________________
ગાથા-૩૯ થી ૪૩
૨૭ પરમાર્થના જાણનારાઓ સત્યાર્થવાદી કહેતા નથી. ધર્મી સંતો નિશ્ચયના જાણનારા આવું માનનારને સત્યાર્થવાદી કહે છે કે સાચું કહેનારા નથી જૂઠું કહેનારા છે. આહાહાહા!
ભાવાર્થ - ભાવાર્થ છે ને ? જીવ અજીવ બને અનાદિથી એક ક્ષેત્રમાં રહ્યા છે. આમ જ્યાં ભગવાન આત્મા છે ત્યાં કર્મ ને શરીર રહ્યા સાથે, છતાં કાંઈ એક થયા નથી. સમજાણું કાંઈ ? સંયોગરૂપ મળી રહ્યા છે. અનાદિથી જીવની પુગલના સંયોગથી અનેક વિકારસહિત અવસ્થાઓ, જોયું? એ કર્મના સંયોગથી વિકાર અવસ્થા અનાદિથી થઈ રહી છે એનામાં, આહા! “પરમાર્થ દૃષ્ટિએ જોતાં જીવ તો પોતાના ચૈતન્યત્વ આદિ ભાવોને છોડતો નથી” ભગવાન છે એ ચૈતન્ય છે આનંદ છે જ્ઞાન છે શાંત શાંત અવિકારી સ્વભાવ છે એની પર્યાયમાં ભલે વિકાર હો, અવસ્થામાં, વસ્તુ પોતે પોતાના સ્વરૂપને છોડતી નથી. આહા! સમજાય છે કાંઈ
અને પુગલ પોતાના મૂર્તિક જડત્વ આદિને છોડતું નથી. પુદ્ગલ જડ છે, વિકારી ભાવ પણ નિશ્ચયથી તો જડ છે. એ એના સ્વભાવને છોડતું નથી અને આ પ્રભુ ચૈતન્યમૂર્તિ ભગવાન પોતાના સ્વભાવને છોડતો નથી. આવું ક્યાં ભેદજ્ઞાન? પરંતુ જે પરમાર્થને જાણતા નથી, તેઓ સંયોગથી થયેલા ભાવોને, સંયોગ એટલે કર્મના સંયોગ એનાથી થયેલા ભાવોને જ જીવ કહે છે. એ પુણ્યના પરિણામ એ જીવ દયા, દાન, વ્રતના પરિણામ એ આત્માને લાભદાયક, એમ અજ્ઞાનીઓ જડને પુદ્ગલના સંયોગને અથવા સંયોગથી થતાં ભાવને જીવ માને છે. આહાહાહા!
કારણકે પરમાર્થ જીવનું સ્વરૂપ પુગલથી ભિન્ન સર્વજ્ઞને દેખાય છે. સર્વજ્ઞ સ્વભાવી પરમાત્મા થાય એને આ રાગથી ભિન્ન સર્વજ્ઞસ્વરૂપી દેખાય છે. આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે. સર્વજ્ઞ સ્વભાવ, સર્વને જાણનાર દેખનાર સ્વભાવવાળો આત્મા છે. એવું સર્વજ્ઞા ભગવાન જાણે છે.
હવે એને જાણ માટે કહેશે, તેમજ સર્વશની પરંપરાના આગમથી જાણી શકાય છે, આગમના વચનોથી અંદર અનુભવ કરે તો એને જાણી શકાય છે કે આ રાગથી આત્મા ભિન્ન છે. ચાહે તો એ દયા, દાન, વ્રત ભક્તિ પૂજાનો ભાવ હો, પણ એ તો રાગ છે, વૃત્તિનું ઉત્થાન છે, વિકાર છે, વિભાવ છે, દુઃખરૂપ છે. એનાથી ભગવાન જુદો છે. તેથી જેમના મતમાં સર્વજ્ઞ નથી જેને કાંઈ સર્વજ્ઞ જેના મતમાં નથી એને એ જાણ્યું નથી. કલ્પનાથી બધી વાતો કરી છે. તેઓ પોતાની બુદ્ધિથી અનેક જાણી શકાય છે, અનેક કલ્પના કરી કહે છે. તેમાંથી વેદાંતિ-વેદાંતિ એક જ આત્મા સર્વવ્યાપક, એ જુઠી વાત છે. આઠ બોલ આવ્યા છે ને એમાં નાખ્યા છે આઠ મીમાંસક, સાંખ્ય, યોગદર્શન, બોદ્ધદર્શન, નૈયાયિકદર્શન, વૈશેષિકદર્શન, ચાર્વાક, નાસ્તિકદર્શન આદિ મતોના આશય લઈ આઠ પ્રકાર તો પ્રગટ કહ્યા, અહીં એમ કહ્યું એમણે અને અન્ય પણ પોતપોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી અનેક પ્રકારે કહે છે, તે ક્યાં સુધી કહેવું?
એવું કહેનારા સત્યાર્થવાદી કેમ નથી, આમ માનનારા જૂઠાં છે, સાચા નથી એનો ઉત્તર દેવામાં આવે છે.