________________
ગાથા – પ૬
૨૨૧ યુક્ત છે એમ કહે છે સ્યાદવાની અપેક્ષાએ. કથંચિત્ નિશ્ચયનયમાં એ નથી કથંચિત્ વ્યવહારનયમાં એ છે. કથંચિનો અર્થ, ઓલી નયની અપેક્ષાએ. બાકી ખરેખર તો નિશ્ચયમાં એ છે જ નહીં. પણ વ્યવહારનયે એ છે, ન્યાંય કથંચિત્ છે અને કથંચિત નથી એમેય નહીં. આ તો જીવની અથવા બેયની અપેક્ષાએ નિશ્ચય ને વ્યવહાર બેયની અપેક્ષાએ, નિશ્ચયમાં નથી ને વ્યવહારમાં છે. એના બે ભાગ પાડતા કથંચિત્ નિશ્ચયમાં નથી એ ભાગ પાડતા, નિશ્ચયમાં નથી તો સર્વથા નથી પણ જીવની દ્રવ્ય ને પર્યાય બેયને ભેગી લઈને વાત કરતાં, નિશ્ચયમાં નથી, પર્યાયમાં છે.
જેમ નિશ્ચયથી આત્મા નિત્ય છે, પર્યાયથી અનિત્ય છે, એ આખા દ્રવ્યની અપેક્ષાએ કથંચિત્ નિત્ય ને કથંચિત્ અનિત્ય, પણ નિત્ય છે તે કથંચિત્ નિત્ય છે એમ નહીં, નિત્ય છે એ તો સર્વથા નિત્ય જ છે. પણ આખા દ્રવ્યની જ્યાં વાત કરે, કથંચિત્ નિત્ય છે, કથંચિત્ અનિત્ય છે, એ તો આખી વસ્તુનું વર્ણન કર્યું. પણ જ્યારે એને નિત્ય કહેવો હોય તો એ નિત્ય તો નિશ્ચયથી જ નિત્ય છે. કથંચિત્ નિત્ય છે એમ નહીં અને પર્યાય છે એ સર્વથા અનિત્ય જ છે પણ આખા દ્રવ્ય ને પર્યાય બેયને ભેગા લઈને કહેવું હોય તો નિશ્ચયનયના વિષયમાં એ છે જ નહીં એક ભાગ, એના જીવમાં નિશ્ચયનય એનામાં એ નથી, એની પર્યાયમાં છે, જીવના એના બે ભાગ પાડ્યા માટે. આહાહા ! આવું હવે ક્યાં નવરાશ માણસને. આખા જીવની અપેક્ષાએ કથંચિત્ નિશ્ચયમાં એ નથી. આખા દ્રવ્યને પર્યાયની અપેક્ષાએ, અને કથંચિત વ્યવહારમાં છે, પણ નિશ્ચયમાં સર્વથા નથી, પર્યાયમાં સર્વથા ભેદ છે પર્યાય છે ઈ. આહાહા ! આવી વાત છે. સમજાણું?
એવું ભગવાનનું સ્યાદવાદ્વાળું કથન છે. આવી વાત સાંભળવી કઠણ પડે. સાંભળવા મળે નહીં. લ્યો એટલું થયું. પચાસ મિનિટ થઈ. (શ્રોતા- દસ બાકી રહી ને) હવે નવ મિનિટ બાકી છે પણ આવી ગયું બધું એમાં, એમાં પાઠમાં તો આટલું જ છે કે “વવહારેણ દુ એદે” છે ને “જીવસ્ય હવંતિ, નિશ્ચયનયમ્સ ન” છે ને? પણ એનું દૃષ્ટાંત આપીને સિદ્ધ કર્યું, એટલે લોકોને ખ્યાલમાં આવે કે રૂનું બનેલું વસ્ત્ર, એમ ભગવાન તો પરમજ્ઞાયકનો બનેલો આત્મા છે. જ્ઞાયકભાવે રહેલો આત્મા છે. એ તો જ્ઞાયક ત્રિકાળ ત્રિકાળ ત્રિકાળ એ સમ્યગ્દર્શનનો વિષય છે. આહાહા ! એવા ભાવે રહેલો પ્રભુ એ નિશ્ચય, એને પર્યાયના ભેદો એમાં નથી.
જીવમાં કથંચિતું નથી એટલે શું? નિશ્ચયમાં નથી અને કથંચિત્ છે એટલે વ્યવહારમાં છે, એમ કથંચિત્. પણ નિશ્ચયમાં પણ કથંચિત્ છે અને કથંચિત્ નથી એમ નહીં. ભાઈ ! સમજાણું? શશીભાઈ ! આખા જીવને દ્રવ્ય ને પર્યાય બેયનું વર્ણન થાય તો કથંચિત્ નિશ્ચયમાં નથી, દ્રવ્યમાં બેયની અપેક્ષાએ અને કથંચિત્ વ્યવહારમાં છે. પણ એકલા નયની જ્યારે વાત કરે તો નિશ્ચયનયમાં સર્વથા ભેદ નથી, અને પર્યાય સર્વથા ભેદવાળી અને રાગવાળી છે. આહાહા ! આવે છે. (શ્રોતા- મર્મ હોય એવો મર્મને કહે છે.) આવી વાતું છે. બહુ સરસ ગાથા આવી.