________________
ગાથા-૩૯ થી ૪૩
૧૯
થઈ એ કર્મને લઈને છે અને એમને એમ હીણી અવસ્થા ભવિષ્યમાં રહેશે એ પરિભ્રમણનું કા૨ણ એનું કા૨ણ પણ કર્મ જ છે. ભા૨ે પણ આ કર્મકાંડનો ખુલાસો કર્યો છે. એ ચારિત્રમોહનું કર્મ છે એ અહીંયા ચારિત્રદોષ ઉત્પન્ન કરાવીને, કરાવ્યું છે ને ક૨શે, એટલા માટે જીવ એ જ છે. (આવું માનનાર અજ્ઞાની છે) આહાહાહા !
જ
વેદનીયકર્મ એને લઈને સુખ દુઃખના સંયોગો અને પછી અંદર સુખ દુઃખની બુદ્ધિ મોહને લઈને કરે છે એ બધું કર્મને લઈને છે. ભૂતમાં હતું ને ભવિષ્યમાં ૨હેશે પણ એનાથી કોઈ સુખદુઃખની કલ્પનાથી ને સુખદુઃખના સંયોગથી કોઈ જુદો આત્મા છે એમ છે નહીં કાંઈ. આહાહાહા ! ( શ્રોતાઃ- શાસ્ત્રમાં આવે છે ને કમ્મો બળીયો ધમ્મો બળીયો ) એ નથી. કમ્મો બળીયો એ તો ભાવ કર્મ બળીયાની વાત કરી છે કોઈ વખતે વિકૃત અવસ્થા છે એનું બળ છે ને કોઈ વખતે સ્વભાવની અવસ્થાનું બળ છે, એમ કહ્યું છે. આહાહાહા !
કર્મ જડ છે, અજીવ છે જે આત્માને અડતાય નથી, આત્મા એનેય અડતો નથી. “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ” આવતું નથી ? ( શ્રોતાઃ– એતો એકાદ ઠેકાણે આવે છે. ) ઠેક ઠેકાણે એ જ છે. મારી ભૂલ મેં કરી છે, કર્મે કરાવી નથી. મલિનતાની પર્યાય જે છે એ મેં મારા સ્વભાવથી વિપરીત મેં કરી છે. કર્મે કરાવી નથી. ઓલો કહે છે કર્મે કરાવી છે અને એ કર્મનો અંશ છે એમને એમ એ કર્મનો અંશ ૨હેશે, એમને એમ પરિભ્રમણ રહેવાનું છે, કર્મને કા૨ણે માટે કર્મ તે જીવ છે. આવું છે. ક્યાં પણ આમાં નવરાશ હોય, આવો બધો નિર્ણય કરવાનો. શાસ્ત્રમાં આવે લ્યો કે જ્ઞાનાવ૨ણી કર્મ જ્ઞાનને રોકે, દર્શનાવ૨ણી દર્શનને રોકે, નિંદ્રાવ૨ણીને કા૨ણે નિંદ્રા આવે. લ્યો ઠીક, એ તો નિમિત્તના કથન છે, એનાથી થાય છે એમ નથી. નિંદ્રામાં પ્રમાદ છે એ તો પોતાનો દોષ છે એ નિંદ્રાવ૨ણીએ કરાવ્યો નથી. ( શ્રોતાઃ- ઉદીરણાથી આવે છે ) ઉદીરણા એટલે પોતે ઊંધાઈ કરે છે. પર્યાયમાં ઊંધાઈ કરે છે માટે, કર્મને લઈને નહીં. આહાહાહા !
એ જ વાંધો ઉઠયો'તો ને અમારે ૭૧ માં પહેલો લાઠી ચોમાસામાં ૭૧ ચારે મહીના ઉપવાસ હતા એકાંતરા, એક દિવસ ઉપવાસ ચોવીારો અને બીજે દિ'એક ટંક ખાવું ચારેય મહિના હોં લાઠી, શાસ્ત્રનું ઉપધાન કરતો. હું પછી એને લઈને અમારે ગુરુ દ્વીરાજી મહારાજ અને મુળચંદજી ત્રણેય ઉપવાસ કરતા ચારેય મહિનાના. એમાં ભગવતી વાંચતો'તો એમાંથી આ આવ્યું મેં કીધું જો કર્મથી આત્મામાં વિકાર થાય એ વાત જૂઠી છે, ખોટી છે (શ્રોતાઃભગવતી માંથી કાઢયું) ભગવતી, એમાંથી કાઢયું'તું સંશય મિથ્યાત્વ છે એ કર્મને લઈને છે એમ નથી કીધું જુઓ, એ પોતાની વિપરીત શ્રદ્ધાને લઈને મિથ્યાત્વ છે, કર્મને લઈને નહીં અને ઉલટી શ્રદ્ધાથી મિથ્યાત્વ છે અને સવળા પુરૂષાર્થથી મિથ્યાત્વનો નાશ કરીને સમકિત પામી શકે છે. એને કોઈ કર્મની અપેક્ષા મિથ્યાત્વમાં નથી અને સમકિતમાં કર્મના અભાવની અપેક્ષા પણ એને નથી. આહાહા ! ખળભળાટ થઈ ગયો'તો ૭૧ની સાલ છે, ૬૩ વર્ષ થયા, ખળભળાટ– ખળભળાટ એ અમારા ગુરુજી હતા દ્વીરાજી મહા૨ાજ એ કાંઈ ન બોલ્યા બિચારા, પણ દામોદર શેઠ હતા એક ગૃહસ્થ તે દિ' દસ લાખની મૂડી ખળભળાટ આ વગર દોરાની પડાઈ ઉડી, એમ અમારા ગુરુ કહેતા નથી, આવું અમે કોઈ દિ' સાંભળ્યું નથી. આ નવું ક્યાંથી કાઢયું ? કાંઈ નવું નથી ભાઈ એ વસ્તુના સ્વરૂપની વિપરીતતા પોતે કરે છે, કર્મથી નહીં, બિલકુલ નહીં કીધું કિંચીત્