________________
૨૧૮
- સમયસાર સિદ્ધિ ભાગ-૩ ઉપાધિભાવ છે. એમ ભગવાન આત્મામાં કર્મના નિમિત્તની યોગ્યતાના સંબંધમાં સંયોગને વશે થતાં જે કાંઈ પર્યાયમાં ભેદ વર્તે ગુણ અથવા સંયમની ભેદદશા વર્તે, અરે સમકિતના પાંચ ભેદની એવી ભેદ દશા, અરે જ્ઞાનના પાંચ ભેદ, જે મતિશ્રુત આદિ, એ બધા નિમિત્તને વશે બધા ભેદ કહેવામાં આવે છે. માર્ગણામાં આવી ગયું છે ને? માર્ગણા છે. ભગવાન આત્મામાં એ માર્ગણાસ્થાન નથી. કહો, સમકિતના પ્રકાર ચાહે તો ઉપશમ, ક્ષયોપશમ, કે મિથ્યાત્વ બધા ભેદ લઈને, એ એમાં નથી. કેમકે ભેદ પડે છે એ બધા નિમિત્તને વશે ભેદ જાણવામાં આવે છે. વસ્તુને વશે એ ભેદ છે જ નહીં. આહાહા ! સમ્યગ્દર્શનમાં ત્રિકાળી જ્ઞાયકને વશે જે અનુભવ થયો, તે સ્વદ્રવ્યને આશ્રયે તે નિશ્ચયનય છે, અરે આટલો બધો ફેર!
પુસ્તક, પછી આજે કીધું આપણે પુસ્તકનો આંકડો કેટલો થયો છે? આમાં ૧૩૪ આવ્યું છે, આમાં બેનમાં ૧૩૪, પછી ભાઈએ કહ્યું કે ૧૪૧, દોઢસો દોઢસો નંબરના પુસ્તકો, નંબર હોં. ઘણાં પુસ્તકો થઈ ગયા, એમાં આ છેલ્લું આવ્યું બેનનું એ તો એકદમ ટોચ આવ્યું, ટોચ, વસ્તુસ્થિતિ એકદમ ટૂંકામાં સંગ્રહ થઈને વસ્તુ સ્થિતિ.
આંહી કહે છે કે નિશ્ચયનય. જુઓ આમાં જ આવ્યું. એ દ્રવ્યના આશ્રયે હોવાથી કેવળ એક જીવના સ્વભાવ એક ભાવને અવલંબીને પ્રવર્તતો થકો, જોયું? જ્ઞાયક જે ચિદાનંદ પરમપરિણામિક સ્વભાવભાવ, તેને આશ્રયે પ્રવર્તતો હોવાથી (તેને) અવલંબીને પ્રવર્તતો હોવાથી, જોયું? ત્રિકાળી જ્ઞાયકભાવને અવલંબીને પ્રવર્તતો હોવાથી, બીજાના ભાવને જરા પણ બીજાનો નથી કહેતો, એ ગુણસ્થાન વર્ણ, ગંધ, રસ, રાગાદિ દયા, દાન આદિના વિકલ્પો વ્યવહાર રત્નત્રય એ બીજાના ભાવને બીજાનો એ નથી કહેતો. વ્યવહારનય બીજાના ભાવને બીજાનાં કહે છે. જેમ રંગ ભાવને લૂગડાંનો છે એમ કહે છે, એમ વ્યવહારનય ગુણસ્થાન રાગ અને ભેદ જીવના છે, એમ વ્યવહારનય કહે છે. આહાહા !
નિશ્ચયનય, યથાર્થ દૃષ્ટિનો વિષય એ નિશ્ચય, એ બીજાના ભાવને જરા પણ બીજાનો નથી કહેતો. જરા પણ એ ભેદ પડયો ને, ભેદ લબ્ધિસ્થાન અને ક્ષાયિકભાવ પણ જીવનો નથી લે! ત્યાં એટલી નિમિત્તના અભાવની અપેક્ષા આવી ને? એ ક્ષાયિકભાવ, ઉપશમભાવ, ક્ષયોપશમભાવ એ પણ જીવમાં નથી, એ તો પર્યાયમાં છે. એવું બીજાના ભાવને, પર્યાયનો ભાવ તે વ્યવહારનયનો વિષયનો બીજો ભાવ એને આત્માના એ કહેતો નથી. આવી વાત છે. થોડું પણ સત્ય હોવું જોઈએ. મોટી લાંબી લાંબી વાતું અને મોટા... આહાહાહા!
આંહી તો કહે છે કે જેમ રૂનું બનેલું વસ્ત્ર સફેદ છે એને રંગનો ઉપાધિભાવ તે ઉપાધિભાવ છે, એ વ્યવહારભાવ છે. સફેદ છે તે નિશ્ચયભાવ છે ઓલો વ્યવહારભાવ છે. એમ ભગવાન આત્મામાં જ્ઞાયકસ્વભાવનો જે અનુભવ થવો એ સ્વદ્રવ્યને આશ્રયે પોતાનો ભાવ છે. અને એમાં ભેદ સંયમલિબ્ધના ભેદો રાગ અને ગુણસ્થાન ભેદો તે બીજાના ભાવ છે. એ વ્યવહાર બીજાને આત્મામાં છે એમ કહે છે. આહાહા ! હવે આવી વાતું છે. એકએક શ્લોક સમયસાર શાંતિથી ગંભીરભાવને એણે સમજવો પડશે. આહાહાહા !
જેમ એ સફેદ રૂનું બનેલું કપડું એને રંગનો ભાવ એ તો ઉપાધિ છે. એમ ભગવાન આત્મા, સ્વદ્રવ્યને આશ્રયે જ નિર્મળ અનુભૂતિ થાય, એમાં આ ભાવ એના છે એમ કહેવું એ