SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ભગવાન આત્માને પણ મેલો ઠરાવ્યો આખો. મેલો ભગવાન એનાથી મેલા પરિણામ જાદા નથી. (શ્રોતા – દાખલો એવો મૂકયો છે.) દાખલો – એ મૂકયો છે. તેથી તો પોતે આચાર્યો એ રીતે મૂકયો છે. એ કાળાપણાથી, કાળપ – કોલસો જુદો જોવામાં આવતો નથી. કાળાપણું એ દશા અને કોલસો એ વસ્તુ, તો એની કાળાપણાંની દશાથી કોલસો જુદો તો દેખાણો નહીં -એમ પુણ્ય ને પાપના મેલા પરિણામથી ભગવાન જુદો તો દેખવામાં આવતો નથી. એમ અજ્ઞાનીની દલીલ છે. આહાહાહા ! ભાઈ ! આ તો અધ્યાત્મની વાતો છે. ભાઈ આ કાંઈ કથા વાર્તા કથા નથી. આહાહાહાહા ! તેમ એવા અધ્યવસાનથી જાદો એટલે કે રાગને એકતાબુદ્ધિ એવું જે અધ્યવસાન, એથી જુદો અન્ય કોઈ આત્મા જુદો જોવામાં આવતો નથી. અમને તો રાગ દેખાય છે એ જ આત્મા. આહાહા ! એ દયા–દાન-વ્રતના પરિણામ દેખાય છે શુભજોગ એ જ આત્મા. અમારે બીજો જુદો આત્મા દેખાતો નથી. અરરર!(શ્રોતા:- પંચમકાળમાં તો એમ જ હોયને) અરે ! પંચમકાળમાં એટલે શું કાંઈ પંચમકાળમાં શેરો કરે તો એ સાકર નાખ્યા વગર – કાદવ નાખતા હશે ? આહાહાહા ! પંચમકાળના આવા અજ્ઞાનીઓ આમ માને છે એમ કહે છે, પંચમકાળનાં જ્ઞાનીઓ એમ માનતા નથી એમ કહે છે. સમજાણું કાંઈ ? બેય પંચમકાળનાં છે. અધ્યવસાનથી અન્ય કોઈ જુદો આત્મા જોવામાં આવતો નથી ઈ એક બોલ થયો. એક બોલ. કોઈ કહે છે કે અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે, એવી જ એક સંસરણરૂપ ક્રિયા તે રૂપે ક્રીડા કરતું કર્મ, તે જીવ છે કર્મ જ જીવ છે. ભવિષ્યકાળમાં પણ કર્મ જ હતું આત્માની સાથે સંબંધ ભવિષ્યમાં, પણ એ સંબંધી રાગની ક્રિયા કર્મની ક્રિયા એથી જુદો નથી, અનંત જેનો ભવિષ્યનો અવયવ છે, કર્મનો હોં, એવી જે એક ભ્રમણરૂપી ક્રિયા, ભ્રમણાની ક્રિયા તે રૂપે ક્રિીડા કરતું કર્મ, એ કર્મ ક્રિીડા કરે છે. ભ્રમણામાં કર્મ ક્રિીડા કરે છે. પરિભ્રમણમાં આહાહા એ. કારણ કે કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. આહાહા ! આંહી તો પરિભ્રમણ જે છે ને જીવન પર્યાયમાં એ પરિભ્રમણનું કારણ કર્મ છે, તો એ કર્મનો જે અવયવ છે પૂર્વમાં, એ પણ પરિભ્રમણનો છે, ભવિષ્યમાં પણ પરિભ્રમણનું કારણ એ કર્મ છે, એ કર્મથી ભગવાન જુદો કાંઈ જોવામાં આવતો નથી અમારે તો. આહાહાહા ! બીજી રીતે કહીએ તો એમ કહે છે કે જે કર્મ છે ને? એનાથી જે પરિભ્રમણ ઉભું થયું છે, અને એ પરિભ્રમણ ભૂતકાળમાં પણ હતું અને ભવિષ્યમાં પણ એ કર્મને લઈને પરિભ્રમણ ઉભું થયું છે. માટે કર્મ છે એ જ આત્મા છે, આહા.. એમ ઈ કહે છે. પૂર્વ અવયવ અનાદિ જેનો અવયવ એટલે કર્મનો ભાગ ક્રિયા છે ને ક્રિયા ભ્રમણની, એનું કારણ કર્મ છે એ પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અનંત અનંતકાળ એમ જ રહેશે. કારણકે કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. કર્મે જ્ઞાનની દશાને હણી કરી, કર્મે જ્ઞાનની દશા હીણી કરી (કર્મ)ને રખડાવે છે એમ કહે છે. આહાહાહા ! (શ્રોતા:- કર્મે રાજા, કર્મે રંક કર્મ વાળ્યો આડો અંક) એ બધી વાતો. દર્શનમોહનીય કર્મ છે એનાથી મિથ્યાત્વ થાય છે ભૂતકાળમાં પણ એને લઈને થયું છે ને ભવિષ્યમાં પણ એને લઈને થશે એ જ વસ્તુ છે, આત્મા એનાથી કોઈ જુદો છે એમ નથી. જ્ઞાનાવરણી કર્મને લઈને ગયા કાળમાં પણ જ્ઞાનની હીણી અવસ્થા પરિભ્રમણની
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy