________________
ગાથા-૩૯ થી ૪૩
૧૭ કોઈ તો એમ કહે છે કે હવે બોલ ઉપાડયો. સ્વાભાવિક સ્વયમેવ ઉત્પન્ન થયેલા રાગદ્વેષ વડે મેલું જે અધ્યવસાન રાગ અને દ્વેષ પુણ્ય ને પાપનો વિકલ્પ, એ વડે મેલું જે અધ્યવસાન, મિથ્યા અભિપ્રાય સહિત વિભાવ પરિણામ-મિથ્યા અભિપ્રાય સહિત વિભાવ પરિણામ, એ પુણ્ય ને પાપના પરિણામ એ રાગદ્વેષ વડે મેલાં છે. એવો જે અધ્યવસાય એકત્વબુદ્ધિ છે એને એમ કહે છે. મિથ્યાઅભિપ્રાય સહિત વિભાવ પરિણામ તે જ જીવ છે, તે જીવ છે એની પર્યાયમાં થાય છે માટે હું જીવ છું. આહાહા ! એ શુભ-અશુભ ભાવ દયા, દાન, વ્રત ભક્તિ આદિનો ભાવ, આ મેલ છે રાગના મેલવાળો જીવ છે આકરી વાત એવો અધ્યવસાન તે, તે જ જીવ છે, એમ પાછું તે જ જીવ છે, રાગની એકતાબુદ્ધિ તે જ જીવ છે.
ભગવાન આનંદનો નાથ પ્રભુ ભિન્ન છે, એને અત્યંત મૂઢ જીવો જાણતા નથી. (શ્રોતાઃએમાં શું ભૂલ થઈ ) મિથ્યા અભિપ્રાય મહા જુકો, જે રાગનો ભાવ સ્વભાવભાવ નથી વિભાવભાવ છે, કૃત્રિમ છે, ક્ષણિક છે, મેલો છે, દુઃખ છે, એને ભગવાન આત્માની સાથે માને છે. એ બધા નપુંસકપણે અત્યંત વિમૂઢ થયા થકા, પરમાર્થ ભગવાનને નહિ જાણતા થકા આને પોતાનો છે એમ માને છે. એ શું કીધું? કે સ્વાભાવિક સ્વયમેવ ઉત્પન્ન થયેલા રાગદ્વેષ વડે એ સ્વયમેવ ઉત્પન્ન થયો છે મારા સ્વભાવની પર્યાયમાં, આહાહા! એમ દાખલો આપશે.
કારણકે કાળાપણાથી અન્ય જુદો કોઈ કોલસો જોવામાં આવતો નથી” જુઓ! કેવો દાખલો, કોલસો-કોલસો કાળો છે ને? તો એની પર્યાય પણ કાળી છે તો કોલસો કાળાપણાથી જુદો દેખવામાં આવતો નથી. આહાહાહા ! દૃષ્ટાંત તો જુઓ, કોલસો જેમ કાળાપણાથી જુદો નથી, એમ મારો ભગવાન આત્મા, ભગવાન એને ક્યાં ખબર છે? આત્મા, મેલા પરિણામથી જુદો નથી. (શ્રોતાઃ- પરિણામ તે દ્રવ્ય છે એવું ઘણાં ઠેકાણે આવે છે) પરિણામ એના છે એ તો પરથી જુદું પાડવા માટે પણ એ પરિણામ રાગદ્વેષના છે, એની ચીજના નથી, એ વસ્તુના નથી. આહાહાહા!
વસ્તુ તો કહ્યું ને પહેલું તેમાં અનંતા અનંતા અનંતા અપાર ગુણો છે પ્રભુમાં. પણ કોઈ એક ગુણ વિકાર કરે એવો કોઈ ગુણ નથી. એનો ગુણનો ગુણ વિકાર કરે, ગુણનો ગુણ રાગને કરે એવા ગુણનો ગુણ નથી. (શ્રોતા- બીજો આવીને કરી જાય છે રાગ?) એ પોતે અજ્ઞાનપણે ઊભો કરે છે, એમ કહે છે. આહાહાહા !
ભગવાન જ્ઞાનસ્વરૂપ આનંદ પ્રભુ એને નહિ જાણતા થકા, નપુંસકપણે અત્યંત વિમૂઢ થયા થકા એ રાગના એકત્વબુદ્ધિના પરિણામ મારા છે, જેમ કોલસાની કાળ૫ કોલસાથી જુદી ન હોય એમ મેલા પરિણામ મારાથી જુદા ન હોય એમ કહે છે. સમજાણું કાંઈ? ઓહોહો ! આત્મખ્યાતિ ટીકા છે આ. જેમ, એ અજ્ઞાનીનું દૃષ્ટાંત દે છે, કાળાપણાથી કાળાપણાની દશા એનાથી કોલસો જુદો છે કહે છે? કાળાપણાની દશા અવસ્થા હોં એનાથી કોલસો જુદો છે? અન્ય જુદો કોઈ કોલસો જોવામાં આવતો નથી એમ અજ્ઞાની કહે છે. એમ રાગદ્વેષના પરિણામ મારા આત્માથી જુદા હોય એમ જોવામાં આવતું નથી. વાતેય સાચી છે ત્યાં જુએ છે ને મેલને જુએ છે અને દષ્ટાંત કોલસાનો આપ્યો કોલસાની કાળપ જેમ કોલસાથી જુદી નથી, એમ મેલા પરિણામ આત્માથી જુદા નથી. આહાહાહા !