________________
૨૫
ગાથા-૩૯ થી ૪૩
સમસ્ત લોકને પુણ્ય પાપ આખા લોકમાં આખું બધું વ્યાપેલું છે, પુણ્ય પાપથી સ્વર્ગ, નર્ક મળે છે ને તે જ આત્મા છે. પુણ્યપાપરૂપે વ્યાપતો જુઓ આ કર્મનો વિપાક એ કર્મનો પાક, ફળ શુભઅશુભ ભાવ એ પુણ્યપાપ એ કર્મનો પાક છે, એ જ અમને તો આત્મા છે એમ લાગે છે. કહે છે અત્યારે કહે છે ને કે દયા, દાન, વ્રત ભક્તિ આદિના ભાવ એ ધર્મ છે એ ધર્મનું કારણ છે એને જ એ જીવ માને છે. એ આ દલીલ છે આ. બધા ઉત્તર આપશે હોં પાછળ, આ તો હજી એની (અજ્ઞાનીની) દલીલ છે. પુણ્યપાપરૂપે વ્યાપતો, કર્મનો વિપાક બસ. આહા... ભગવાન અંદર સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાનના નૂરના પૂરથી ભરેલો એને ન જાણતાં ઈ પુણ્યપાપના ભાવને જ આત્મા માને છે, એ અનાદિનું આમ છે. પુણ્યપાપરૂપે શુભાશુભ ભાવથી અન્ય જુદો, જોયું? શુભાશુભભાવ શુભ નામ દયા, દાન, વ્રત, ભક્તિ પૂજાનો ભાવ એ શુભ અને હિંસા ચોરી જૂઠું વિષય ભોગ વાસના તે અશુભ, એનાથી કોઈ જુદો આત્મા છે એ તો અમને જણાતું નથી અમને તો એ શુભાશુભ ભાવ છે એ જ જીવ છે. (એમ જણાય છે) આહા ! એ પાંચમો બોલ. થયો ને?
કોઈ કહે છે કે શાતા, અશાતારૂપે વ્યાસ જે સમસ્ત તીવ્ર મંદ– ગુણો તે વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ તે જ જીવ છે. અંદરમાં સુખદુઃખની કલ્પનાથી જે વેદાય છે એ જીવ છે, બીજો વળી સુખદુઃખની કલ્પનાથી ભિન્ન અંદર કોઈ ચીજ છે એ અમને જણાતો નથી. શાતાવેદનીયથી અનુકૂળ સંયોગ મળે ને એમાં કલ્પના થાય કે મને ઠીક છે, અશાતાના ઉદયથી પ્રતિકૂળ સંયોગ મળે એમાં થાય મને ઠીક નથી, એ સુખદુઃખની કલ્પના એ સિવાય જુદી ચીજ અમને તો ભાસતી નથી. અરે ભગવાન શું કરે છે તું આ? આચાર્યો ખુલાસો કરે છે. બધો કરશે ભાઈ તું આ માને છે એ અજીવને તું જીવ માને છો. એ શુભ અશુભ ભાવ એ ખરેખર તો આસ્રવ છે, ભાવબંધ છે, અજીવ છે. નિશ્ચયથી તો તે પુગલના પરિણામ છે. ભગવાન તારા પરિણામ નહીં, તું તો શુદ્ધ આનંદનો નાથ છો ને નાથ પ્રભુ, તું તો જ્ઞાનનું પૂર છો. અંદર પાણીનું જેમ પૂર હોય તે આમ (ઉર્દુ) હોય આ જ્ઞાન જ્ઞાન જ્ઞાન જ્ઞાન જ્ઞાન જ્ઞાન આનંદ આનંદ આનંદ આનંદ એમ ધ્રુવ પૂર છે તું. અરેરે કોણે એ વિચાર કર્યો છે, નવરાશેય ક્યાં છે. ફૂરસદેય કયાં છે? અંદર ભગવાન જાણક સ્વભાવરૂપી દળ ચૈતન્ય રસકંદ એને આત્મા માનવો, એને ઠેકાણે આ કહે છે અમારે તો પુણ્ય પાપના ભાવની શાતા અશાતાની કલ્પના, સુખદુઃખની ભાવસુખ એટલે આ કલ્પનાનું સુખ એ આત્મા લાગે છે, અમને તો એનાથી જુદો વળી આનંદસ્વરૂપ આત્માને (તે) અમને તો ક્યાંય દેખાતો નથી. આહાહા !
કોઈ કહે છે કે શિખંડની જેમ ઉભયરૂપ મળેલા આત્મા ને કર્મ તે બંને મળેલા જ જીવ છે. અમારે તો આત્મા ને કર્મ બે થઈને જીવ છે. વળી કર્મ જુદાં ને આત્મા જુદો છે? શિખંડમાં જેમ દહીં ને ખાંડ, દહીં ને ખાંડ હોય ને શિખંડમાં એમ દહીં સમાન કર્મ, ખાંડ સમાન આત્મા, બે થઈને અહીં તો આત્મા છે, કર્મથી વળી જુદો અંદર આત્મા ભગવાન. આ ક્રિયાકાંડીઓ એ જ માને છે ને શુભભાવની ક્રિયાઓ તે આત્મા અને તે આત્માનો ધર્મ. એ દલીલ અજ્ઞાનીઓની આ જ છે કહે છે, એવું છે. શિખંડની જેમ આત્મા ને કર્મ બંને મળેલા સમસ્તપણે, કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. સાત બોલ થયા.