________________
૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૩
સ્વભાવની પ્રાપ્તિ થાય. ધીરાના કામ છે બાપા. આ કાંઈ એ નપુંસકપણે અત્યંત વિમૂઢ થયા થકા રાગના કણને શુભરાગને અરે પ્રભુ જુઓ. અહીં તો એમ કહ્યું કે શુભજોગ જ અત્યારે હોય પ્રભુ, તો શુભજોગ જ એ ધર્મ છે? એ શુભ જોગ એ રાગ છે અને રાગ છે ઈ મારો છે એમ માનનારા નપુંસક છે, હીજડાઓ છે, પાવૈયા છે. એ આત્મા નહીં એ આવી વાતું. હૈં ? ( શ્રોતાઃ૫૨મ સત્ય ) આહાહાહા !
પછી બધા ઊતરશે, આઠ બોલ છે ને ? “અત્યંત વિમૂઢ થયા થકા” ભગવાન જ્ઞાન સ્વરૂપી પ્રભુ, એ ભિન્ન ચીજ છે, એમાં અત્યંત વિમૂઢ થયા થકા, એ રાગની કણિકાને પોતાની માને છે, એ વીર્યીન, અત્યંત વિમૂઢ છે. “તાત્વિક આત્માને નહીં જાણતા ” તાત્વિક “૫૨માર્થભૂત” ભગવાન આત્મા એ રાગની ક્રિયાના પરિણામથી ભિન્ન છે. કેમ કે કોઈ ચૈતન્યના અનંત ગુણમાં કોઈ ગુણ એવો નથી, અનંત અનંત અનંત અનંત અનંત અપાર ગુણ, એવા ગુણ અનંત અપાર અપાર અનંતનો અંત નહીં એટલા ગુણ પણ એટલા ગુણમાં કોઈ ગુણ એવો નથી કેવિકા૨ કરે. રાગ કરે, એવા અનંત અનંત ગુણમાં કોઈ એકેય ગુણ નથી. આહાહા ! સમજાય છે કાંઈ ?
એથી એ રાગ સ્વભાવના લક્ષ વિના, ૫૨ના લક્ષે થયેલો વિકા૨ ૨ાગ એ ૫૨માર્થના જાણનારાઓ નથી. એ રાગને પોતાનો માને. એ શુભજોગથી આત્માને લાભ માને, પ્રભુ પ્રભુ આકરી વાત ભાઈ, એ તાત્ત્વિક આત્મા,આત્મા તાત્ત્વિક એટલે ? રાગ છે એ તો વિકૃત અવસ્થા એ કાંઈ તાત્ત્વિક આત્મા નથી. ૫૨માર્થભૂત ભગવાન આત્મા જ્ઞાન અને આનંદ જેનું સ્વરૂપ છે, એવો તાત્ત્વિક ભગવાન આત્મા એને નહીં જાણતા એવા, નહિ જાણતા એવા, ઘણાં અજ્ઞાનીજનો થોડા નથી કહે છે ઘણાં અજ્ઞાનીજનો. બહુ પ્રકારે ઘણાં પ્રકા૨ લેશે ને ? ૫૨ને પણ આત્મા કહે છે, કહે છે એનો અર્થ માને છે. રાગાદિ પ્રકાર આઠ લેશે ઘણાં, બહુ પ્રકારે ૫૨ને પણ, પોતાને તો ઠીક પણ ૫૨ને પણ પોતાનું માને છે એમ કહે છે.
જે ભગવાન આત્મા રાગ અને કર્મ એનાથી ભિન્ન છે, કર્મ, કહેશે કર્મ મા૨ા છે, એટલે શું કે કર્મથી મને રાગ થાય, અને રાગથી મને લાભ થાય. એટલે આઠ કર્મ મારા છે. પછી કહેશે. અંદર આત્માને નહિ જાણતા એવા ઘણાં અજ્ઞાનીજનો, ઘણે પ્રકારે ૫૨ને પણ આત્મા કહે, પોતાને તો કહે જ એ માની શકાય, આ તો ૫૨ને પણ કહે એમ કહે છે. જે ૫૨ તે રાગાદિ ૫૨ આત્મા નથી. ૫૨ને પણ આત્મા કહે છે. આહાહાહા ! બકે છે, એમ નહિ લ્યો.
'
પ્રલપન્તિ છે ને ? પ્રલપત્તિ-પ્રલપન્તિ પ્રકૃષ્ટ લવે છે. સંસ્કૃત ટીકામાં છે લવે છે, શબ્દ તો એક જ છે એ હોં. કહે છે કે બકે છે બધું એક જ છે. ‘પ્રલપન્તિ’ બકે છે ઈતો. ગાંડો માણસ જેમ બકે એમ આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ પ્રભુ એને રાગવાળો છું, કર્મવાળો છું, એમ બકે છે માળા. “પ્રલપન્તિ” છે ને ભાઈ ? એનો અર્થ છે એ. ‘પ્રલપન્તિ’ પરમ આત્માનમ્ ઈતિ પ્રલપન્તિ, બહુ બહુધા પરમ આત્માનમ ઈતિ પ્રલપન્તિ આત્માનમ્ ઈતિ ત્યાંથી ‘પણ’ કાઢયું લાગે છે. આત્માનમ્ ઈતિ ‘અપિ ’ શબ્દ છે ને ? પ્રલપન્તિ, ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ એને અજ્ઞાની બધા મૂંઢ, એ રાગના પરિણામ જે છે, પુણ્ય પાપના ભાવ છે, એ મારા છે, મારામાં છે, એમ બકે છે, કહે છે. પ્રરૂપે છે એમ ન લેતા બકે છે. આવું આકરું કામ માણસને લાગે.