________________
૧૪૬
સમયસાર સિદ્ધિ ભાગ-૩ પોતાના અનુભવમાં આવતા ચેતનાગુણ વડે, તો કોઈ એમ કહે કે મને હું જણાતો નથી, મને હું જણાતો નથી, એવો નિર્ણય શેમાં કર્યો? એ ચૈતન્યસત્તામાં નિર્ણય કર્યો. આહાહાહા ! ચેતનાગુણ વડે સદાય અંતરંગમાં-અંતરંગમાં હોં ત્રિકાળ પ્રકાશમાન છે. તેથી જીવ ચેતનાગુણવાળો છે. છે ને? મૂળ પાઠમાં એમ લીધું છે ચેતના ગુણવાળો છે. આ તો આત્માનું છે ને એટલે, નહિ તો ચેતના સ્વરૂપ જ છે, એ. પણ આ તો અહીં નથી એટલે આ વાળો છે એમ સિદ્ધ કહેવું છે. આહાહાહા!
ચેતનાગુણવાળો છે, કેવો છે એ ચેતનાગુણ કે જે “સમસ્ત વિપ્રતિપત્તિઓનો જીવને અન્ય પ્રકારે માનવારૂપ ઝઘડાઓ એનો નાશ કરનાર છે” જીવને એમ માનવો કે પરનો કર્તા છે, ને રાગવાળો છે, ને પુષ્યવાળો છે ને. આહાહાહા ! એ બધા ચેતનાગુણને સમજે તો બધા ઝઘડા ટળી જાય છે. એ તો જાણનારો ભગવાન છે, એ કોઈનું કરનારો એ નથી, રાગનોય કર્તા ચેતનાગુણ નથી. ચેતનાગુણ સ્વપરને પ્રકાશનારો ભગવાન પ્રત્યક્ષ છે એને ચેતનાગુણ વડે સમસ્ત વિપ્રત્તિપત્તિઓનો, વિરોધ કરનારાઓનો જે ભાવ એના ઝઘડાનો નાશ કરનાર છે. રાગ આત્મા ને પરઆત્મા ને અજીવઆત્મા ને પરનું કરે ને, એ બધા ઝઘડાનો ચેતનાગુણ વડે કરીને નાશ થાય છે. એ તો જાણનાર, દેખનાર ભગવાન ચંદ્ર શીતળ પ્રકાશ જેમ છે. એમ જાણનાર, દેખનાર, શાંત, પ્રશાંત રસનો પિંડ પ્રભુ છે. આહાહાહા !
જેણે પોતાનું સર્વસ્વ. કોણે? ચેતનાગુણે, ચેતનાગુણ એણે સમસ્ત પોતાનું સર્વસ્વપણું ભેદજ્ઞાની જીવોને સોંપી દીધું છે. જે કોઈ રાગથી ભિન્ન કરે છે, તેને ચેતનાગુણનું સર્વસ્વપણું આપી દીધું છે, કે આ ચેતના છે ને આ રાગ નહિ, ભેદજ્ઞાનીને સોંપી દીધું છે. ચાહે તો દયા, દાનને, વતનો વિકલ્પ હો, પણ એ આત્મા નહિં. એ તો ચેતનાગુણવાળો ભગવાન છે. ભેદજ્ઞાનીએ રાગથી ભેદ કરનારને આ વાત સોંપી દીધી છે કહે છે. આહાહા ! આરે આરે આવી વાતું છે.
જે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરી જાણે, અત્યંત તૃમિ વડે ઠરી ગયો હોય”શું કહે છે? કે ચેતનાગુણ છે તે તેની પર્યાયમાં પણ ગુણમાં પણ લોકાલોકને જાણે અને તેની પર્યાયમાં લોકાલોકને જાણે સાધકની પર્યાય, એવા ચેતનાગુણ જે લોકાલોકને પર્યાયથી જાણે, શક્તિથી જાણે બેય છે, લોકાલોકને તો ગ્રામીભૂત કોળીયો કરી જાય, મોટું મોટું ને કોળીયો નાનો, એમ જ્ઞાનની પર્યાયની તાકાત અનંતી અને લોકાલોકનો તો કોળીયો કરી જાય એ. ત્રિકાળી ગુણમાં તો છે એ શક્તિ, પણ ત્રિકાળી ચેતનાગુણને જેણે જાણ્યો એની પર્યાય પણ લોકાલોકને કોળીયો કરી જાય છે. કોળીયો નાનો હોયને મોટું મોટું હોય, એમ જાણનારની પર્યાય લોકાલોકને જાણે છતાં પર્યાયની તાકાત અનંતગુણી છે. આહાહાહા ! “જાણે કે અત્યંત તૃમિ વડે ઠરી ગયો હોય” જેમ લાડવા ખાય ને બ્રાહ્મણ જેમ ઠરી ગયો જાણે એમ, આ આત્માની તૃમિ વડે તૃત તૃપ્ત થઈ ગયો. શાંતિ અને જ્ઞાનની પર્યાયમાં લોકાલોક જાણે છતાંય એ તો કોળીયો કરી ગયો એવી જ જ્ઞાનની પર્યાય ને શાંતિની પર્યાય થઈ, અત્યંત તૃમિ થઈ ગઈ, સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને અંતર પર્યાયમાં તૃમિ થઈ ગઈ. મારો નાથ કૃતકૃત્ય પ્રભુ પૂર્ણ છે, એને મેં જાણ્યો એ પર્યાય પણ કૃતકૃત્ય થવાને લાયક થઈ ગઈ, પૂર્ણ કૃતકૃત્ય કેવળજ્ઞાન એને લાયક થઈ ગઈ. આહાહાહા !