________________
છે
કે,
ગાથા – ૫૬
૨૧૫ તારી (વાત) તદ્દન વિરૂદ્ધ તત્ત્વ છે – એ નિશ્ચયનય સિદ્ધને હોય એમ કહ્યું છે, વ્યવહારનય સાધકને હોય એમ કહ્યું, સાધકને વ્યવહાર જ હોય બસ, કહો હવે આવો મોટો ઉગમણો આથમણો ફેર.
આંહી તો કહે છે કે નિશ્ચયનય, એમ નિશ્ચયનય છે કે, પાઠ છે ને જુઓ ને. આવ્યો ને, વ્યવહારેણ વર્ણમાદીયા ગુણઠાણંતા ભાવા ન દુઈ નિશ્ચયનયમ્સ” પ૬ ગાથા તો કોને? સિદ્ધને? કારણ કે પાછો વ્યવહાર પર્યાયમાં છે એ તો જ્ઞાનીનેય છે. હેં? વ્યવહાર છે એ જાણવા લાયક છે અને નિશ્ચય છે એ આદરવા લાયક છે. આમ સ્યાદવાદ વચન ભગવાનનું ત્રિકાળી શાકભાવ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ ! પરમ પરિણામિક ભાવ ! એવું નિજ દ્રવ્ય, નિજ દ્રવ્ય કીધું ને
ત્યાં ૩૨૦ માં પરમપારિણામિકભાવ લક્ષણ એવું નિજ પરમાત્મ દ્રવ્ય તે હું છું. સકળ નિરાવરણ, ભગવાન દ્રવ્ય સ્વભાવ. ઝીણી વાત બહુ બાપુ જગતને, સકળ નિરાવરણ દ્રવ્ય જ્ઞાયકભાવ એ અખંડ એક અવિનાશી, અવિનશ્વર પ્રત્યક્ષ પ્રતિભાસમય શુદ્ધપારિણામિક પરમભાવ લક્ષણ એવું જે નિજ પરમાત્મદ્રવ્ય તે હું છું. એમ ધર્મી પોતાના આત્માને આમ ભાવે છે. આહાહાહા !
પર્યાયમાં વિકસીત ખંડ ખંડ નિર્મળ પર્યાય થઈ છે, પણ તે ખંડ ખંડ છે. તો નિર્મળ પર્યાયને પણ અહીં ભેદમાં નાખી દીધી છે, લબ્ધિસ્થાનઆદિ. જેને આત્મા વસ્તુ સ્વરૂપ એકલું પરમાનંદ પ્રભુ, એવી દષ્ટિ કરીને જ્યાં અનુભવ કરે તો એ અનુભૂતિ તે નિશ્ચયને આશ્રયે થઈ છે. હું? તો નીચે ચોથેથી નિશ્ચય છે. હવે પ્રભુ શું કરે, હવે આવા સમયસાર છાપે ને બધા સંપ્રદાયને ઠીક પડે. (શ્રોતા-નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની) એ તો વળી એમ કહે, નિશ્ચયનયાશ્રિત આગળ જતાં, પણ આંહી તો આ સ્વાશ્રયે નિશ્ચય. અહીંયા સિદ્ધ શું કરવું છે? માટે નિશ્ચયનય પ૬ માં પાઠ લીધો છે, તો નિશ્ચયનય કઈ ? કે જે ત્રિકાળી શાકભાવને અવલંબીને અનુભવ કરે, તે નિશ્ચયનય છે. આંહી તો ચોથેથી નિશ્ચય શરૂ થાય છે. અને આગળ આવે છે ને ઓલામાં સ્વ-આશ્રિત નિશ્ચય, પરાશ્રિત વ્યવહાર, તો સ્વાશ્રયે નિશ્ચય સિદ્ધને છે? અરે પ્રભુ તને હજી એની વસ્તુની સ્વરૂપની સ્થિતિ છે તેનું જ્ઞાનેય જૂઠું. આહાહાહા!
ભગવાન આત્મા, આંહી તો પર્યાયને અને નિશ્ચયનયને બેને સિદ્ધ કરી છે પ૬ માં. નિશ્ચયનયથી એના નથી એમ કહ્યું, પણ વ્યવહારનયથી એને વર્ણાદિની પર્યાયનો સંબંધ છે, વ્યવહારે નિમિત્ત અને ભેદ છે, ગુણસ્થાન જીવસ્થાન આદિનો અને લબ્ધિસ્થાન આદિ ભેદ છે, પણ એ અનુભવમાં એ ભેદ ને પર્યાય ને જડની પર્યાય આવતી નથી માટે અનુભૂતિથી ભિન્ન, જીવદ્રવ્યથી છે ભિન્ન પણ જીવદ્રવ્યથી ભિન્ન એને ક્યારે ખ્યાલ આવે ? કે એનો અનુભવ કરે સન્મુખ થઈને ત્યારે એને જીવદ્રવ્યમાં અનુભૂતિમાં નથી, તો જીવદ્રવ્યમાં નથી. સમ્યગ્દર્શન થતાં એ અખંડ અભેદનું દર્શન થતાં તે એમાં અભેદ ને પર્યાય ને રાગ ને સંહનનની પર્યાય છે નહીં. પણ પર્યાયનયથી જોઈએ તો એ અહી આવ્યું ને અહીં જુઓને ટીકા, વ્યવહારનય પર્યાયાશ્રિત હોવાથી, બહુ અલૌકિક વાતું છે બાપુ આ. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ આ કહે છે, એ સંતો જગતને જાહેર કરે છે.
અરે રે ! સફેદ રૂનું બનેલું વસ્ત્ર છે, સફેદ રૂનું બનેલું વસ્ત્ર એ નિશ્ચય, કસુંબા વડે રંગાયેલું છે, દૃષ્ટાંત કેવો આપ્યો છે જુઓ, આ તો અમૃતચંદ્રાચાર્યે આપ્યું છે. ઓલા કહે છે કે માળા