________________
ગાથા ૪૯
૧૪૩
તો મારગ આવો છે બાપા ! જેના હજી જ્ઞાનેય સાચા નથી એને સમ્યગ્દર્શન થાય ક્યાંથી. આહાહા ! સમજાણું કાંઈ ?
એમ હોવા છતાં વ્યક્તપણે ઉદાસીનપણે એટલે કે પર્યાયથી ઉદાસ છે. પર્યાયમાં ત્યાં દૃષ્ટિ થંભતી નથી. ( શ્રોતાઃ- ઉદાસીન એટલે ? ) ઉદાસીન એટલે પર્યાયથી ઉદાસીન આસન છે ને દ્રવ્ય ઉ૫૨ એની દૃષ્ટિ છે. આ સમયસાર એક જણો કહે કે મેં પંદર દિ'માં વાંચી નાખ્યું. બાપા એ સમયસાર શું છે. હૈં ? ( શ્રોતાઃ- અક્ષરો વાંચ્યા ) અક્ષરો પાના આ તો જડ છે પણ એનો ભાવ શું છે ? એ દિગંબર સંતો કુંદકુંદાચાર્ય અમૃતચંદ્રાચાર્ય કેવળીના કેડાયતો એનો આ પોકાર છે, ભગવાન આમ કહે છે ભાઈ. આહાહાહા !
આ તો જરી ઓલા ઉપર વિચાર ગયો'ને નિયમસારની ૫ મી ગાથા બહિર્તત્ત્વ ને અંતર્તત્ત્વ એની શ્રદ્ધાને વ્યવહાર સમકિત કહ્યું વિકલ્પ અને ત્યાં ૨૪૨ માં એમ કહ્યું કે શેય ને જ્ઞાયકની પ્રતીતિ તે નિશ્ચય સમ્યગ્દર્શન છે, એ જ્ઞાનપ્રધાન કથન છે. આહાહાહા !
બહુ મારગ જી. હૈં ? અરે ! આવો મનુષ્યભવ મળ્યો એમાં જૈનસંપ્રદાયમાં જન્મ, એમાં દિગંબરમાં જન્મ એ તો પુણ્યશાળી હોય, એને આ દિગંબર ધર્મ શું છે એને જાણવો જોઈએ ભાઈ. માટે તે અવ્યક્ત છે. છે ? આ તો એક છેલ્લા બોલનો અર્થ હાલ્યો આ બધો.
ભગવાન આત્મા વર્તમાન પર્યાય પ્રગટ છે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની એનોય પર્યાયનો ય અનુભવ છે અને ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપનો પણ અનુભવ છે, ધ્રુવ તો ધ્રુવ છે, અનુભવ કંઈ ધ્રુવનો ન હોય, અનુભવ તો પર્યાય છે. પણ ધ્રુવ તરફના જો૨વાળી પર્યાય છે, એને ધ્રુવનો અનુભવ કહે છે ને પર્યાયનો અનુભવ છે વેદન પર્યાયનું કહે છે. કેટલી અપેક્ષા આવે આમાં ? કહો સોમચંદભાઈ ! આવું આ સ્વરૂપ છે આ. શું કહે ? ( શ્રોતાઃ– પર્યાય ઉ૫૨થી દૃષ્ટિ હટાવી લે ) પર્યાય ઉ૫૨ની, કારણકે પર્યાય છે એ એક સમયમાત્રની છે. વિકાર છે એ તો જુદો પણ નિર્મળ પર્યાય છે ઈ એ એક સમયમાત્રની છે તેથી તે નાશવાન છે શુદ્ધપર્યાય, ધર્મ પર્યાય હોં, મોક્ષના મારગની પર્યાય એનું વેદન હો, અને ત્રિકાળી શાયકનું પણ વેદન હો, છતાં તે શાયક ધર્મી સાધકની દૃષ્ટિ અનુભવની પર્યાય ઉપર ટકતી નથી.. ગુલાંટ ખાય છે આમ અંતરમાં જઈ. દ્રવ્યસ્વભાવ ઉપ૨ જેની દૃષ્ટિનું જોર છે. આહાહાહા !
શું કહે છે આ ? બીજાને કેટલું લાગે કે આ તે શું, આ તે જૈન ધર્મ આવો હશે ? એ બાપા જૈન ધર્મ કોઈ પંથ નથી, જૈન ધર્મ કોઈ પક્ષ નથી, જૈન ધર્મ વસ્તુનું સ્વરૂપ છે તે જૈન ધર્મ છે. આહાહાહા ! “જિન સો હિ (હૈ ) આત્મા અન્ય સો હિ ( હૈ ) કર્મ એ ( હ્રી ) વચનસે સમજલે જિન પ્રવચનકા મર્મ” ઘટ ઘટ અંત૨ જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન, ઘટ ઘટ અંત૨ જિન વસે, ભગવાન જિન અંત૨ ઘટ ઘટમાં બિરાજે છે કહે છે, વસ્તુ દ્રવ્ય સ્વભાવ એ જિનસ્વરૂપ છે, ઘટ ઘટ અંત૨ જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન, એ જિન સ્વરૂપની જે પ્રતીતિ અનુભવ થઈને થાય તેને જૈન કહેવામાં આવે છે, ઈ કોઈ પક્ષ નથી, એ તો વસ્તુનો સ્વભાવ છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? એ છ બોલ થયા. એક અવ્યક્તના છ બોલ છે, કાલે આપણે ત્રણ ચાલ્યા'તા, ૫૨મ દિ' બે ચાલ્યા'તા અને આજે આ એકમાં આ બસ.
આ પ્રમાણે હવે બીજી લીટી છે ને ? આ પ્રમાણે રસ, ભગવાન રસ વિનાનો છે, એ આવી