________________
૨૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૩ અમૃતચંદ્રાચાર્યે ગૂઢ કરી નાખ્યો, દુહ કરી નાખ્યો. આ તો વધારે સ્પષ્ટ કરી નાખ્યું છે. (શ્રોતા મહાપુરુષનો અનાદર છે) આચાર્યોના વચનોનો પણ અનાદર અને પોતે ડહાપણવાળા જાણે અમે એનો ભાષા અર્થ સરળ કરીએ છીએ, અરે ભાઈ, અરે દુનિયામાં અત્યારે હાલશે અન્યાય. એ કુદરતના એના ફળમાં એને નહીં હાલે. કુદરતના એના ફળમાં પ્રભુ અન્યાય નહીં હાલે, એનું ફળ મિથ્યાત્વનું ફળ તો નિગોદ, નર્ક નિગોદ છે અને સ્વ આરાધનનું ફળ મોક્ષ છે. વચમાં શુભાશુભભાવ એ તો ગતિનું કારણ વચલી અવસ્થા થઈ. આહાહા !
ભગવાન આત્મા અનંત અનંત ગુણનો પિંડ પ્રભુ, ઓલા એક હજાર ને આઠ નામ છે ને? એમાં અસંખ્યની વ્યાખ્યા કરી છે, સંખ્યા અસંખ્ય છે એમ ન જોઈએ, અસંખ્યનો અર્થ કર્યો છે. અસંખ્ય છે ખરેખર સંખ્યા રહિત છે, એટલે અસંખ્ય એ ભગવાન છે એમ જોઈએ. જ્યાં અનંત અનંતની સંખ્યા પણ જ્યાં અનંત નથી પણ એને જ્યાં લાગુ પડતી નથી, અસંખ્ય એટલે અસંખ્યાત કીધું છે એમ લખ્યું છે એમાં, ભગવાનના ૧OO૮ (નામ) ઇન્દ્ર બોલ્યા, પણ ઇન્દ્રનો અર્થ આ છે. પ્રભુ તો અસંખ્ય છો આપ તો, કોઈ સંખ્યા રહિત આત્મામાં ગુણ છે, અનંત અનંત અનંત એ સંખ્યાથી પણ પાર છે. આ તો એ વાંચતા વંચાવ્યું'તું. ઇન્દ્રો એકાવતારી સમકિતી એ ભગવાનના ગુણ કરે ૧૦0૮. હૈં? છતાંય એ ગુણના ભેદો એ પર્યાયનયનો વિષય છે. એ વ્યવહારનય પર્યાયાશ્રિત હોવાથી સફેદ રૂનું બનેલું. મારા પ્રભુ, આ તો માર્ગ અંદર, ભગવાન સફેદ નિર્મળાનંદ પ્રભુ એમ કહે છે. એનો અભેદનો અનુભવ તે નિર્મળનો અનુભવ છે અને એમાં વસ્ત્ર જેમ કસુંબા રંગથી રંગાયેલું એમ આત્માની પર્યાયમાં ભેદ પર્યાય ને રાગની પર્યાય અને પરની પર્યાય એ બધું સફેદ ચૈતન્યમૂર્તિ ભગવાન એમાં આ રંગ, કસુંબા રંગની પેઠે એ વ્યવહાર છે. આહાહાહા !
સફેદ રૂનું બનેલું વસ્ત્ર, કેટલું સ્પષ્ટ કર્યું છે, હવે એને કહે દુહુ કર્યું છે કહો. આમ દાખલો આપ્યો ભાઈ, જેમ વસ્ત્ર છે રૂનું બનેલું એ તો સફેદ છે. પણ એને કસુંબાનો રંગ લાગે છે, એ રંગાયેલી દશા તો પર વ્યવહારની પર્યાયની છે, અને તે પણ વસ્ત્રના ઉપાધિક ભાવ, સફેદ છે પ્રભુ વસ્ત્ર, એમાં લાલ રંગનું તે ઉપાધિક ભાવ છે. રંગની જેમ, ઉપાધિ ભાવની જેમ, આંહી તો ઉપાધિભાવ લાગુ પાડશે, ભેદ, પર્યાય એટલે જરી અહીં. વસ્ત્ર જેમ સફેદ અને લાલ રંગની ઉપાધિનો ભાવને લઈને, જેમ પુદ્ગલના સંયોગવશે ભગવાન આત્મા એને પુગલ દ્રવ્યના સંયોગવશે, અનાદિકાળથી આ શું છે? પુદ્ગલદ્રવ્યના સંયોગને કારણે એમ ન કીધું, એને સંયોગને વશે, ભેદ ઉત્પન્ન થયો. આહાહા !
- ભગવાન જેમ વસ્ત્ર સફેદ છે રૂનું બનેલું, રૂનું ને એવું એક બીજી જાત આવે છે ને કાંઈક વિલાયતી, ભાઈ લાવ્યા'તા ને શાંતિભાઈ લાવ્યા'તા શાંતિભાઈનો દિકરો લાવ્યો'તો. અઢીસો રૂપિયાનું એક હતું ગોદડું-ગોદડું અઢીસે રૂપીયાનું એક પણ એ બીજી જાત કોઈક કહેવાય છે રૂ નહીં, એવી જાત આવે છે પોચું પોચું પોચું આમ અઢીસો રૂપીયાનું લ્યો મહારાજ મેં કીધું અમે એવું લેતા નથી. એક બાજુ લાલ અને એક બાજુ ધોળું અને સુંવાળું રેશમ જેવું, અઢીસો રૂપીયાનું હતું. શાંતિભાઈ આ છોટાભાઈના ભાઈ એનો દિકરો ઓલો નિરંજન લાવ્યો'તો. મોટું, મેં કીધું આ શું આંહી અમારે શું કરવું. એવું અંદર સફેદ કે બીજી જાત ભરી 'તી કોઈક જેમ રૂ આવે છે ને એવું કાંઈક