________________
ગાથા-૩૯ થી ૪૩
- ૨૧ પહેલી ગાથાનું ચોથું પદ “કમ્મ ચ તહાં પરુતિકર્મને આત્મા માને છે એટલે પરિભ્રમણનું કારણ કર્મ છે અને પરિભ્રમણને કારણે પરિભ્રમણ છે માટે કર્મ તે જીવ છે. હવે શું થાય ભાઈ, આકરી વાત છે બાપા કાંઈ એવા જીવને ઓલું નથી, એ જાતનું એને મળ્યું છે ને?
અહીં એમ કહે છે કે કર્મ છે એ જ પરિભ્રમણનું કારણ છે અને પરિભ્રમણ કરે છે એ પણ કર્મને લઈને, માટે કર્મ જીવ છે. એમ અજ્ઞાની, નપુંસક જીવો, અત્યંત વિમૂઢ જીવો, આહા.. બે શબ્દ છે, નપુંસકપણે છે ને? “કલીબવેન અત્યંત વિમૂઢાઃ” બે શબ્દ સંસ્કૃતમાં છે “કલીબત્વેન અત્યંત વિમૂઢાઃ” સંસ્કૃત્ત છે પહેલી લીટી, છે ને? નપુંસકપણે અત્યંત વિમૂઢ એમ શબ્દ છે. આહા.... અહીં તો શબ્દ શબ્દનો અર્થ છે ને? સંસ્કૃતમાં છે.
બસ ઈ રામવિજય કહે કર્મથી વિકાર થાય એમ તમે માનો તો ચર્ચા કરીએ એ આ વાત છે. અને આ પ્રશ્ન થયો'તો જ્યાં સુમનભાઈ ને આપણે જજ કનુભાઈ જજ-જજ હમણાં રીટાયર્ડ થઈ ગયા. સરકારે રદ કર્યા અમદાવાદમાંથી કંઈ ખટપટ હશે. એ બેય જણા પહેલાં અહીં હતાં ને? ઘણાં વર્ષ પહેલાંની વાત છે, પછી અહીંથી સાંભળીને ગયા રામવિજયજી પાસે એના ગુરુ પાસે એને કહે કે આત્મા પરનું કાંઈ કરે નહીં એ કહે કે પરમાણુનું ન કરે, શરીરનું કરે પરમાણુ નાનો ખરોને એમ ઝીણું છે ને એને ન કરી શકે એમ પણ આ જે શરીર છે તેનું કરી શકે, એમ ભગવાન પણ એમ કે વાણી રહે છે ને પછી કાઢે છે. ભાષા, આ કહે એ અમારી માન્યતા નથી એ લોકોમાં ચીજ જ એવી છે કર્મનું જ આખું લખાણ છે. સૂયગડાંગની પહેલી ગાથા છે. “બુજેવ જટીમટીજા” કર્મને જાણે એમ ત્યાં છે, “બંધનમ્ પરિહિયાણયાં” એમ છે ત્યાં પહેલી ગાથા “બંધને જાણ” “કર્મના બંધનને જાણ” (શ્રોતાઃ- દ્રવ્યકર્મ લેવો કે ભાવકર્મ) જડ, જડનું બંધન છે એને જાણે.
શબ્દો ભૂલી ગયા મોઢે હતું તે દિ'બધું કંઠસ્થ. કીધું આમાં આ ભૂલ છે આમાં વાત એવી છે ભાઈ ભૂલ કરે છે જીવ પોતાની પર્યાયમાં પોતાને ભૂલીને કર્મને લઈને છે, તો ઈ કર્મને લઈને વિકાર કર્મને લઈને પરિભ્રમણ, કર્મને લઈને ચોર્યાસીનો અવતાર તો ઈ કર્મને લઈને છે એમ એ લોકો માને છે. ભારે કર્મી જીવ જ ભારે કર્મી મિથ્યાત્વ સેવે એ ભારે કર્મી છે. છે? એ ક્રિયા તે રૂપે ક્રિીડા કરતું તે પરિભ્રમણની ક્રિયા એમ તે રૂપે કીડા કરતું (જે) કર્મ તે જ જીવ છે, કારણકે પરિભ્રમણના કારણના કર્મ વિના કોઈ જુદો જીવ જોવામાં આવતો નથી. એમ કહે છે. બે (બોલ થયા).
કોઈ કહે છે તીવ્ર મંદ અનુભવથી ભેદરૂપ થતાં, રાગરૂપ રસથી ભરેલાં મંદ અને તીવ્ર” મંદ અને તીવ્ર, બસ એ જ આત્મા છે. રાગની મંદતા તે આત્મા અને રાગની તીવ્રતા તે આત્મા. તીવ્ર મંદ અનુભવથી ભેદરૂપ થતાં જેનો અંત દૂર છે, વિકારનો અંત ક્યાં છે કહે છે, અંત ન થઈ શકે એવો જે મંદ તીવ્ર ભાવ, રાગરૂપ રસથી ભરેલા અધ્યવસાનોની જે સંતતિ (પરિપાટી) તે જ જીવ છે. મંદભાવ શુભજોગ ને તીવ્રભાવ અશુભજોગ બસ એ જીવ છે. (શ્રોતા:- પર્યાયને એ જીવ માને છે) એ વિકૃતને જીવ માન્યો. આકરું કામ બહુ ભાઈ ! અનંત અનંત પુરૂષાર્થ જોઈએ. એ રાગના પરિણામ મંદ હોય તો ય હું નહીં ને તીવ્ર હોય તો ય હું નહીં, એ કાંઈ સાધારણ વાત નથી બાપા. “હું તો એક જ્ઞાયક ચૈતન્ય જ્યોતસ્વરૂપ છું” એમાં તીવ્ર મંદ રાગનો કોઈ અવકાશ જ નથી. આહાહા... તો અહીં તો એ કહે છે કે શુભજોગ જ પંચમકાળમાં હોય, મંદ રાગ એ પંચમકાળમાં હોય એટલે અજીવપણું પંચમકાળમાં હોય,