SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ પ્રવચન ન. ૧૩ર ગાથા - ૫૬-૫૭ તા. ૧૦/૧૧/૭૮ શુક્રવાર કારતક સુદ ૧૧ પ૬ ગાથા. એ તો ગુણસ્થાન પર્યંતના ભાવો ગોમ્મદસાર ગ્રંથમાંથી જોઈ લેવું. હવે શિષ્ય પૂછે છે કે જો આ વર્ણાદિક ભાવો જીવના નથી. જુઓ અહીં જડની પર્યાયથી માંડયુ છે હોં, જડની પર્યાય, ચેતનની પર્યાય ને ભેદ ત્રણ એ જીવનાં નથી. તો અન્ય સિદ્ધાંતગ્રંથોમાં તે જીવના છે એમ કેમ કહ્યું છે તેનો ઉત્તર ગાથામાં કહે છે. ववहारेण दु एदे जीवस्स हवंति वण्णमादीया। गुणठाणंता भावा ण दु केई णिच्छयणयस्स।।५६ ।। વર્ણાદિ ગુણસ્થાનાંત ભાવો જીવના વ્યવહારથી, પણ કોઈ એ ભાવો નથી આત્મા તણા નિશ્ચય થકી. પ૬. ટીકાઃ- અહીં વ્યવહારનય પર્યાયાશ્રિત હોવાથી, જડની પર્યાય વર્ણ ગંધ રસ સ્પર્શ એને પણ અહીંથી રહિત, એ તો છે રહિત પણ એની પર્યાયમાં જે ગુણસ્થાન આદિના ભેદ પડે એ પણ પર્યાયનયનો વિષય છે. છે, પર્યાયાશ્રિત એ છે. અને એમાં લબ્ધિસ્થાનાદિના ભેદો, એ ભેદ છે. એટલે જડની પર્યાય પોતાની વિકારી આદિની અથવા ગુણસ્થાન આદિની પર્યાય અને લબ્ધિસ્થાન આદિના ભેદની પર્યાય ભેદ એ ત્રણેય પર્યાયાશ્રિત હોવાથી એમ કહે છે, એ ત્રણેય પર્યાયાશ્રિત છે. આહાહા ! શું કહ્યું સમજાણું? વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-સંહનન-સંસ્થાન જડની પર્યાય પછી આત્માની પર્યાયમાં થતાં ગુણસ્થાન, જીવસ્થાન આદિ અને આત્મામાં લબ્ધિસ્થાન, ચારિત્રમોહની પ્રકૃત્તિની નિવૃત્તિરૂપ એ ભેદ છે, વિકાર નથી. છે ભેદ-ભેદ, વિકારી આદિ ભેદ અને નિમિત્ત પર્યાય, ત્રણેય પર્યાયાશ્રિત હોવાથી એમ કીધું અહીંયા તો. (શ્રોતા-પર્યાયાશ્રિતનો અર્થ શું?) પર્યાય કીધું ને ઈ ઓલી જડની પર્યાય પણ પર્યાયાશ્રિત, ગુણસ્થાન પણ પર્યાયાશ્રિત છે, અને ભેદ પડે છે જે એ પણ પર્યાયાશ્રિત, એથી તો ત્રણ લીધું. તેથી આવી ગયું ને એ? આ તો કહે છે ને કે નિશ્ચયનય સિદ્ધને હોય, તો આંહી તો કહે છે સ્વરૂપના આશ્રયે જે નિશ્ચય અનુભૂતિ કરે છે તો નિશ્ચયમાં એ નથી. અંદર ભગવાન આત્મા ચૈતન્ય જ્ઞાયક, જ્ઞાયક કેમ કહ્યો? આમ તો એ પારિણામિક ભાવ છે એ, પણ પારિણામિક ભાવ તો પરમાણુમાંય છે, ધર્માસ્તિકાયમાંય છે, એનાથી જુદું પાડવા જ્ઞાયક, જ્ઞાયક પારિણામિકભાવ એમ, જે ત્રિકાળી જ્ઞાયક, ધ્રુવજ્ઞાયકભાવ એનો એને આશ્રયે અનુભવ કરતાં એ અનુભૂતિમાં એ ભેદ પર્યાય જીવની અને જડની એ ત્રણેય એમાં નથી આવતા. આહાહા ! આવી વાત છે. આવું હવે ક્યાં વિચારવા બહુ ઝીણી વાત છે. એ ચૈતન્ય શાકભાવ એની સન્મુખતાથી અનુભવ કરતાં એ નિશ્ચય થયો એ તો, ત્યારે ઓલા કહે કે નિશ્ચય સિદ્ધને હોય નીચે વ્યવહાર હોય (શ્રોતા- શ્રુતજ્ઞાન ક્યાં છે તે નય હોય) આટલો બધો ફેર અને તે પુસ્તકને સ્થાનકવાસીએ વખાણ્યું, આ વિધાનંદજી તરફથી છપાણું સમયસાર, એમ મારા પર લેખ આવ્યો છે. આવા. બળભદ્ર છપાવ્યું છે ને વિધાનંદજીનું નામ છે વિધાનંદજીનું, એમ કે આ પુસ્તકને સ્થાનકવાસીએ વખાણું, તેરાપંથીએ વખાણું, શ્વેતાંબરે, દિગંબરે વખાણું, હવે તમે શું કહો છો ? હવે શું કહીએ
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy