________________
ગાથા – ૪૯
૧૪૧ ત્રણ લોકનો નાથ સર્વજ્ઞદેવ, પરમેશ્વર વીતરાગ એ આ એની વાણી છે આ, એ વાણીને સંતો સ્પષ્ટ કરીને જગત પાસે જાહેર કરે છે, ભગવાન આમ કહે છે. ત્રિલોકનાથ જિનેશ્વરદેવ આમ ફરમાવે છે, આમ કહે છે ભાઈ, કે તને, તને તારું સમ્યગ્દર્શન સુખનો પંથ ક્યારે થાય? કે તારી દૃષ્ટિ નિમિત્તથી ઉઠી, રાગના દયા, દાનના વિકલ્પથી દૃષ્ટિ ઉઠી, એક સમયની પર્યાય ઉપરથી દષ્ટિ ઉઠી, ત્રિકાળી ચૈતન્ય જ્યોત ભગવાન પરમાનંદ સ્વરૂપ એમ જિનેશ્વરનો પોકાર છે, એની દૃષ્ટિ કરતાં એને પર્યાયમાં આનંદનો સ્વાદ આવે, આંહી અનુભવનું કહેવું છે ને? એ સ્વાદ આવે એને અનુભવે અને ત્રિકાળી વસ્તુને પણ લક્ષમાં લીધી માટે એને અનુભવે એમ કહેવામાં આવે. એ બેયનો અનુભવ હોવા છતાં સાધકની દૃષ્ટિ વર્તમાન પર્યાયના અનુભવ ઉપર ટકતી નથી. ત્રણ લોકનો નાથ જ્ઞાયકભાવ હું છું ત્યાં દૃષ્ટિનું જોર ત્યાં છે. સમજાણું કાંઈ? અનુભવની ઉપર પણ એની દૃષ્ટિનું જોર નથી.
આરે ! અરે ! આવી વાતું હવે, ભાઈ વીતરાગ મારગ આ છે ભાઈ. એ કોઈ સાધારણ વાત નથી અને એ મારગ આવો વીતરાગ સિવાય કયાંય, બીજે ક્યાંય નથી હવે ક્યાંય શું? શ્વેતાંબર અને સ્થાનકવાસીમાં પણ આ વસ્તુ નથી. ભાઈ ! આ તો અલૌકિક વાતું છે. કહે છે, આ પુનર્યુક્તિ ન લાગે આમાં.
સાધક જીવ ત્યારે કહેવાય કે ત્રિકાળી ચૈતન્યમૂર્તિ ભગવાન ઉપર દૃષ્ટિ પડી ને જેને આત્માનો સ્વાદ આવ્યો છે. એ સ્વાદને પણ અનુભવે અને ત્રિકાળીને પણ અનુભવે કેમકે લક્ષ ત્યાં છે ને એટલે ધારા ધ્રુવની ધારા, પરિણતિમાં આવે છે, ધ્રુવ તો ધ્રુવમાં રહે છે, પણ ધ્રુવનું જોર થયું દૃષ્ટિમાં એથી જાણે ધ્રુવનો અનુભવ છે, એમ કહેવામાં આવે છે. અલૌકિક વાતું છે બાપુ. આ તો ત્રણલોકના નાથ સીમંધર ભગવાન પ્રભુ બિરાજે છે, અહીં મહાવિદેહમાં આ ત્યાંથી વાત આવેલી છે. (શ્રોતા:- અહીં તો આપની પાસેથી) એમ. આહાહાહા ! અમે તો સાક્ષાત્ ભગવાન પાસેથી સાંભળ્યું છે ને એ વાત છે. બાપુ શું કહીએ? આહાહાહા !
આમાં ત્રણ વાત કરી, એક તો બાહ્યને પર્યાય નિર્મળ છે એને બાહ્ય કહ્યું, અને ત્રિકાળી જ્ઞાયક છે તેને અત્યંતર કહ્યું, એ બેયનો અનુભવ પર્યાયમાં હોવા છતાં સાધકની દૃષ્ટિ અનુભવની પર્યાય ઉપર ટકતી નથી, ત્યાંથી ઉદાસ થઈને દ્રવ્ય ઉપર જોર કરે છે. હવે લોકો ક્યાં પડ્યા ને ક્યાં માને છે કાંઈ ખબરું ન મળે, એક વાત. નિયમસારની પાંચમી ગાથામાં એમ કહ્યું કે બાહ્યતત્ત્વ ને અત્યંતરતત્વ એવો જે પરમાત્મ જ્ઞાયક સ્વરૂપ ભગવાન અને બાહ્યતત્ત્વ એટલે પર્યાય બે'ની શ્રદ્ધા તે વ્યવહાર સમકિત છે, નિશ્ચય નહિ, બે આવ્યા ને? એક ન આવ્યું. ત્રીજી વાત, ૨૪૨ ગાથામાં એમ કહ્યું કે શેય અને શાયકની શ્રદ્ધા તે નિશ્ચય સમ્યગ્દર્શન છે એ જ્ઞાનની પ્રધાનતા કરીને શેયનું જ્ઞાન છે જ્ઞાયકનું પણ જ્ઞાન છે, અને એમાં પ્રતીતિ યથાર્થ નિર્વિકલ્પ થવી તેને સમ્યગ્દર્શન, એ જ્ઞાનપ્રધાન કથન છે. તેમજ નવતત્ત્વની તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્ સમ્યગ્દર્શન જે કહ્યું, એ પણ આ રીતે જ્ઞાનપ્રધાન કથન છે આવો મારગ વીતરાગનો છે. એ દિગંબર ધર્મમાં એ વાત છે, બીજે ક્યાંય છે નહિ, બાપુ પણ એમાં જન્મ્યા એનેય હજી ખબર ન મળે, વાડામાં જમ્યા પચાસ, સાંઇઠ-સાંઈઠ વરસ કાઢયા તોય શું જૈનદર્શન છે ને શું સમકિત છે. (ખબર ન મળે) આ તો પૂજા કરો વ્રત પાળો ને પડિમા લઈ લ્યો હવે એ તો બધી