________________
૨૨૦
સમયસાર સિદ્ધિ ભાગ-૩ રાગ ઉપાધિ (શ્રોતા- નિમિત્ત ઉપાધિ) નિમિત્ત તો ક્યાંય રહી ગયું. સંહનનની પર્યાય. આવી વાતું છે. અત્યારે તો મુશ્કેલી પડે એવું છે. વીતરાગ ત્રણલોકનો નાથ જિનેશ્વરનો પોકાર આ છે. અરે જગતને સાંભળવા મળે નહીં, એ ક્યાં જાય, શું થાય? આહાહાહા !
આંહી કહે છે, બીજાના ભાવને બીજાનો જરાય કહેતો નથી, કોણ ? નિશ્ચયનય. નિશ્ચયનયા એટલે સ્વજ્ઞાયક ભાવને આશ્રયે થયેલી દશા એ દશાનો વિષય અભેદ છે, તે નિશ્ચયનય અભેદને વર્ણન કરે છે અને તેમાં બીજાનો એટલે પર્યાયના ભેદો એ બીજાના ભાવ છે, તે બીજાના એટલે આત્માના છે એમ કહેતો નથી. અને ગુણસ્થાન આદિના ભેદો, પર્યાયનયને આશ્રયે, પરને આશ્રયે હોવાથી તે ભેદો વ્યવહારનય જીવના છે, એમ પર્યાયના ભેદને કહે છે. એમાં એમેય સિદ્ધ રાખ્યું કે પર્યાયનો ભેદ છે એ વસ્તુ છે, વ્યવહારનયનો એ વિષય છે. છે, નથી એમ નહીં. વેદાંતની પેઠે પર્યાય નથી જ એમ આંહી નથી. વેદાંતને ને આ વસ્તુને તો ઉગમણો આથમણો ફેર છે. લોકો કેટલાક એવું અહીંનું જાણીને કહે આ તો વેદાંત જેવું છે, અરે વેદાંત નથી સાંભળને, આમાં તો ગુણસ્થાન ભેદ આદિ વ્યવહારનયે છે એ પર્યાય છે. એ જાણવાલાયક છે, અસ્તિ છે. આદરવાલાયક નથી. ગુણસ્થાનના ભેદો, જીવસ્થાનના ભેદો, સંયમલબ્ધિસ્થાનના ભેદો છે, છે એને જાણવું જોઈએ. છે એમ જાણવું બસ. આ ત્રિકાળી ભગવાનને અવલંબે થતી દશા, એ ત્રિકાળી છે એને આશ્રયે જે દશા, તેને નિશ્ચય કહે છે. એ નિશ્ચય પરના ભાવને પોતાનો કહેતો નથી. આહાહા ! આવી વસ્તુ છે. ઓહોહો !
બીજાના ભાવને જરા પણ બીજાનો નથી કહેતો, નિષેધ કરે છે. નિશ્ચય ભગવાન આત્મા, પૂર્ણાનંદનો નાથ પરમ જ્ઞાયકભાવ, એની દૃષ્ટિ થતાં, એનો અનુભવ થતાં એ પર્યાયને નિષેધ કરે છે, ભેદને એ નિષેધ કરે છે. ઓલામાં આવે છે ને, કે ભાઈ પ્રમાણ જે છે, તે નિશ્ચય છે એ વ્યવહારનો નિષેધ કરે છે, અને વ્યવહાર છે એને પણ જાણે બેયને તો પ્રમાણ થાય. પ્રમાણમાં નિશ્ચયનો વિષય છે, પરનો નિષેધ એ પણ આવ્યું અને વર્તમાન છે એ પણ આવ્યું, એથી પ્રમાણ છે એ સદ્ભુત વ્યવહારનયનો વિષય થઈ ગયો. માટે એ પૂજ્ય નથી. જેમાં પર્યાયનો નિષેધ ન આવે, એ પૂજ્ય નથી. નિશ્ચયમાં તો, આ નિષેધ શબ્દ આવ્યો ને? પર્યાયનો નિષેધ આવે છે એમાં, માટે નિશ્ચયનય પૂજ્ય છે. ઓહોહો !
અમૃતચંદ્રાચાર્ય સાધુ દિગંબર સંત, એકલા નયના સાગર ભર્યા છે, માટે વર્ણથી માંડીને આવ્યું'તું ને? વર્ણ-ગંધ-રસ-સ્પર્શ, કાળો લીલો પીળો એ પર્યાય લીધી'તી (વર્ણથી) માંડીને ગુણસ્થાન પર્યંત, છેલ્લું લબ્ધિસ્થાન ને એ બધા આવી ગયા. જે ભાવો છે, જે ભાવો છે, છે, બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા એમ નથી. વેદાંત તો એમ કહે છે ને કે આત્મા. બસ, બાકી આ બધું છે નહીં. એમ નથી, છે તે વ્યવહારનયથી, વ્યવહારથી જીવના છે, પર્યાયનયના ભેદો વ્યવહારથી વ્યવહારનો વિષય છે તે વ્યવહારથી એના કહેવામાં આવે છે. અને નિશ્ચયથી જીવના નથી. વસ્તુ ત્રિકાળીની અનુભૂતિમાં નથી. એ ત્રિકાળમાં નથી, પણ એ ત્રિકાળમાં નથી, ક્યારે? આમાં નથી એવું આંહી જ્ઞાન થાય એને આમાં નથી. આહાહા! આવી વાતું છે.
નિશ્ચયથી જીવના નથી એવું ભગવાનનું સ્યાદ્વાદવાળું કથન યોગ્ય છે.” લ્યો ઠીક, “વર્ણાદયો ગુણસ્થાનાન્તા ભાવા જીવસ્ય સન્તિ, નિશ્ચયન તુ ન સન્તીતિ યુક્તા પ્રજ્ઞતિઃ” એ