________________
ગાથા-૩૯ થી ૪૩
૨૩
પ્રવચન ન. ૧૧૪ ગાથા-૩૯ થી ૪૩ શનિવાર આસો વદ-૫ તા. ૨૧/૧૦/૭૮
સમયસાર ગાથા ૩૯ થી ૪૩ છે ને ત્રણ બોલ ચાલ્યા ત્રણ. શું ચાલે છે? કે આ અંદર આત્મા છે એ જ્ઞાનાનંદ સહુજાત્મ સ્વરૂપ શુદ્ધ ચૈતન્યન, એને નહીં જાણનારાઓ, રાગના ભાવની એકતાબુદ્ધિ એવો જે અધ્યવસાય તેને આત્મા માને છે અજ્ઞાની. (શ્રોતા:- વિકારની પર્યાયને આત્મા માને છે ) રાગની પર્યાય છે ને અધ્યવસાય એકત્વબુદ્ધિ, એ રાગથી ભિન્ન છે ભગવાન અંદર તો, એ તો સચ્ચિદાનંદ શુદ્ધ ચૈતન્યઘન એવું તત્ત્વ છે, પણ ખબર નથી એની અને આ વસ્તુ ચાલતી નથી. આ તો ક્રિયાકાંડ કરો ને આ કરો ને તે કરો. એથી અહીં કહે છે ભગવાન આત્માને. કેટલાક એમ માને છે કે એ રાગ ને પુણ્ય પાપથી મલિન એકતાબુદ્ધિ એ આત્મા, એનાથી જુદો આત્મા અમને તો કંઈ જણાતો નથી માટે એ જ આત્મા એમ કહે છે. અજ્ઞાની એમ માને છે. ત્રણ બોલ ચાલી ગયા છે.
બીજો બોલ. અમારે તો એ કર્મ છે એનાથી ક્રિયા થાય છે પરિભ્રમણની એ કર્મ તે આત્મા છે, બીજો કોઈ આત્મા જુદો છે એ અમને તો જણાતો નથી, એમ અજ્ઞાનીઓની અંતરની કુદલીલ છે. કર્મનો એક અવયવ અંશ પૂર્વનો પરિભ્રમણનું કારણ થયું એનો અંશ પરિભ્રમણનું કારણ થશે માટે તે કર્મ તે જ આત્મા એનાથી વળી પરિભ્રમણથી જુદી ક્રિયાવાળો આત્મા એવો અમને જણાતો નથી, એમ અજ્ઞાની અનાદિથી મિથ્યાશ્રદ્ધાપણે માની રહ્યો છે. (શ્રોતા – આ વ્યાખ્યાની એને ખબરેય નથી ને...) વિચારેય કર્યો નથી ને, આવો અંદર ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ સત્ નામ જ્ઞાન ને આનંદનું સ્વરૂપ શાશ્વત એવી ચીજ અંદર ભિન્ન છે, એ રાગની ક્રિયા અને એક સમયની વર્તમાન પર્યાય, જે છે ને પર્યાય અવસ્થા એથી અંદર સમીપ અંદર તત્ત્વ જે છે, એ અખંડાનંદ પ્રભુ ભિન્ન છે. એને નહિ જાણતા, કર્મને જ આત્મા માનનારાઓ મૂઢ જીવો મિથ્યાષ્ટિ અનાદિથી પરિભ્રમણ કરે છે, બે બોલ થયા. આ (હવે ) ત્રીજો બોલ.
રાગની મંદતા કે તીવ્રતા તે આત્મા, અમને વળી આત્મા મંદ રાગ, રાગ મંદ હો શુભભાવ તરીકે, ત્રીજો બોલ છે ત્રીજો, રાગ મંદ હો કે તીવ્ર હો, એનાથી ભરેલો ભાવ તે જ જીવ છે, એ રાગની મંદતા ને તીવ્રતા, આ અમને તો દેખાય છે. એ રાગની મંદતા ને તીવ્રતાથી જુદો કોઈ આત્મા અમને તો જણાતો નથી. ત્રણ બોલ તો થઈ ગયા છે.
આ તો ચોથો બોલ જરી, ચોથો કોઈ એમ કહે છે, છે? કે નવી ને પુરાણી અવસ્થા આ શરીર-શરીર, જીર્ણ અવસ્થા થાય જુવાન અવસ્થા થાય નવીન, એ અવસ્થા તે આત્મા છે હવે આત્મા એનાથી જુદો છે, શરીર એ આત્મા કેમકે શરીરની બધી ક્રિયાઓ અમારા આત્માથી થાય છે. માટે શરીરની ક્રિયાઓ જે કાંઈ શરીર જીર્ણ હો કે પુષ્ટ હો પણ એ આત્મા શરીર છે. આત્મા શરીરથી જુદો એમ અમને તો જાણવામાં પણ આવતું નથી. એમ અજ્ઞાનીની માન્યતા છે. અનાદિથી આમ માની રહ્યો છે. આ તો શરીર તો માટી છે, ધૂળ છે, અજીવ છે, જડ છે, ભગવાન તો અંદર ચૈતન્ય મંદિરમાં આનંદકંદ પ્રભુ બિરાજે છે. એની એને ખબર નથી, એથી આ શરીરને જ આત્મા (માને છે) એ પરદેશી રાજાના અધિકારમાં આવે છે એવું. ભાઈ ! એમ કે શું કહેવાય? તીર તીર તીર જો જીર્ણ હોય તો જીર્ણ કામ કરે, ભલે એ આત્મા અંદર હોય પણ