________________
ગાથા
પદ
૨૧૭
નામ આવે છે બીજુ. હૈં ? ૨બર નહીં. બીજુ નામ આવે છે. હૈં ? ( શ્રોતાઃ- આંકોલીયાનું આવે છે) રેશમ. બીજું કાંઈક, કાંઈક બીજા બોલતા'તા પણ યાદ નથી આવતું કે ફલાણું એને કહેવું. છોકરો કહેતો હતો અંદરની ધોળાઈ ધોળું તદ્દન ધોળું બીજી જાત હોં, આ નહીં.
એમ એને રંગ લગાડયો છે, કહે છે કે એ તો ઉપાધિ છે. એ ઉપાધિભાવની જેમ પુદ્ગલના સંયોગવશે ભગવાન અભેદ ચિદાનંદ પ્રભુ એ સંયોગને વશે, અનાદિ કાળથી જેનો બંધ પર્યાય પ્રસિદ્ધ છે, બંધ પર્યાય સંબંધમાં આવેલી દશા પ્રસિદ્ધ છે. એવા “જીવના ઔપાધિક ભાવને અવલંબીને” જીવના જેમ ઓલા રૂને કસુંબા રંગની ઉપાધિ, આંહી બીજું કહેવું છે કે રૂમાં એ રંગની યોગ્યતા છે પર્યાયમાં, કાંઈ રંગ ચડે છે એ એની યોગ્યતા નથી ને રંગ ચડી જાય છે એમ નથી. યોગ્યતા છે, એમ જીવની પર્યાયમાં નિમિત્તને વશે થવાની યોગ્યતા છે. એવો જે ઉપાધિભાવ, જીવના ઉપાધિ ભાવને અવલંબીને, હવે ઉપાધિના ત્રણ પ્રકાર લીધા. ( ૧ ) શરીર સંહનનની જે અવસ્થા એ પણ ઉપાધિભાવ છે. ( ૨ ) ગુણસ્થાન અને જીવસ્થાન રાગાદિભાવ પણ ઉપાધિભાવ છે. અને (૩) એમાં ભેદભાવ જે લબ્ધિસ્થાન આદિ એ ઉપાધિ. આમ ભેદભાવ થયો ને ? ત્રણેયને નાખ્યું ને. આહાહાહા !
ભગવાન આત્મા નિર્મળાનંદ હોવા છતાં, જે સમ્યગ્દર્શનનો વિષય અભેદ જ્ઞાયકભાવ હોવા છતાં, તેને કર્મના સંયોગને વશે એ પર્યાય જડની, ભેદની ગુણસ્થાન આદિની અને ભેદની, એ બધી ઉપાધિ છે કહે છે. “ એ ઉપાધિભાવને અવલંબીને પ્રવર્તતો થકો” એ સંયમના લબ્ધિસ્થાન, પણ ભેદને વશે, ભેદ પડયો ને ? એમ કહે છે, ભલે એ એની યોગ્યતાથી છે, પણ સંયોગને વશે ભેદ પડયો છે. અભેદમાં ભેદ પડયો એ સંયોગને વશે છે. આવી વાતું વીતરાગ એમ કહે છે કે એ “વ્યવહારનય બીજાના ભાવને બીજાનો કહે છે” એ જડની પર્યાય, રાગની પર્યાય, ગુણસ્થાનની પર્યાય અને લબ્ધિસ્થાનના ભેદ, એ બીજાનાં છે એમ કહે છે. બીજાના ભાવને બીજાનો કહે છે, છે એ બીજાના ભાવ એ જીવના કહે છે, એને શરીર છે, ને સંગ્રહણ છે ને સંસ્થાન છે ને, એને રાગ છે ને, ગુણસ્થાન ભેદ છે ને લબ્ધિસ્થાનના ભેદ છે. જુઓ તો ખરા કેટલું સ્પષ્ટ કરી નાખ્યું છે, રૂનું દૃષ્ટાંત આપીને. આહાહા !
-
ભગવાન આત્મા અંદર જ્ઞાયકભાવથી ભરેલો પ્રભુ, એનો અનુભવ થતાં એ ભેદભાવ ગુણસ્થાન અને રાગ અને સંહનન એ પર્યાયમાં આવતા નથી, માટે તેને જીવદ્રવ્યથી અનુભૂતિથી ભિન્ન કહેવામાં આવ્યા છે. (વ્યવહા૨નય ) બીજાના ભાવથી બીજાનો કહે છે અને નિશ્ચયનય, જો આવ્યું અને ભાઈ આ ઓલો કહે કે નિશ્ચયનય સિદ્ધને હોય, હવે અહીં છે. આ પોકાર તો અહીંથી કરે છે, શું થાય ? વિદ્યાનંદજી ! દસ દસ હજાર માણસ ભરાય સભામાં, વીસ વીસ હજાર. ઓહોહો ! દિગંબરના માણસો સાંભળે કાંઈ ખબર ન મળે. એ વાંચનારો આવો કોઈ નીકળ્યો તો એમાં શું થયું ? આહાહા !
આંહી કહે છે પ્રભુ નિશ્ચયનય દ્રવ્યના આશ્રયે હોવાથી, કોને આ થયો ? ચોથે ગુણસ્થાનથી થયો, નિશ્ચય અહીંયા છે, એ તો ત્યાંથી વ્યવહારો અભ્યથ્થો કીધું. એનેય છઠ્ઠી ગાથામાં કીધું પ્રમત્ત-અપ્રમત્ત નથી. એ પણ સમ્યગ્દષ્ટિ અથવા મુનિને શાયકભાવ તે નિશ્ચય એક છે. ભેદ છે એ વ્યવહા૨નય એ રૂમાં જેમ રંગ ચડે છે, રંગને વશે જે રંગ થાય છે. એ વ્યવહારનયનો