________________
ગાથા – ૪૯
૧૪૫ થયો ત્યારે સદા પ્રત્યક્ષ આ હતો. આહાહાહા !
છે? આ તો અધ્યાત્મ ટીકા છે ભાઈ આ કાંઈ કથા વાર્તા નથી, આ તો ભગવાન ભગવત્ સ્વરૂપ ભગવાન આત્મા ભાગવત્ કથા છે. આ ઓલા ભાગવત્ કથા કહે છે એ તો જુદી આ તો આ તો શાશ્વત ભાગવત્ કથા છે. સદા પ્રત્યક્ષ આટલા શબ્દમાં બહુ નાખ્યું છે, આનો અભાવ હોવા છતાં, વ્યક્તપણાનો અભાવ હોવા છતાં, હવે પ્રત્યક્ષ અતિ કહે છે, સ્વસંવેદનના બળથી, એ જ્ઞાન અને આનંદનું વર્તમાન સ્વનું વેદન એના બળથી પોતે સદા, સદા પ્રત્યક્ષ છે. વર્તમાન પ્રત્યક્ષ થયો, તો એ વસ્તુ સદા પ્રત્યક્ષ જ હતી. આહાહાહા !
અરે આવું મૃત્યુ પહેલાં જો આ વાત નહિ જાણે, કરે ભાઈ ક્યાં જશે? એ વંટોળીયાના તરણાં ઉડીને ક્યાં પડશે? એમ જેણે મિથ્યાભાવ પડયો છે. અરર એ ઉડીને કયે ભવે, ક્યાં જશે? એથી આ ભવમાં એણે અનંત અનંત પુરૂષાર્થ કરીને, બહારથી નિવૃત્તિ લઈને, આનો એણે નિર્ણય કરવો પડશે. દુનિયા માને ન માને, વખાણે ન વખાણે, આ દુનિયા કાંઈ ભાન વિનાની છે લ્યો આત્મા આત્મા કરે છે, કહો દુનિયા ભલે કહે.
આંહીં કહે છે, પોતે સદા પ્રત્યક્ષ હોવાથી, અનુમાનગોચરમાત્રપણાનો અભાવ, શું કહે છે? કે જ્ઞાન ત્યાં આત્મા ને આત્મા ત્યાં જ્ઞાન એવું જ્યાં અનુમાન એનો પણ અહીં તો અભાવ છે, વ્યક્તપણાનો તો અભાવ છે. આહાહા ! સમજાણું કાંઈ ? અનુમાનગોચરમાત્રપણાનો અભાવ છે. અનુમાનથી જણાય એવો આત્મા છે નહિ. સમજાણું કાંઈ? ઓલામાં તો એમ આવ્યું છે, રહસ્યપૂર્ણ ચિદ્ધિ” એમકે અનુમાન થયું એનો પછી અનુભવ કરે છે. પાંચ અંગ વર્ણવ્યા છે ને? ખબર છે, આગમ આદિ છે પાંચ અંગ એ તો એમ પહેલાં અનુમાન કર્યું છે એ અનુમાન તે વ્યવહાર છે. કે આ જ્ઞાન તે આત્મા, આત્મા તે જ્ઞાન ને પછી આમ અંદર પ્રત્યક્ષ થાય છે ત્યારે અનુમાનને વ્યવહાર કહેવામાં આવે છે. એનાથી થયું નથી. આહાહાહા ! આવું સ્વરૂપ !
જિનેશ્વર ત્રણલોકના નાથનો પંથ અલૌકિક છે. પ્રથમ સમ્યગ્દર્શનનો પંથ જ અલૌકિક છે. ચારિત્ર તો પછી હજી એ ચારિત્ર તો ક્યાં છે બાપા. આહાહા ! સમજાણું કાંઈ ? અનુમાન ગોચરમાત્રપણાનો અભાવ એટલે અનુમાન એકલું અનુમાન માત્ર નથી એમ કહે છે, અનુમાન હો, પણ અનુમાન માત્ર નથી, એમ કહે છે એ તો પ્રત્યક્ષ થાય છે. આવો ઉપદેશ હવે, બાપુ મારગ છે આ ભાઈ એ જન્મમરણના દુઃખમાં તણાઈ ગયો છે એ એનાથી છૂટવાનો પંથ તો પ્રભુ “એક હોય ત્રણકાળમાં પરમાર્થનો પંથ” આ એક પંથ છે. આહાહાહા!
કહે છે, જીવને અલિંગગ્રહણ કહેવામાં આવે છે, અનુમાનગોચર નથી માટે અલિંગગ્રહણ એમ, લિંગ અનુમાન લિંગ છે એનાથી જાણવામાં આવતો નથી, માટે અલિંગગ્રહણ. આ સંકેલ્યુ આંહીં પ્રવચનસારમાં અલિંગગ્રહણના વીસ બોલ. આહાહાહા!
હવે, “પોતાના અનુભવમાં આવતા ચેતનાગુણ વડે” જાણનારો બીજાને જાણનારો પણ જાણનારો તો પોતે જાણનારમાં છે. બીજાને જાણે છે તે કાળે પણ જાણનારો જાણનારમાં છે. બીજાને જાણે છે, કે આ છે, આ છે, આ છે, પણ એ જાણનારો જાણનારમાં રહીને જાણે છે. એમ જાણનારો જાણનારમાં રહીને પોતે કોણ છે? એ જાણનારને જાણવો. જાણનાર, જણાય છે તેને જાણવું નહિ. આવી વાતું છે. “ચેતના ગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે” આહાહાહા !