________________
૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૩ જીર્ણ કામ કરી શકે બરાબર કામ કરી શકે નહીં. અને બરાબર તીર પાકુ હોય તો આત્મા અંદર જે હોય મારી શકે, માટે તીર તે જ આત્મા, એમ આ શરીરની અવસ્થા જીર્ણ મંદ થાય તે જ આત્મા, ઈ પરદેશમાં આવે છે. ભાઈ તે દિ' તો વ્યાખ્યાન બહુ ચાલ્યુ'તું રાજકોટમાં બહુ ૮૯ માં ઘણાં વર્ષ થઈ ગયા. ત્રણ ત્રણ હજાર માણસ ૮૯ ની સાલ સંપ્રદાયમાં પરદેશી રાજાનું વ્યાખ્યાન ચાલતું'તું ને ૮૯ રાજકોટ-રાજકોટ બહાર દશા શ્રી માળીની ભોજનશાળામાં, ત્રણ ત્રણ હજાર માણસ માંય નહીં એટલું હતું, ૮૯ માં, ૪૫ વર્ષ થયા. તે દિઆ દૃષ્ટાંત આપ્યું 'તું ભોજનશાળા છે ને આપણી દશા શ્રીમાળીની બહાર, વંડો કહેવાય છે ને, વંડો. એ આંહીં એમ કહે છે કે, આ શરીર મોળુ હોય તો આત્મા વધારે કામ કરી શકતો નથી. માટે એ જ આત્મા છે. શરીર લઠ હોય તો કામ એકદમ કરી શકે આત્મા, માટે એ જ આત્મા છે. (એમ દેખાય છે) મૂંઢ એમ માને છે. શરીર જીર્ણ હોય કે શરીર પુષ્ટ હોય, ભગવાન તો અંદર આનંદનો નાથ પ્રભુ સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાનનો સાગર, આનંદનો સાગર બિરાજે છે. ભાઈ, તને ખબર નથી. અને એના ભાન વિના તારા જનમમરણ મટે એવા નથી. ૮૪ નો અવતાર કરી કરીને બાપુ ઠરડ નીકળી ગયો છે બાપુ, એ આવી શ્રધ્ધા ને આવી માન્યતાથી. આહા ! ત્રણ બોલ થઈ ગયા છે. આ ચોથો. ( પુરાણી અને નવીન અવસ્થાથી પ્રવર્તતું એવા ભાવે, એ નોકર્મ તે જીવ છે. કારણકે શરીરથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી, એમ અજ્ઞાની માને છે. છે ને ?
ચોથો બોલ, ભાઈ દરબાર અમારા જૂના જાણીતા છે. ચૂડામાં દિવાન હતા ત્યારે ગયેલાને વ્યાખ્યાનમાં પહેલાં વહેલા ગયેલાને ૯૯ ની સાલમાં, ત્યારે દિવાન હતા ને ત્યાં ચૂડામાં. ૯૯ માં પહેલાં નીકળ્યાં'તા વિહારમાં પરિવર્તન કરીને, ત્યારે દરબાર આવતા નામ ભુલાઈ ગયું. આ તત્ત્વ ક્યાં (બીજે ક્યાં છે.) આજે જગતની પ્રવૃત્તિ આડે અને એનાથી પણ આગળ વધીને હવે બીજું કહે છે.
કોઈ એમ કહે છે પાંચમો બોલ ચોગડા પછી, સમસ્ત લોકને પુણ્યપાપરૂપ વ્યાપતો કર્મનો વિપાક તે જ જીવ છે. અમને તો અંદર શુભભાવ ને અશુભભાવ થાય એ સિવાય જુદો આત્મા જણાતો નથી, એ આત્મા છે, એમ કહે છે, શુભભાવ તે પુણ્ય છે. દયા-દાન-વ્રત-ભક્તિ આદિ ભાવ તે પુણ્ય છે, હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના આદિ પાપ ભાવ છે, તો અમને તો એ પુણ્યપાપરૂપી ભાવ જે શુભાશુભ છે, તેનાથી આત્મા જુદો છે એમ તો અમને જણાતો નથી. આહાહાહા ! છે? સમસ્ત લોકને પુણ્યપાપરૂપે વ્યાપતો, પુણ્ય કરે તો એને સ્વર્ગાદિ મળે, પાપ કરે તો નરકાદિ પણ એ પુણ્ય ને પાપમાં રહેલો એ આત્મા છે. પુણ્યપાપના ભાવથી ભિન્ન છે એમ અમને જણાતો નથી. જુઓને અત્યારે આવ્યું'તું ને સુખસાગર એક દિગંબર છે એ કહે કે અત્યારે પંચમકાળમાં તો શુભજોગ જ છે. અરરર! શુભજોગથી જુદી ચીજ અત્યારે છે જ નહીં. દિગંબર શાંતિસાગરની પરંપરામાં થયેલ, પ્રભુ! આવું કર્યું છે. એ તો દલીલ છે આની પહેલેથી એ તો ચાલી આવે છે. ભાઈ શુભભાવ દયા દાન વ્રત એ પરિણામ અને હિંસા ચોરી જૂઠું વિષય ભોગ વાસના કામ ક્રોધ એ પાપ બેથી જુદો કોઈ આત્મા અમને તો દેખાતો નથી. બે-તે આત્મા છે. આહાહા... છે?