________________
ગાથા-૩૯ થી ૪૩
૧૩ અન્ય કોઈ [ Ti સંયોગન] કર્મના સંયોગથી જ [ નીવમ રૂછત્તિ] જીવ માને છે. [અવંવિધા:] આ પ્રકારના તથા [ વહુવિધા:] અન્ય પણ ઘણા પ્રકારના [ કુર્મેધસ:] દુર્બુદ્ધિઓ-મિથ્યાદેષ્ટિઓ [ પરમ] પરને [ માત્માનં] આત્મા [ વ7િ] કહે છે. [7] તેમને [ નિશ્ચય-વાલિમિ:] નિશ્ચયવાદીઓએ (-સત્યાર્થવાદીઓએ) [૫રમાર્થવાનિ:] પરમાર્થવાદી (-સત્યાર્થ કહેનારા )[ ન નિર્સિ:]કહ્યા નથી.
ટીકા:-આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ નહિ જાણવાને લીધે નપુંસકપણે અત્યંત વિમૂઢ થયા થકા, તાત્ત્વિક (પરમાર્થભૂત) આત્માને નહિ જાણતા એવા ઘણા અજ્ઞાની જનો બહુ પ્રકારે પરને પણ આત્મા કહે છે, બકે છે. કોઈ તો એમ કહે છે કે સ્વાભાવિક અર્થાત્ સ્વયમેવ ઉત્પન્ન થયેલા રાગદ્વેષ વડે મેલું જે અધ્યવસાન (અર્થાત્ મિથ્યા અભિપ્રાય સહિત વિભાવપરિણામ) તે જ જીવ છે કારણ કે જેમ કાળાપણાથી અન્ય જુદો કોઈ કોલસો જોવામાં આવતો નથી તેમ એવા અધ્યવસાનથી જાદો અન્ય કોઈ આત્મા જોવામાં આવતો નથી. ૧. કોઈ કહે છે કે અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે એવી જે એક સંસરણરૂપ (ભ્રમણરૂપ) ક્રિયા તે-રૂપે ક્રીડા કરતું જે કર્મ તે જ જીવ છે કારણ કે કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. ૨. કોઈ કહે છે કે તીવ્ર-મંદ અનુભવથી ભેદરૂપ થતાં, દુરંત (જેનો અંત દૂર છે એવા) રાગરૂપ રસથી ભરેલાં અધ્યવસાનોની જે સંતતિ (પરિપાટી) તે જ જીવ છે કારણ કે તેનાથી અન્ય જુદો કોઈ જીવ દેખવામાં આવતો નથી. ૩. કોઈ કહે છે કે નવી ને પુરાણી અવસ્થા ઇત્યાદિ ભાવે પ્રવર્તતું જે નોકર્મ તે જ જીવ છે કારણ કે શરીરથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. ૪. કોઈ એમ કહે છે કે સમસ્ત લોકને પુણ્યપાપરૂપે વ્યાપતો જે કર્મનો વિપાક તે જ જીવ છે કારણ કે શુભાશુભ ભાવથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. ૫. કોઈ કહે છે કે શાતા-અશાતારૂપે વ્યાપ્ત જે સમસ્ત તીવ્રમંદ–ગુણો તે વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ તે જ જીવ છે કારણ કે સુખ-દુઃખથી અન્ય જુદો કોઈ જીવ દેખવામાં આવતો નથી. ૬. કોઈ કહે છે કે શિખંડની જેમ ઉભયરૂપ મળેલાં જે આત્મા અને કર્મ, તે બન્ને મળેલાં જ જીવ છે કારણ કે સમસ્તપણે (સંપૂર્ણપણે) કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. ૭. કોઈ કહે છે કે અર્થક્રિયામાં (પ્રયોજનભૂત ક્રિયામાં) સમર્થ એવો જે કર્મનો સંયોગ તે જ જીવ છે કારણ કે જેમ આઠ લાકડાંના સંયોગથી અન્ય જુદો કોઈ ખાટલો જોવામાં આવતો નથી તેમ કર્મના સંયોગથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. (આઠ લાકડાં મળી ખાટલો થયો ત્યારે અર્થક્રિયામાં સમર્થ થયો; તે રીતે અહીં પણ જાણવું.) ૮. આ પ્રમાણે આઠ પ્રકાર તો આ કહ્યા અને એવા એવા અન્ય પણ અનેક પ્રકારના દુબુદ્ધિઓ (અનેક પ્રકારે) પરને આત્મા કહે છે, પરંતુ તેમને પરમાર્થના જાણનારાઓ સત્યાર્થવાદી કહેતા નથી.
ભાવાર્થ-જીવ-અજીવ બને અનાદિથી એકત્રાવગાહસંયોગરૂપ મળી રહ્યાં છે અને અનાદિથી જ જીવની પુગલના સંયોગથી અનેક વિકારસહિત અવસ્થાઓ થઈ રહી છે. પરમાર્થદૃષ્ટિએ જોતાં, જીવ તો પોતાના ચૈતન્યત્વે આદિ ભાવોને છોડતો નથી