પર્યાયમાં જે રાગ થાય છે, તો એ દ્રવ્યમાં કોઈ એવો ગુણ નથી કે કર્મની પર્યાયરૂપે થાય. પર્યાયનો જ એવો સ્વભાવ છે એનો. પંડિતજી ! ઝીણી વાત છે ભાઈ. જેમ આત્મદ્રવ્યમાં કોઈ એવો ગુણ નથી કે વિકાર થાય, એમ પુદ્ગલમાં કોઈ ગુણ નથી કે કર્મરૂપી પર્યાય થાય. ઝીણી વાત છે બાપુ.
આ કાંઈ મારગ અને આ સમજ્યા વિના મરી જવાના છે ૮૪ ના અવતા૨માં ગોથા ખાઈને ઢો૨માં. એક તો વાણીયા નવરા નથી ધંધા આડે પાપના આખો દિ’ ધંધા બાવીશ કલાક બાયડી ને છોકરા એકલું પાપ, ધર્મ તો નથી પણ પુણ્યય નથી ત્યાં તો. આંહી તો કહે છે કે પુણ્યના પરિણામ કદાચિત્ થયા શુભરાગ, તો એ પુદ્ગલ પરિણામમય છે, પુદ્ગલનાં પરિણામ છે. આંહી તો એમ સિદ્ધ કરવું છે કે પુદ્ગલ છે એ દ્રવ્ય છે, એના ગુણ છે તો એ ગુણમાં પુદ્ગલનો કોઈ ગુણ નથી કે કર્મરૂપી પર્યાય થાય. પર્યાયનો જ એવો સ્વભાવ છે તે કર્મરૂપે થાય છે. ભાઈ ! એય વજુભાઈ ! શું સમજાણું ? આ પર્યાયની અવસ્થા છે. જેમ ભગવાન આત્મામાં કોઈ ગુણ એવો નથી કે રાગ થાય, વિકૃત થાય, એવો કોઈ ગુણ નથી, પર્યાયમાં થાય છે. એમ પુદ્ગલમાં કોઈ એવો ગુણ નથી કે કર્મરૂપી પર્યાય થાય, પર્યાય કોઈ ગુણની હોય ને ? ના એ તો કર્મની પર્યાય પર્યાયમાં પર્યાયથી થાય છે. એમ આંહી પુદ્ગલ પરિણામમય રાગને કહ્યા, તો પુદ્ગલમાં કોઈ એવો ગુણ નથી કે રાગની પર્યાય થાય. પણ રાગની પર્યાય પુદ્ગલની પર્યાયમાં સ્વતંત્ર થાય છે, તેથી તેને પુદ્ગલ પરિણામમય કહેવામાં આવ્યા છે. આવી વાત છે. કહો હસમુખભાઈ ! આ તો નિવૃત્તિ લઈને બરોબર અભ્યાસ કરે તો બેસે એવું છે, બાકી તો ધંધા આદિની મજૂરીયું કરીને મરી ગયા બધાં ભવ હારીને ક્યાંક ઢો૨માં હાલ્યા જશે કેટલાક તો, પશુ થાશે ઘણાં. આહાહાહા ! અરેરે !