________________
૨
સમયસાર સિદ્ધિ ભાગ-૩ માત્ર નહીં, ઉલટા પુરૂષાર્થથી વિકાર કરે સુલટા પુરૂષાર્થથી વિકારને ટાળે, બસ આ વાત છે.
શ્વેતાંબરના શાસ્ત્રમાં બધો ગોટો છે. ઈ જ વાત થઈ હતી ને રામવિજયની સાથે જેઠાભાઈ ખેડાવાળા આંહીંનું સાંભળ્યું, ઓય માળી વાત બીજી લાગે છે. પચાસ પ્રશ્ન કાઢ્યા શ્વેતાંબર સાધુ અને આચાર્ય માટે કે જો આપણામાંથી આ મળી રહે તો પછી મારે સંપ્રદાય ફેરવવો મટે. પચાસ પ્રશ્ન મૂકયા, એક જણે જવાબ આપ્યો પણ ઊંધો. તો પછી રામવિજય પાસે ગયા. રામવિજય ને જેઠાભાઈએ ચર્ચા કરી. રામવિજયે કહ્યું પહેલું તમારે આ માન્ય છે કે કર્મથી જીવને વિકાર થાય એ માન્ય છે? પછી ચર્ચા કરીએ. કહો આ આચાર્ય મોટા રામવિજય. આ કહે ભાઈ અમારે એ માન્ય નથી, કર્મથી વિકાર થાય એ વિકાર પોતાથી થાય. ત્યારે આપણે ચર્ચા કરીને શું કામ છે? કર્મથી વિકાર થાય એમ માનો તો ચર્ચા કરીએ કહો. આહાહાહા !
એમ લીંબડીમાં આવ્યા'તા સાધુ ઓલા કેવા? ચંદ્રશેખર બે સાધુ હતા ને? બે સાધુ હતા ને બે ત્રણ ગૃહસ્થો હતા. ગૃહસ્થો નરમ હતા બિચારા ઉભા હતા હારે એ કહે કે આપણે ચર્ચા કરીએ કહે. મેં કહ્યું જો ભાઈ અમે કોઈની હારે ચર્ચા કરતા નથી. ત્યારે એ બોલ્યા જો આ ચશ્મા વગર દેખાય? આ ચર્ચા થઈ ગઈ કીધું. આ ચશ્મા છે તો દેખાય છે કે નહીં ? આ પરદ્રવ્ય આંહી છે તો સુમન દેખાય છે કે નહીં? કીધું એમ નથી બાપુ! દેખવાની પર્યાય જીવ પોતે પોતાથી કરે છે ત્યારે આને તો નિમિત્ત કહેવાય છે. આહાહાહા ! આને તો ઘણાં વર્ષ થયાં. પહેલી સાલ હશે? પહેલાં વિહારમાં ભાઈ ત્યાં હતા તે દિસંબકભાઈ ઉભા'તા. આહાહા અરે તમે ચર્ચા નહીં કરો તો તમારી મહત્તા શું રહેશે? કીધું ભાઈ અમારી મહત્તા કાંઈ નથી, અમે તો જ્યાં છીએ ત્યાં છીએ (કે) એમ કહે છે. એમ કહ્યું કે તમે સિંહ છો તો હું સિંહનું બચ્ચું છું ભાઈ અમે કંઈ કહેતા નથી બાપા અમે સિંહ છીએ.
ચંદ્રશેખર છે ને જીવા પ્રતાપનો ભત્રીજો દીક્ષા લીધી છે, બધી શ્રદ્ધા ભ્રષ્ટ. આહાહા ! ઝીણી વાત છે બહુ આ તો શ્વેતાંબર આખો સંપ્રદાય જ ગૃહિત મિથ્યાત્વથી ઊભો થયો છે. આકરી વાત છે બાપુ, આહાહાહા કર્મથી થાય બસ એ કર્મથી થાય. આંહી કહે છે કર્મથી થાય અને એને લઈને હું રખડું છું એમ માને તો એ મિથ્યાષ્ટિ છે. તદ્ન જુદું છે પેલાએ એમ કીધું કે આને લઈને આમ થાય, આને લઈને આમ થાય, અહીં ના પાડે છે કે અજ્ઞાનીઓ એમ માને છે, કર્મને લઈને હું રખડ્યો. એ કર્મનો અવયવ જે રખડાવે છે, કર્મ રખડાવશે એ કર્મ છે એમ માને છે એ મૂંઢ ને અજ્ઞાની છે એમ સિદ્ધ કર્યું. આકરી વાતું છે બાપુ. અને સ્થાનકવાસી તો એમાંથી નીકળ્યા છે. શ્વેતાંબરમાંથી એ તો વળી વધારે ભ્રષ્ટ છે. એમાં વળી તેરાપંથી નીકળ્યા છે એ વળી વધારે ભ્રષ્ટ તુલસી તમારા ગામનો છે ને લાડનુ(નો) શું કરે બિચારા એને મળ્યું નથી ને જે પરંપરા મળી, એ રીતે માન્યું. આહાહાહા !
અરે આંહી એ કહે છે, અજ્ઞાની એમ માને છે કે પૂર્વ અવયવ એ કર્મનો જ ભાગ છે. આહા! રખડવાનો અને ભવિષ્યમાં પણ રખડવાનો ભાવ એ કર્મનો જ ભાગ છે એને કર્મને લઈને રખડે અને એ કર્મ છે તે જ જીવ છે. છે? બહુ ગજબ વાત કરી અમૃતચંદ્રાચાર્યે મૂળ શ્લોકનો પાઠ છે એમાં એની ટીકા કરી છે ને? ભગવાન કુંદકુંદાચાર્યના શ્લોકમાં એ છે. આહાહા ! છે ને ઈ ? “જીવ અજઝવસાણું કર્મ ચ તથા પર્વેતિ