________________
૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૩ કોઈ કહે છે અર્થક્રિયામાં સમર્થ એવો જે કર્મનો સંયોગ, એ આઠેય કર્મનો સંયોગ એ જીવ છે, કારણકે એમાં આઠ લાકડાના સંયોગથી અન્ય જુદો કોઈ ખાટલો જોવામાં આવતો નથી. ખાટલો હોય ને ખાટલો ચાર એના પાયા અને ચાર ઈસ શું કહેવાય એ? બે બાજુ બે લાકડા એમ ચાર લાકડા ને ચાર પાયા આઠ વસ્તુ છે એ ખાટલો એમાં સુનારો વળી જીવ જુદો છે. અમારે તો આઠ કર્મ છે એનો સંયોગ જે છે એ જ આત્મા. (શ્રોતા- સંયોગ સિવાય બીજો કોઈ પદાર્થ જોયો નથી) જોયો નથી તેથી જ તો કહે છે ને? તેથી જ માને છે ને એને? ભાઈ કર્મના રજકણો જડ છે પ્રભુ તારી ચીજ તો અંદર જુદી છે. વસ્તુ છે એ તો કર્મને અડતી નથી એવી ચીજ છે. અંદર જ્ઞાનાનંદ પ્રભુ પ્રજ્ઞાબ્રહ્મ સ્વરૂપ પ્રભુ છે. પ્રજ્ઞા નામ જ્ઞાન અને બ્રહ્મ નામ આનંદ અતીન્દ્રિય, એ જ્ઞાન અને અતીન્દ્રિય આનંદ સ્વરૂપ તે પ્રભુ છે આત્મા. તો એને ઠેકાણે તું આઠ કર્મના સંયોગને જ આત્મા માને છો, કહેશે આગળ જવાબ આપશે.
ખાટલો આઠ લાકડા મળીને ખાટલો થયો, થયો ને ઓલા બે આડા બે ઉભા ચાર ને ચાર પાયા એનાથી અન્ય જુદો જીવ જોવામાં આવતો નથી. આ પ્રમાણે આઠ લાકડા મળીને ખાટલો થયો છે ત્યારે અર્થ ક્રિયામાં સમર્થ થયો, અર્થક્રિયા એટલે સુવામાં કામ આવ્યો, તે રીતે અહીં પણ જાણવું. એ આઠ કર્મની સ્થિતિ છે ભેગું એ જ આત્મા. આ પ્રમાણે આઠ પ્રકાર તો આ કહ્યા.
એવા એવા અન્ય પણ અનેક પ્રકારે દુર્બુદ્ધિઓ આહાહા... જેની બુધ્ધિ મેહાવી દુર્મહાવી દુર્બુદ્ધિ છે એ રીતે આ આત્માને એમ માને છે. ઓલાયે કહ્યું ને કે વ્યવહાર છે, સિદ્ધને નિશ્ચય હોય, પણ પછી ૧૫૬ ગાથામાં તો એમ કહ્યું એને વ્યવહારે વિદ્ધસ વર્ટાતિ વિદ્વાનો વ્યવહારમાં વર્તે પણ તેમનો મોક્ષ નહીં. આ બધું ભારે ઘણું ભર્યું કરે છે કામ અને એ સમયસારના વખાણ કરે બહુ બધાય કારણકે વ્યવહાર રાખ્યો ખરો ને વ્યવહાર. એક તુલસીએ વખાણ કર્યા'તા સ્થાનકવાસીએ વખાણ કર્યા. દેરાવાસીએ વખાણ કર્યા દિગંબરે કર્યા. પુસ્તક છે ને? ત્યાં છે. ત્યાં છે. પણ એ વસ્તુ જ તન્ન ઊંધી કરી છે અર્થ જ છે. જે સમયસારનો ભાવ છે તેનાથી તદ્ન ઉધી. હવે અહીં કહે છે સ્વામીજી અમને કાંઈ બતાવે એમ કે અમે કર્યું એના માટે શું કહે છે? ભાઈ અમે કેમ કહીએ તને ખોટું ધતિંગ એમ અમારે કેમ કહેવું. અહીં પુછવા આવ્યા'તા પંડિત, આ પુસ્તક એમ કે સ્વામી પાસે આવ્યું હશે તો એને માટે બધા વખાણ કરે છે તો શું કહે છે સ્વામીજી, શું કહીએ બાપા? એ રાગ અને રાગની ક્રિયા જે છે, એ તો વ્યવહાર ને બંધનું કારણ છે, એ વ્યવહાર રાખ્યો છે ને, નિશ્ચય તો સિદ્ધમાં રાખ્યો છે. તો પછી અહીં શું કીધું? વ્યવહારે વઢંતિ એ મૂઢ જીવ છે. “નિશ્ચય નયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની” તો નિશ્ચય સિદ્ધ ને જ છે કે અહીં છે નિશ્ચય?
ભગવાન આત્મા પાણી ને કાદવ જેમ છે એ કાદવથી પાણી ભિન્ન છે. એમ એ પુણ્ય પાપના રાગના મલિન પરિણામ એનાથી ચૈતન્ય ઝળહળ જ્યોતિ ભગવાન શુદ્ધ ચૈતન્યઘન ભિન્ન છે. અરે શું થાય ભાઈ. અભ્યાસ ન મળે અને માથે કહેનારા મળે એ હા હા પાડીને, નિર્ણય કરવાનો વખત ન મળે. મારું શું થશે? હું અહીંથી ક્યાં જઈશ? અહીંથી આત્મા તો ચાલ્યો જશે, આત્મા તો નિત્ય રહેશે, એ કાંઈ નાશ થઈ જાય છે? તો, મેં જો આ રીતે પરને આત્મા માન્યો તો હું તો ત્યાં પરના સંયોગમાં જ રહીશ ભવિષ્યમાં, પણ એ કહે છે પરંતુ તેમને