________________
૧૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૩ ગયું, છ બોલ એક એકના છ છ બોલ, ગંધ, રૂપ વિનાનો, ગંધ વિનાનો, સ્પર્શ વિનાનો, શબ્દ વિનાનો, શબ્દની પર્યાય વિનાનો ભગવાન છે આત્મા, સંસ્થાન વિનાનો અને વ્યક્તપણાનો અભાવ એટલે અવ્યક્ત. એવો હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી પોતાના ‘સ્વ’ નામ આનંદનો નાથ પ્રભુ એનું સંવેદન વેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી આવા છ છ બોલે નિષેધ કરતા આવ્યા પણ છતાં કહે છે કે અસ્તિ તત્ત્વ કેવડું છે એ ? એ ૨સનો ને આદિનો અભાવ હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી આનંદનું વેદન અંદર થાય. સ્વ નામ પોતાનું વેદન એટલે અતીન્દ્રિય આનંદનું વેદન, અતીન્દ્રિય જ્ઞાનનું વેદન, અતીન્દ્રિય શ્રદ્ધા સમ્યગ્દર્શનનું વેદન, આદિ સ્વસંવેદનના બળથી, પોતે સદા પ્રત્યક્ષ હોવાથી, સદા પ્રત્યક્ષ છે એ તો, આહાહહા ! ચૈતન્યના તેજનું નૂરનું પૂર, ભગવાન ચૈતન્યના નૂરના તેજનું પૂર, સદા, પ્રત્યક્ષ પડયું છે, તારી નજરું ત્યાં ગઈ નથી. આહાહાહા !
,,
બેનના શબ્દમાં આવ્યોને પહેલો બોલ, અનુપુર્વી ચૈતન્યના વચનામૃત બેનના “જાગતો જીવ ઊભો છે ને એ ક્યાં જાય ? ” શું કહ્યું એમાં ? વચનામૃત વાંચ્યુ છે ? સોમચંદભાઈ ! વાંચ્યુ કે નહિ ? એક વાર ? આ તો પત્તો લ્યો, અત્યારે તો વચનામૃત તો ચારેકોર હિન્દુસ્તાનમાં, ઓલા પણે જાલના, છે એક જાલના ત્યાં દિગંબર સાધુ છે. વીસ વર્ષની દીક્ષાવાળો ભવ્યસાગર એને આ વાંચીને મારું એ તો પહેલાં વાંચન પહેલાં કે સ્વામીજી આ શું કર્યું તમે આ ? બસે વર્ષમાં આ વાત હતી નહિ તમે ક્યાંથી કાઢી આ ? વીસ વર્ષની દીક્ષા છે, શીઘ્ર કવિ છે આંહી આવવા બહુ માગે છે મને બોલાવો બોલાવો બાપા અમે તો કોઈને બોલાવતા નથી. પહેલેથી ઘણાં સાધુ આર્જા આવવા માગે છે, આંહી અમે કોણ તમારી ઉપાધિ કોણ કરે, આવીને ક્યાં સ્થાન ને ખાવાનું લઈ કોણ આ ઉપાધિ કરે. એ પોતે ભવ્યસાગર બેનના પુસ્તકો સાતસો મંગાવ્યા'તા સાતસો. એ મોટા છે ને બધે આપે છે વહેંચે છે, સ્થાનકવાસી ત્યાં સાધુ છે એક આચાર્ય મોટા આનંદઋષિ કરીને સ્થાનકવાસીના મોટા, એને પગે લાગવા હજારો માણસ આવે એ બધા આની પાસે આવે અને આપણે આ નામ બહાર પડી ગયું છે ને વચનામૃતનું તે માગે બધા સ્થાનકવાસી માગે છે બધા કે વચનામૃત અમને આપો. આ કહે કે હું એને વીસ મિનિટની શરતે આપું. વીસ મિનિટ હંમેશાં વાંચો. જાલના છે ને ?
ત્યાં મહારાષ્ટ્રમાં ઘણો પ્રચાર થયો છે. ચારે કોર હવે તો, આ તો લંડનમાં આનો પ્રચાર છે વાંચન ચાલે છે આ, ત્યાં આફ્રિકામાં તો આ મોટું પંદર લાખનું મંદિર થયું ને ? જેઠ સુદ અગિયારસે, પંદર લાખનું મુરત કર્યું છે. દોઢેક વ૨સમાં તૈયાર થશે આફ્રિકામાં બે હજા૨ વર્ષથી કોઈ દિ’ મંદિર ત્યાં નહોતું, એ દિગંબર મંદિર એ આ ભાઈ આ બેઠા છે ને એ જુઓને એ ને બધા ગૃહસ્થો અજીતભાઈ પૈસાવાળા છે, સાંઈઠ સીત્તેર લાખ રૂપિયા છે, એવા તો ઘણાં આપણા સાંઈઠ ઘ૨ છે, બધા શ્વેતાંબર, બધા દિગંબર થઈ ગયા. અને પંદર લાખનું મંદિર નાખ્યું છે. હવે આ બાપુ આ તો મારગ ૫રમાત્માનો ત્રિકાળ સત્ય છે ભાઈ એને પહેલાં જાણો તો ખરા. આહાહાહા ! એ આંહીં કહે છે કે પોતાના સ્વસંવેદનના બળથી, જોયું ? પોતે સદા પ્રત્યક્ષ હોવાથી એમ રાગને લઈને નહિ, નિમિત્તને લઈને નહિ. આહાહાહા ! દેવગુરુની સહાયતાને લઈને નહિ, પોતે સદા પ્રત્યક્ષ હોવાથી ભગવાન ચૈતન્ય જ્યોત, મતિ અને શ્રુતજ્ઞાનમાં પ્રત્યક્ષ