________________
૧૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૩ રાગની ક્રિયા છે. આહાહાહા !
આંહીં પરમાત્મા ત્રિલોકનાથે કહેલું તે સંતો આડતિયા થઈને જગત પાસે જાહેર કરે છે. દિગંબર સંતો, જેને ભાવલિંગ પ્રગટયું છે, પ્રચૂર આનંદનો જેને સ્વાદ છે, ચોથે ગુણસ્થાને આનંદનો સ્વાદ થોડો છે, મુનિ જેને સાચા કહેવાય એને તો અતીન્દ્રિય આનંદનો પ્રચૂર ઉગ્ર આનંદ છે. એવા ઉગ્ર આનંદમાં રહેલા પ્રભુ, સંતો એને એક આ વિકલ્પ આવ્યો ગાથા કે ટીકા કરવાનો એ વિકલ્પના પણ તે કર્તા નથી, ને ટીકાના શબ્દો છે એના એ કર્તા નથી. એ એમ કહે છે કે, પરમાત્મા જિનેશ્વરદેવ ત્રિલોકનાથ તીર્થકર એની જાહેર દિવ્યધ્વનિમાં આ આવ્યું છે કે એક સમયની પર્યાય નિર્મળ થઈ તેને જાણે વેદ, ત્રિકાળને વેદે છતાં તે સાધકની દૃષ્ટિ આ અનુભવ થયો ને આ પર્યાય થઈને એ ઉપર એનું જોર નથી.
મનસુખભાઈ ! ક્યાં જ્યાં સાંભળવા મળે એવું નથી. જ્યાં દુકાનમાં એમાં વળી ત્રણેય જુદા થયા ને એય મજૂર, શાંતિભાઈ ! આંહીં તો એવી વાત છે બાપા. અરેરે જિંદગી પૂરી થઈ જશે, આયુષ્યના મોતના નગારા માથે વાગે છે. તે સમયે દેહ છૂટી જશે ફડાક દઈને એ પહેલું કહેવા નહિ આવે કે હવે હું મૃત્યુ આવું છું, દેહનો સંયોગ છે તે વિયોગ યોગ્ય જ છે વસ્તુ, આ તો એક ક્ષેત્રે છે એટલે એમ કહેવાય. બાકી અત્યારે સંયોગ છે ને એ ક્ષેત્રથી છૂટો પડ્યો ત્યારે એને મરણ દેહનું કહેવાય છે, દેહ છૂટયો. મરણ તો નથી થતું પરમાણુનું, મરણ નથી થતું આત્માનું, આ પર્યાયનો વ્યય થાય છે એથી એને મરણ કહેવામાં આવે છે. એ પહેલા પ્રભુ તું કોણ છો? આહાહાહા!
નિયમસારમાં તો ત્યાં સુધી એને કહ્યું પાંચમી ગાથામાં બહિર્તત્વ ને અંતર્તત્વ એવું જે પરમાત્મ તત્ત્વ બહિર્તત્ત્વ નામ પર્યાય એ તો ૩૮ ગાથામાં આવ્યું'તું ને બહિતશ્ચમ્ જીવાદિ બહિતચ્ચમ્ જીવની એક સમયની પર્યાય એ પણ બહિર્તત્ત્વ છે. જીવની એક સમયની નિર્મળ પર્યાય, સંવર નિર્જરાની, શુદ્ધ નિર્મળ પર્યાય એને પણ પ્રભુ બહિર્તત્ત્વ કહે છે. એક સમયની છે ને? અને અંતરમાં ભગવાન પૂર્ણાનંદનો નાથ તેને પરમાત્મા અંત:તત્ત્વ કહે છે. ભાષા તો સાદી છે પ્રભુ માલ તો છે એ છે. એ બાહ્યતત્ત્વ ને અત્યંતર તત્ત્વની શ્રદ્ધા એ પણ હજી વિકલ્પ ને વ્યવહાર સમકિત છે. કોને? કે જેને જ્ઞાયક સ્વભાવની એકલી અનુભવ પ્રતીત થઈ છે, એને આ બાહ્યતત્ત્વ ને અત્યંતર તત્ત્વની શ્રદ્ધા વ્યવહાર એને કહેવામાં આવે છે. આહાહાહા ! સમજાણું કાંઈ?
તેથી આ લોકો રાડો પાડે છે ને? એય સોનગઢવાળાએ સમકિતને મોંઘુ કરી દીધું, ભાઈ મોંઘુ તો ભગવાન કહે છે, આ કાંઈ સોનગઢનું નથી આ. ભાઈ ત્રણલોકનો નાથ જિનેશ્વરદેવની દિવ્યધ્વનિમાં આવ્યું તે આ છે, ભાઈ તેં સાંભળ્યું ન હોય માટે કાંઈ બીજું થઈ જાય તત્ત્વ? વિકલ્પ જે છે દયા, દાન, ને ભક્તિનો વ્યવહાર સમકિતનો એ તો બાહ્યતત્ત્વ અશુદ્ધ એ તો ક્યાંય રહી ગયું બાહ્ય, પણ આંહીં તો સમ્યગ્દર્શન શાન ચારિત્રની પર્યાય જે સ્વત્રિકાળને અવલંબે થઈ એનેય પણ બાહ્યતત્ત્વ કહી અને એનો અનુભવ છે અને અંતર અભ્યતર તત્ત્વનો અનુભવ છે, છતાં સાધકની દૃષ્ટિ અનુભવ ને પર્યાયમાં રોકાતી નથી. (શ્રોતા – અલૌકિક વાતું છે) આવી વાતું છે બાપુ. આહાહાહા !
ઘણાં માણસો આવ્યા છે આજે, કાલેય આવ્યા'તા ત્રણ દિ'થી ઘણું માણસ આવે છે. આ