________________
૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૩ અને પુગલ પોતાના મૂર્તિક જડત્વ આદિને છોડતું નથી. પરંતુ જે પરમાર્થને જાણતા નથી તેઓ સંયોગથી થયેલા ભાવોને જ જીવ કહે છે; કારણ કે પરમાર્થે જીવનું સ્વરૂપ પુદ્ગલથી ભિન્ન સર્વજ્ઞને દેખાય છે તેમ જ સર્વશની પરંપરાનાં આગમથી જાણી શકાય છે, તેથી જેમના મતમાં સર્વજ્ઞ નથી તેઓ પોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી કહે છે. તેમાંથી વેદાંતી, મીમાંસક, સાંખ્ય, યોગ, બૌદ્ધ,નૈયાયિક, વૈશેષિક, ચાર્વાક આદિ મતોના આશય લઈ આઠ પ્રકાર તો પ્રગટ કહ્યા; અને અન્ય પણ પોતપોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી અનેક પ્રકારે કહે છે તે ક્યાં સુધી કહેવા?
પ્રવચન નં. ૧૧૩ ગાથા ૩૯ થી ૪૩ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન
તા. ૨૦/૧૦/૭૮ શુક્રવાર આસો વદ-૪ હવે જીવ-અજીવનું એકરૂપ વર્ણન કરે છે:
अप्पाणमयाणंता मूढा दु परप्पवादिणो केई। जीवं अज्झवसाणं कम्मं च तहा परूवेंति।।३९ ।। अवरे अज्झवसाणेसु तिव्वमंदाणुभागगं जीवं। मण्णंति तहा अवरे णोकम्मं चावि जीवो त्ति।।४०।। कम्मस्सुदयं जीवं अवरे कम्माणुभागमिच्छंति। तिव्वत्तणमंदत्तणगुणेहिं जो सो हवदि जीवो।।४१।। जीवो कम्मं उहयं दोण्णि वि खलु केइ जीवमिच्छंति। अवरे संजोगेण दु कम्माणं जीवमिच्छंति।।४२।। एवंविहा बहुविहा परमप्पाणं वदंति दुम्मेहा।
ते ण परमट्ठवादी णिच्छयवादीहिं णिद्दिट्ठा।।४३।। કો મૂઢ, આત્મતણા અજાણ, પરાત્મવાદી જીવ જે,
છે કર્મ, અધ્યવસાન તે જીવ” એમ એ નિરૂપણ કરે ! ૩૯. વળી કોઈ અધ્યવસાનમાં અનુભાગ તીક્ષણ-મંદ જે, એને જ માને આતમાં, વળી અન્ય કો નોકર્મને! ૪૦. કો અન્ય માને આતમા કર્મો તણા વળી ઉદયને, કો તીવ્રમંદ–ગુણો સહિત કર્મો તણા અનુભાગને ! ૪૧. કો કર્મ ને જીવ ઉભયમિલને જીવની આશા ધરે, કર્મો તણા સંયોગથી અભિલાષ કો જીવની કરે ! ૪૨. દુર્બુદ્ધિઓ બહુવિધ આવા, આતમા પરને કહે,
તે સર્વને પરમાર્થવાદી કહ્યા ન નિશ્ચયવાદીએ. ૪૩. દુમેહા શબ્દ છે ને દુમેહાનો દુર્બુદ્ધિ અર્થ કર્યો, દુમેહા શબ્દ છે ને ૪૩ માં એનો અર્થ દુર્બુદ્ધિ કર્યો, દુમેહા-દુર્બુદ્ધિ.