________________
ગાથા – પ૬
૨૧૯ વ્યવહારનો ભાવ નિશ્ચયમાં નાખે એ ખોટું છે. કહો, દેવીલાલજી! આવી વાત છે ભાઈ. આ તો વસ્તુસ્થિતિ છે. આ સમ્યગ્દર્શન એ સ્વદ્રવ્યને આશ્રયે થતી દશા, એ નિશ્ચયને આશ્રયે થતી દશા, તે દશામાં આ ભેદ ને ગુણસ્થાન આદિ છે નહીં, કેમ કે એ બધા વ્યવહારભાવ પરના છે. સ્વચૈતન્યના અભેદના એ ભાવ નથી. અભેદના એ ભાવ નથી. ભગવાન આત્મા, જ્ઞાયક સ્વભાવના અભેદના અનુભવમાં, એ ભાવો એમાં આવતા નથી, અભેદમાં ભેદ આવતો નથી, અભેદમાં રાગ આવતો નથી, અભેદમાં ગુણસ્થાનના ને જીવસ્થાનના ભેદો પણ આવતા નથી. માટે નિશ્ચયનય પરના ભાવો પરમાં કહેતો નથી, આત્મામાં છે એમ કહેતો નથી. વ્યવહારનય ભેદભાવ પરના છે, એ જીવના છે એમ કહે છે. આ તો બીજો હીરાનો ધંધો છે. (શ્રોતા:- જ્ઞાનીને અજ્ઞાનીના ભેદની વાત છે આ) (શ્રોતા – ચૈતન્ય હીરો હૈં!) ચૈતન્ય હીરો, પરમ સ્વભાવભાવ જે ત્રિકાળ, એને આશ્રયે થતી દશા, એ નિશ્ચયને આશ્રયે થઈ છે, એનું નામ સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દર્શનની પર્યાયમાં સ્વનો આશ્રય છે, પરના ભેદો એમાં નથી. આહાહા ! આવી વાતું છે. એની એક એક ગાથા (અપૂર્વ છે).
જેમ રૂને રંગ લગાડયો તો રંગની યોગ્યતા તો એની છે ને? એટલું સિદ્ધ કરવું છે. એમ પર્યાયમાં ભેદની યોગ્યતા ગુણસ્થાનની યોગ્યતા, નિમિત્તને વશે છે, નિમિત્તને વશ થવાની પોતાની યોગ્યતા છે. હીરાભાઈ ! આ બધા તમારા પૈસા બૈસામાં કાંઈ હાથ આવે એવું નથી એમાં તો ક્યાંય. (શ્રોતા- પૈસાને તો આપ ધૂળ કહો છો) બધા પૈસાવાળા છે ને? મારો નાથ ચૈતન્યસ્વરૂપ કહે છે. એ તો ઉજળો નિર્મળાનંદ પ્રભુ, એ નિર્મળાનંદનો અનુભવ થતાં તે અનુભવમાં એ ભેદ ને રાગ ને નિમિત્ત આવતા નથી, માટે તે જીવના નથી. આહાહા ! - આ તો નિશ્ચય ચોથેથી શરૂ કર્યું, હવે ઓલા કહે છે કે નિશ્ચય સિદ્ધને હોય, અરે પ્રભુ શું કર્યું તે આ? આ સમયસારના અર્થ કરીને ગજબ કરી નાખ્યો ભાઈ. લોકો સભા ભરાય માણસ ભરાય, વિધાનંદજી! આમ દસ દસ હજાર માણસો ભરાય દિગંબરના માણસો પણ બિચારા ખબર વિનાના, બહારની વાતું સાંભળી સાંભળીને બસ રાજી રાજી થઈ જાય, આખું ઉંધુ તત્ત્વ છે આ. જૈનતત્ત્વ દર્શનથી તન ઉંધું છે. કે વ્યવહાર તે સિદ્ધને ન હોય, સિદ્ધને નિશ્ચય હોય. વ્યવહાર તો સાધકને જ હોય. આવા પુસ્તકને છાપીને બધા વખાણ કરે, અરે જગમોહનલાલજીએ ભાઈ વખાણ કર્યાં. કહો હવે આ તો ભાઈ બહુ સારું છાપ્યું. એકલું ઝેર છે. એય ! આવી વાત છે. પ્રભુ શું થાય? અરે ભગવાનનો વિરહ પ્રભુ અને આવી વાતું જૈન ધર્મમાં ચાલે અને સાંભળનારાય બિચારા એવા ઠેકાણા વિનાનાં. (શ્રોતા – ભોળા છે ને) ભોળા, તમને કહે છે ભોળા. શું ખુલાસો તો જુઓ, છપ્પન ગાથા. આહાહાહા !
ભગવાન આત્મા તો જ્ઞાનાનંદ સહજાત્મ સ્વરૂપ પૂર્ણ જ્ઞાયકભાવ અને તેને આશ્રયે થતી સમ્યગ્દર્શન દશા, એ એની એ અભેદમાં અભેદની દૃષ્ટિ થાય તે એની. છતાંય એ દૃષ્ટિ પર્યાય છે તે અભેદમાં નથી. પર્યાયનો વિષય અભેદ છે, સમ્યગ્દર્શનની પર્યાયનો વિષય અભેદ છે, પણ અભેદમાં પર્યાય નથી, એકલું દ્રવ્ય જ્ઞાયક શુદ્ધચૈતન્ય. પણ અહીં તો એ સિદ્ધ કરવું છે, કે સમ્યગ્દષ્ટિને સમ્યગ્દર્શન થયું એ ત્રિકાળી દ્રવ્ય અભેદને આશ્રયે થયું, તેથી તે નિશ્ચયને આશ્રયે થયું, તેમાં પર્યાયાશ્રિત જે વ્યવહાર છે, એમ રંગની ઉપાધિ એ બધો ઉપાધિભાવ છે. ભેદ ઉપાધિ,