________________
ગાથા૩૯ થી ૪૩
૧૫ ટીકાઃ “આ જગતમાં” આ જગતમાં એમ કરીને જગત સિદ્ધ કર્યું. જગત છે એ આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ નહિ જાણવાને લીધે, ભગવાન આત્માનું અસાધારણ લક્ષણ જે બીજે ન હોય એવું, આનંદ અને જ્ઞાન જેનું લક્ષણ છે, એવું નહિ જાણનારા “નપુંસક પણે” એનું વીર્ય નપુંસક છે કહે છે. નપુંસકપણે રાગને પોતાનું માને એ નપુંસક છે. પાવૈયા, હીજડા છે એમ કહે છે. શું કરુણાની ભાષા છે ભાઈ. અરે! ભગવાન પૂરણ જ્ઞાન, આનંદના લક્ષણથી સ્વાભાવિક વસ્તુ પડી છે. એને તું માનતો નથી અને આ રાગાદિને પોતાના માને છે, એ નપુંસક છો તું. નપુંસકને જેમ ધર્મ પ્રજા ન હોય. એમ રાગને પોતાનો માનનારને ધર્મપ્રજા ન હોય. નપુંસકને વીર્ય ન હોય તેથી પ્રજા ન હોય અને વીર્ય જે નપુંસકપણે થયું છે રાગાદિમાં એને સમ્યગ્દર્શનની પ્રજા ન હોય એને મિથ્યાદર્શનની દશા હોય. આહાહાહા!
જગતમાં ભગવાન આત્મા એનું અસાધારણ લક્ષણ નહિ જાણવાને લીધે નપુંસકપણે, વીર્યનો ગુણ લીધો છે ને ત્યાં? આત્મામાં એક વીર્ય નામનો પુરૂષાર્થ નામનો અનંત અનંત અનંત સામર્થ્યવાળો ગુણ છે. એ ગુણનું કાર્ય તો એવું હોય, (ક) પોતાના શુદ્ધ સ્વભાવની રચના કરે એને વીર્ય કહીએ. એને પુરૂષાર્થ કહીએ, કે જે વીર્ય પોતાના અનંત જ્ઞાન, દર્શન, આનંદ આદિ એની વર્તમાન નિર્મળ પર્યાયને રચે તેને વીર્યગુણ કહીએ. રાગને અને દયા દાનના વિકલ્પને પોતાના માને એનો અર્થ એ કે રાગાદિ ક્રિયાથી મને લાભ થશે, એમ માનનારા રાગને પોતાનો માને, પોતાના સ્વભાવથી લાભ થાય, એમ આ રાગથી લાભ થાય એમ માનનારાઓ નપુંસકપણે છે. એનું વીર્ય નપુંસક છે કહે છે. આહાહાહા !
અત્યંત વિમૂઢ” બીજી ભાષા, શુભ અશુભ રાગ, ન્યાલભાઈને એટલું જ કહ્યું તું ન્યાલભાઈ આવ્યા'તા ને સોનાની, એટલું કહ્યું'તું. ભાઈ ! રાગ અને આત્મા, જ્ઞાન બે જુદી ચીજ છે. બસ એટલું જ સાંભળ્યું સમિતિના રસોડે ચાલ્યા ગયા, સાંજથી સવાર સુધી રાત આખી, બસ આ રાગ અને ભગવાન બે ભિન્ન છે પ્રભુ, ચાહે તો રાગ દયા, દાન વિકલ્પનો હોય, કે ગુણી ને ગુણના ભેદનો રાગ વિકલ્પ હોય એના રાગથી ભગવાન અંદર જુદી ચીજ છે. એમણે એક રાત વિચાર મંથન કર્યું, અને દિવસ ઉગ્યા પહેલાં નિર્વિકલ્પદશા પ્રગટ કરીને ઉભા થઈ ગયા. આ સમિતિમાં સોગાની જેમનું “દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ” પુસ્તક બહાર પડયું છે ને? જોયું છે કે નહીં ત્રિલોકચંદજી? “દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ” જોયું છે? (હા) ઠીક. એક રાતમાં રાગ અને જ્ઞાન બે જુદા પ્રભુ. ઈ ઘોલન કરતાં કરતાં કરતાં રાત્રી આપી હોં, એ રાગથી ભિન્ન ભગવાન જ્ઞાનસ્વરૂપ એનો નિર્વિકલ્પ અનુભવ કર્યો, અહીંયા એ કહે છે કે જેને રાગને, એ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ છે એ તો રાગ છે, એ રાગથી મને સમકિત થશે, એ રાગથી મને ધર્મ થશે, એ માનનારા પ્રભુ આકરી વાત છે પ્રભુ હોં ! કહે છે કે એનું વીર્ય નપુંસક છે. આહાહાહા !
ભગવાન આત્મા રાગથી ભિન્ન છે, અહીં તો પ્રકાર ઘણાં લેશે પણ મુખ્ય વસ્તુ આંહી છે. જેટલાં વિકલ્પ માત્ર વૃત્તિ ઊઠે છે, એ ચૈતન્યદળ, જ્ઞાયકાળમાં એ નથી. એમ ન માનતા જે રાગ છે તે મારો છે અથવા રાગ છે તે મને લાભકર્તા માન્યો. એનો અર્થ જ એ કે રાગ પોતાનો માન્યો. ઝીણી વાત પડે, લોકો કહે છે ને વ્યવહાર રત્નત્રય કરતા નિશ્ચય પમાય, પ્રભુ એ રાગથી નિશ્ચય પમાય, તો એનો અર્થ એ થયો કે રાગ જ જીવનો સ્વભાવ છે. અને સ્વભાવથી