________________
૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૩ વસ્તુની સ્થિતિ આમ છે હોં. કોઈ વ્યક્તિનું આપણે કામ નથી આ તો એનું સ્પષ્ટીકરણ થાય છે, દૃષ્ટિનો મોટો ફે૨. દૃષ્ટિ જ જ્યાં વિપરીત છે ત્યાં પછી વ્રત ને તપ આવ્યા ક્યાંથી ન્યાં ? તીવ્ર મંદ રાગરૂપ૨સથી ભરેલો, ચાઢે તો તીવ્ર અશુભ રાગ હો કે મંદ રાગ હો, પણ એ રાગનો ૨સ છે એમાં, આત્મ૨સ નથી એમાં, એ જ આત્મા છે અમારે તો બસ શુભજોગથી કલ્યાણ થશે એમ માનનારા શુભજોગને આત્મા માને છે, રાગની મંદતાને આત્મા માને છે. કહો, ચંદુભાઈ ! આવું ઝીણું છે જરી. અરે ભવનો અંત લાવવાની વાતું બાપા. અંદર ભગવાન રાગની મંદતાથી પણ પ્રભુ તો ભિન્ન છે, એને આત્મા કહીએ રાગની મંદતા એ આત્મા નહીં. એ તો પુદ્ગલના ખરેખર તો પરિણામ છે. રાગને પુદ્ગલ પરિણામ કહયા છે ને અચેતન, આ અપેક્ષાએ હોં. ઓલો કઠે કર્મને લઈને થાય એમ નહીં, સ્વભાવમાં નથી અને તેથી રાગ મંદ થાય છે તે પુદ્ગલના પરિણામ આ અપેક્ષાએ. પાછા કોઈ એમ કહે કે પુદ્ગલને લઈને થયા માટે એના કા૨ણે ૨ખડવું થાય છે એમ નથી.
આરે આ ! કહો, પંડિતજી ! આવા બધા ભંગ ને ભેદ એકકોર એમ કહે કે મંદ પરિણામ પણ મારા પુરૂષાર્થ ને ઉલટા પુરૂષાર્થથી થાય છે, એ કર્મથી નહીં અને તે મંદ પુરૂષાર્થથી થાય તે મારું સ્વરૂપ નથી. એવું જે સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન એ ચૈતન્યને અવલંબીને થાય, ઈ એમ માને છે કે રાગની મંદતા એ મારી નથી. રાગની મંદતાથી મને લાભ થાય એ હું નહીં. આહાહા... એમ કે આ વ્રત ને તપ ને ભક્તિ કરીએ ને એ શુભભાવ છે. એ શુભભાવથી શુદ્ધતા થશે, તો એનો અર્થ એ થયો કે રાગનો તીવ્ર૨સ ને મંદ૨સ એનાથી અરાગીપણું થશે. આહાહા... હેય માને તો ઈ તો થઈ રહ્યું એ મારું નથી, થાય છે છતાંય જ્ઞાન જાણે છે કે મારી વસ્તુની ચીજ નથી, પર્યાયની કમજોરીથી થયો છે, તે કર્મને લઈને થયો નથી. અહીંયા તો સર્વસ્વ રાગની તીવ્રતા ને મંદતા તે સર્વસ્વ છે. વળી કોઈક રાગ રહિત ભગવાન આત્મા છે, એ અમે નથી જાણતા કહે છે. બધી રાગની ૨મતું છે. મંદ રાગ કે તીવ્ર રાગ જે આ રાગમાં રાગનો રસ પડયો છે, બસ, એ જ આત્મા છે. એનાથી વળી જુદો આત્મા અમે જાણતા નથી, માનતા નથી. આહા !
એક શબ્દ આવે છે. બેનના ઓલામાં કે “રાગથી રહિત થઈશું તો શૂન્ય થઈ જઈશું” શુભ જોગ છોડી દઈશું તો શૂન્ય થઈ જઈશું, છે ને ? “શુભરાગ છોડીશ તો શૂન્ય થઈ જઈશ” એમ નથી પ્રભુ ! શુભરાગ છૂટશે તો ત્યાં નિવડતા (પ્રગટતા ) જ્ઞાન ને આનંદની થશે. શૂન્યતા નહીં થાય એમ કહે છે શુભ જ ભાવ છે આખો આ હવે એને છોડી દઈશું તો શૂન્ય થઈ જઈશું એમ આંહી કહે છે, એ જ કહે છે કે શુભભાવ છે એ જ પોતે છે. એને છોડી દેશો તો શૂન્ય થશે. પણ એને છોડી દઈશ તો દૃઢતા જ થશે આનંદની શુભથી જાણે હું છું ઓલા શુભથી અને એને છોડી દઉં તો હું શૂન્ય થઈ જઈશ. ભાઈ જુદો જ છે. છોડવું નથી, છૂટો જ છે. શુભરાગ જ્ઞાયકભાવથી છૂટો જ છે, એક થયો જ નથી એને અહીં એ કહે છે અમારે તો મંદ ને તીવ્ર રાગ ૨સ બસ, એ એક મંદ ને તીવ્ર, મંદ ને તીવ્ર બસ, વળી રાગનો અભાવ ક૨વો અને આવો આત્મા, એ અમને નથી. ( બેસતું ) આવું કામ છે, વિશેષ કહેશે લ્યો. ( શ્રોતાઃપ્રમાણ વચન ગુરુદેવ )